Posts

Showing posts with the label Editing

ફિલ્મી ટેક્નોલોજી જેટલી અઘરી તેટલી રોચક પણ

Image
ફોટોગ્રાફી, સાઉન્ડ અને એડિટીંગ એમ ત્રણ તબક્કે ફિલ્મ નિર્માણની પ્રક્રિયાને વિભાજીત કરી શકાય છે જે પોતે અનેક મહેનત માંગી લેય એવું રોચક કામ છે ફિલ્મ જગતના મોટાભાગના નિર્દેશકોના ભૂતકાળ પર જો નજર કરીયે તો આપણને ખબર પડે છે કે તેઓ પહેલા એડિટર તરીકે અથવા આસિસ્ટન્ટ ડિરેક્ટર તરીકે કશે ના કશે કામ કરી ચૂકેલા છે. આસિસ્ટન્ટ ડિરેક્ટરનું કામ કરી ડિરેક્ટર બને એ વાત અલગ છે પણ એક એડિટર જ્યારે ડિરેક્ટર બને ત્યારે ફિલ્મ મેકિંગની પ્રક્રિયા એ વધું સારી રીતે પાર પાડી શકે. કઈ ટેક્નોલોજીનો ઉપયોગ કરવો, કયા કેમેરા, કયા લેન્સ વાપરવા, કયા એન્ગલથી એક સીન શૂટ કરવો છે અને ત્રણ-ચાર કેમેરામાંથી કયા કેમેરાથી લેવાયેલા કયા શોટને ફિલ્મમાં સ્થાન આપવું છે એ બધું ડિરેક્ટર બનેલો એડિટર પહેલા જ નક્કી કરી રાખી શકે છે.    આજે ફિલ્મ મેકિંગના ક્ષેત્રમાં વપરાતી કેટલીક ટેક્નોલોજીની વાત કરવી છે, જે એક ગહન વિષય છે અને એને એક લેખમાં સમાવી લેવો અસંભવ છે. તેમ છતાં ફિલ્મ મેકિંગની મુખ્ય ટેક્નોલોજીની વાત કરીયે તો ફિલ્મ બનાવતા પહેલા દરેક પ્રોડક્શન હાઉસ જે-તે ફિલ્મ બનાવવા પાછળ કેટલો ખર્ચ આવશે એની ગણતરી કરે છે. તેમની પાસે ફિ...