ટેક્નોલોજીના આધારે નક્કી થતા સ્પેશિયલ લગન એટલે ‘લગન સ્પેશિયલ’
પ્રોડ્યુસર તરીકે મલ્હાર ઠાકરની આ પહેલી ફિલ્મમાં લગનવાળા ઘરમાં થતી માથાકૂટ, રાજીપો, ઉત્સાહ, થાક અને દરેક પ્રકારની લાગણીઓ માણવા મળશે લગનની સિઝન ચાલી રહી હોય અને એવામાં એક એવી ફિલ્મ આવે જેમાં લગનની જ વાત હોય તો એ ફિલ્મને ઓડિયન્સ વધાવી જ લેવાની. મલ્હાર ઠાકર અને પૂજા જોશીની જોડી ગુજરાતી ઓડિયન્સની મનપસંદ ઢોલીવુડ જોડીમાંની એક છે અને આ જોડીની ફિલ્મ ‘લગન સ્પેશિયલ’ આજે નવમી ફેબ્રુઆરીના રોજ સિનેમાઘરોમાં આવી ચૂકી છે. મલ્હાર ઠાકર અને પૂજા જોશી સાથે ફિલ્મ ‘ લગન સ્પેશિયલ ’ માં મિત્ર ગઢવી, રાગી જાની, કલ્પના ગાગડેકર, અર્ચન ત્રિવેદી, વૈભવી ભટ્ટ, ફિરોઝ ઈરાની, રૂપા મહેતા, નિજલ મોદી, રાહુલ રાવલ, ઉજ્જવલ દવે જેવા ખ્યાતનામ કલાકો જોવા મળશે. ફિલ્મ ‘લગન સ્પેશિયલ’ની વાત કરીયે તો આ ફિલ્મની વાર્તા લગનની તૈયારીઓથી શરૂ થાય છે જેમાં પોતે ઘણી છોકરીઓને રિજેક્ટ કર્યા બાદ અને ઘણી છોકરીઓથી રિજેક્ટ થયા બાદ ફાઇનલી શેખર મહેતા (મલ્હાર)ના લગન સુમન પરીખ (પૂજા) સાથે નક્કી થાય છે. પોતાના લગન માટે શેખર ઘણો ઉત્સુક છે અને દુનિયાને પોતાની આ સફળતા બતાવવા બેફામ ખર્ચા કરવા પણ તૈયાર છે. જ્યારે સુમન શેખરના આ ફાલતુ ખર્ચ...