Posts

Showing posts with the label Danny Jigar

વર્ષ 2024 ઢોલીવૂડ માટે કેવું રહ્યું??

Image
કુલ 73 માંથી આંગણીના વેઢે ગણી શકાય એટલી ફિલ્મો સફળતાના શિખરો સર કરી શકી હતી. ઢોલીવૂડ માટે વર્ષ 2024 નું સરવૈયું કાઢવા બેસીયે તો ખબર પડશે કે આ વર્ષે ઢોલીવૂડને લગતા અનેક નવા રેકોર્ડ્સ બન્યા છે અને ખૂબ નવી વાર્તાઓ સાથે ફિલ્મો બનાવવામાં આવી છે. ફિલ્મની સફળતા અને નિષ્ફળતાને બાદ કરતા ઢોલીવૂડ માટે એ સારી વાત છે કે ન માત્ર 2024 માં પણ 2023 માં પણ અનેક નવા વિષયો સાથે ફિલ્મો બની હતી જે દર્શકોને આકર્ષવામાં સફળ રહી હતી. વર્ષ 2024 માં કુલ 73 ગુજરાતી ફિલ્મો રિલીઝ કરવામાં આવી હતી.                       જાન્યુઆરી 2024 ની શરૂઆત યશ સોનીની ‘ડેની જીગર’ નામની ફિલ્મથી થઈ હતી. આ એક સ્પૂફ ફિલ્મ હતી જે ગુજરાતી સિને જગતમાં પહેલીવાર બનાવવામાં આવી હતી. જોકે દર્શકોનો ફેવરેટ યશ સોની આ ફિલ્મમાં હોવા છતાં ફિલ્મ ફ્લોપ સાબિત થઈ હતી અને ફિલ્મમેકર્સે રાજીખુશીથી દર્શકોના આ નિર્ણયને સ્વીકાર્યો હતો. જોકે આ જ મહિનામાં માનસી પારેખ અને રોનક કામદારની સુપરહિટ ફિલ્મ ‘ઈટ્ટા-કિટ્ટા’ રિલીઝ થઈ હતી જે 2024 ની પહેલી સફળ ફિલ્મોમાં પોતાનું નામ સામેલ કરી શકી. આ ફ...

ફિલ્મને સફળ બનાવે છે ટેક્નોલોજી અને સ્વીકારવૃત્તિ

Image
એક સમયે પુરૂષ પ્રધાન સમાજની માન્યતાઓ તોડી ‘કંકુ’ વિશ્વકક્ષાએ ખ્યાતિ મેળવવામાં સફળ રહી અને બીજી બાજુ ‘ડેની જીગર’ જેવી સ્પૂફ ફિલ્મ લેટેસ્ટ ટેક્નોલોજી હોવા છતાં ગુજરાતી પ્રજાને હજમ ન થઈ સ્વાભાવિકપણે ગુજરાતી સિનેજગત આજે એવી ફિલ્મો બની રહી છે જે આજના યુવાવર્ગને આકર્ષે. હીરોની બે બાઇક પર પગ રાખીને એન્ટ્રી કરવાના કિસ્સા 90ના દાયકામાં ગયા. આજે ફિલ્મની વાર્તા મુજબ ફિલ્મના નાયકની મોટા પડદા પર એન્ટ્રી નક્કી થાય છે અને જો ‘ડેની જીગર’ જેવી કોઈ સ્પૂફ ફિલ્મ હોય કે એક્શન ફિલ્મ હોય તો ટેક્નોલોજી વિના હીરો કે વિલનની ભવ્ય એન્ટ્રી કે અન્ય કોઈપણ સિકવન્સ બતાવવા સંભવ જ નથી.  આપણે હોલીવુડની ફિલ્મોમાં આર્નોલ્ડ શ્વાર્ઝેનેગર, જેકી ચેન, વિન ડીઝલ જેવા અનેક એક્ટરને એક મોટી બિલ્ડીંગથી બીજી બિલ્ડીંગ પર કૂદતા, મહાસાગરોમાં તરતા, જ્વાળામુખીથી કે ડાયનાસોન, એનાકોન્ડા જેવા વિકરાળ જીવથી બચીને ભાગતા જોયા છે. દેખાવમાં આપણને આ તમામ ફિલ્મો રોચક લાગે છે પણ એ માટે એની પાછળ ડિરેક્ટરની દૂરંદેશી, એડિટિંગ અને ખાસ તો ટેક્નોલોજીનો કમાલ હોય છે. વળી, ત્યાંની ફિલ્મોનું બજેટ પણ આપણી બોલીવૂડની ફિલ્મોના બોક્સ ઓફિસ કલેક્શન કર...

શું તમે સ્પૂફ ફિલ્મ વિશે કંઈ સાંભળ્યું છે?

Image
ગયા શુક્રવારે રિલીઝ થયેલી ગુજરાતી ફિલ્મ ડેની જીગર ઢોલીવુડની પહેલી વહેલી સ્પૂફ ફિલ્મ છે, જોકે આ ફિલ્મ લોકોને પંસદ આવી કે નહીં એ પ્રશ્ન ગૌણ છે પણ મહત્વની વાત એ છે કે ડિરેક્ટરે અહીં એક અનોખો અખતરો જ કર્યો છે   વર્ષ 2024ની શરૂઆતમાં કૃષ્ણદેવ યાજ્ઞિક ડેની જીગર નામની ફિલ્મ લઈને આવ્યા છે. ફિલ્મમાં ડેની જીગરના પાત્રને ન્યાય આપે છે યશ સોની અને તેની એક્ટ્રેસ છે તર્જની ભાડલા. વિલન કેટેગરીના લીડર છે પ્રેમ ગઢવી અને તેના માટે કામ કરે છે ઓમ ભટ્ટ, રાહુલ રાવલ અને હીરલ પુનીવાલા. ફિલ્મની વાર્તા એકદમ સાધારણ. ફિલ્મના ગીત ચીકીન ધા અને ટાઇટલ સોન્ગને સારી રીતે પ્રમોટ કરવામાં આવ્યું હતું. તેમ છતાં આ અતિસાધારણ એવી ફિલ્મમાં એવું તે શું છે કે ડિરેક્ટર કૃષ્ણદેવ યાજ્ઞિક આવી સામાન્ય ગણાતી સ્ટોરી બનાવવા પાછળ મહેનત કરે ? દોસ્તો, ફિલ્મ મેકિંગની પ્રોસેસ જ્યારે પણ શરૂ કરાતી હોય છે ત્યારે અનેક પરિબળો પર વિચાર વિમર્શ કરવામાં આવે છે. નફા-નુકસાનની ગણતરી કરવામાં આવે છે. કયો એક્ટર, કયા કેરેક્ટર માટે ફીટ બેસે છે , ફિલ્મની સ્ક્રીપ્ટમાં કેટલા અને કેવા ટર્ન એન્ડ ટ્વીસ્ટ છે જે ઓડિયન્સને જકડી રાખવામાં મદદ કરશે....