Posts

Showing posts with the label Audience Reaction

ફિલ્મને સફળ બનાવે છે ટેક્નોલોજી અને સ્વીકારવૃત્તિ

Image
એક સમયે પુરૂષ પ્રધાન સમાજની માન્યતાઓ તોડી ‘કંકુ’ વિશ્વકક્ષાએ ખ્યાતિ મેળવવામાં સફળ રહી અને બીજી બાજુ ‘ડેની જીગર’ જેવી સ્પૂફ ફિલ્મ લેટેસ્ટ ટેક્નોલોજી હોવા છતાં ગુજરાતી પ્રજાને હજમ ન થઈ સ્વાભાવિકપણે ગુજરાતી સિનેજગત આજે એવી ફિલ્મો બની રહી છે જે આજના યુવાવર્ગને આકર્ષે. હીરોની બે બાઇક પર પગ રાખીને એન્ટ્રી કરવાના કિસ્સા 90ના દાયકામાં ગયા. આજે ફિલ્મની વાર્તા મુજબ ફિલ્મના નાયકની મોટા પડદા પર એન્ટ્રી નક્કી થાય છે અને જો ‘ડેની જીગર’ જેવી કોઈ સ્પૂફ ફિલ્મ હોય કે એક્શન ફિલ્મ હોય તો ટેક્નોલોજી વિના હીરો કે વિલનની ભવ્ય એન્ટ્રી કે અન્ય કોઈપણ સિકવન્સ બતાવવા સંભવ જ નથી.  આપણે હોલીવુડની ફિલ્મોમાં આર્નોલ્ડ શ્વાર્ઝેનેગર, જેકી ચેન, વિન ડીઝલ જેવા અનેક એક્ટરને એક મોટી બિલ્ડીંગથી બીજી બિલ્ડીંગ પર કૂદતા, મહાસાગરોમાં તરતા, જ્વાળામુખીથી કે ડાયનાસોન, એનાકોન્ડા જેવા વિકરાળ જીવથી બચીને ભાગતા જોયા છે. દેખાવમાં આપણને આ તમામ ફિલ્મો રોચક લાગે છે પણ એ માટે એની પાછળ ડિરેક્ટરની દૂરંદેશી, એડિટિંગ અને ખાસ તો ટેક્નોલોજીનો કમાલ હોય છે. વળી, ત્યાંની ફિલ્મોનું બજેટ પણ આપણી બોલીવૂડની ફિલ્મોના બોક્સ ઓફિસ કલેક્શન કર...