Posts

Showing posts with the label Mehnadi Rag Lagyo

રફી વિના ગુજરાતી સિનેમા અધૂરો છે

Image
ગુજરાતી સિનેમામાં તેમણે એ સમયે પોતાનું સ્થાન બનાવ્યું જ્યારે મુકેશ, મન્ના ડે, મહેન્દ્ર કપૂર છવાયેલા હતા ગુજરાતી સિનેજગતમાં ગુજરાતીઓ સહિત અનેક નોન-ગુજરાતી કલાકારો અઢળક યોગદાન આપતા આવ્યા છે. આ યોગદાન એવું તો અદ્ભૂત હતું કે જે-તે કલાકાર ગુજરાતી ન હોવા છતાં ગુજરાતી તરીકે જ ઓળખાઈ આવે. ગુજરાતી સિનેજગતના સંગીતના પાસાને ધ્યાનમાં રાખીને વાત કરીયે તો મોહમ્મદ રફી એવા જ એક અવ્વલ કક્ષાના ગાયક કલાકાર તરીકે ઉભરાઈ આવે છે, જેમને આમ તો કોઈ ઓળખની જરૂરત નથી પણ તેમના વિના ગુજરાતી સિનેમાજગત જરૂરથી અધૂરુ કહી શકાય.  ગાયકીના બાદશાહ કહી શકાય એવા મહમ્મદ રફીની હાલમાં 31 મી જુલાઈના રોજ પુણ્યતિથી હતી. 1941માં પોતાની ગાયકીની શરૂઆત કરનાર ‘ફીકો’ (આ તેમનું પેટ નેમ હતું) એટલે કે રફીએ 1945માં કે. અમરનાથ દ્વારા દિગ્દર્શીત અને નૂરજહાં, દુર્ગા ખોટે તેમ જ નાઝીર અભિનીત ફિલ્મ ‘ગાંવ કી ગોરી’ થી પ્લેબેક સિંગીંગ શરૂ કરી હતી અને આ ગીતને રફીનું પહેલું હિન્દીભાષી ગીત ગણવામાં આવે છે. આ ફિલ્મના સંગીતકાર શ્યામ સુંદર હતા. આ પહેલા 1944 માં નૌશાદના નેજા હેઠળ રફી ફિલ્મ ‘પહેલે આપ’ ફિલ્મ માટે શ્યામ સુંદર, અલ્લાઉદ્દીન અને અન્...