કેટલાને પાછળ પાડશે આ ‘ઝમકુડી’
માનસી પારેખની 20204ની રિલીઝ થયેલી આ બીજી ફિલ્મથી સોશ્યિલ મીડિયા ઇન્ફ્લુએન્સર વિરાજ ઘેલાણી ઢોલીવુડમાં ડેબ્યુ કરી રહ્યો છે અને એ દર્શકોને કેટલી ગમે છે એ તો આવનારા દિવસોમાં ખબર પડશે આવનારા દિવસોમાં ગુજરાતી સિનેમામાં કેટલીક ધમાકેદાર ફિલ્મો આવી રહી છે. આ ધમાકેદાર ફિલ્મોની લિસ્ટમાંની એક ફિલ્મ આજે થિયેટર્સમાં રિલીઝ થઈ ચૂકી છે જેનું નામ છે ‘ઝમકુડી’. માનસી પારેખ અને પાર્થિવ ગોહિલની માલિકીના સોલ સૂત્ર સ્ટુડિયોઝે ધવલ ઠક્કર સાથે મળીને પ્રોડ્યુસ કરેલી આ એક હોરર કોમેડી ફિલ્મ છે જેનું ડિરેક્શન ઉમંગ વ્યાસે કર્યું છે. ‘ઝમકુડી’ ની વાત કરીયે તો આ ફિલ્મમાં મા નસી પારેખ સાથે લીડ રોલમાં સોશ્યિલ મીડિયા ઇન્ફ્લુએન્સર વિરાજ ઘેલાણીએ અભિનય કર્યો છે, જોકે વિરાજની આ ડેબ્યુ ગુજરાતી ફિલ્મ છે. માનસી અને વિરાજની સાથે ફિલ્મમાં કોમેડીનો ફ્લેવર ઉમેરવા માટે સંજય ગોરડિયા, ઓજસ રાવલ, ચેતન દૈયા, જયેશ મોરે, સંજય ગલસાર સહિત ભાવિની જાની, નિસર્ગ ત્રિવેદી અને અન્ય કલાકારો જોવા મળશે. તાજેતરમાં સ્વર્ગસ્થ થયેલા જામનગરના યુવા કલાકાર ભૌમિક આહિરની આ છેલ્લી ફિલ્મ છે. આ પહેલા તે ‘વિકીડાનો વરઘોડો’ જેવી ફિલ્મો અને અનેક નાટક...