વશીકરણનો ડબલ ડોઝ લાવી રહી છે ‘વશ લેવલ 2’
પાર્ટ 2 ને વધારે સફળ બનાવવા અને વાર્તાને ફરીથી સજીવન કરવા ‘વશ’ પાર્ટ 1 22મી ઓગસ્ટે થશે રી-રિલીઝ તાજેતરમાં વર્ષ 2023 માં રિલીઝ થયેલી ફિલ્મને નૅશનલ એવોર્ડ મળ્યાની જાહેરાત કરવામાં આવી હતી. શ્રેષ્ઠ ગુજરાતી ફિલ્મ તરીકે ‘વશ’ ને અને શ્રેષ્ઠ સપોર્ટિંગ એક્ટ્રેસ માટે જાનકી બોડીવાળાને આ જ ફિલ્મ માટે નૅશનલ એવોર્ડ માટે પસંદ કરવામાં આવ્યા હતા. અને હવે આ જ ફિલ્મનો બીજો ભાગ એટલે કે ‘વશ લેવલ 2’ ગણેશ ચતુર્થી ના દિવસે એટલે કે 27મી ઓગસ્ટે રિલીઝ થવા જઈ રહ્યો છે. ગણેશ ચતુર્થીના શુભ દિવસે ‘વશ લેવલ 2’ સાથે ‘બચુની બેનપણી’ નામની ફિલ્મ પણ રિલીઝ થવાની છે જેની વાત આપણે આવતા લેખમાં કરીશું પણ આજે આપણે ‘વશ લેવલ 2’ ની વાત કરીશું. સૌથી પહેલા તો એ જાણીયે કે વર્ષ 2023 માં રિલીઝ થયેલી ફિલ્મ ‘વશ’ બોક્સ ઓફિસ પર ખાસ્સો એવો કોઈ કમાલ કરી શકી ન હતી, પણ આ ફિલ્મ ઓટીટી પર રિલીઝ થયા પહેલા જ માઉથ પબ્લિસિટીના લીધે દર્શકોને ગમવા લાગી હતી. ખાસ કરીને હિતેન કુમાર અને જાનકી બોડીવાલાની ઘણી પ્રશંસા પણ કરવામાં આવી હતી. બોક્સ ઓફિસના આંકડા પર નજર કરીયે તો અંદાજે ત્રણ-સાડા ત્રણ કરોડ રૂપિયાના બજેટ સાથે બનેલી આ સુપર નેચરલ સાયકોલો...