Posts

Showing posts with the label Kanan Kaushal

‘જીગર અને અમી’ એટલે વાર્તા અને ગીત-સંગીતની સુપરહિટ જુગલબંદી

Image
લાગણીઓના દરિયામાં તરબતોડ કરી દેતી આ ફિલ્મે ઢોલીવુડમાં સંજીવ કુમારની ફેન ફોલોઇંગ વધારી દીધી અને ચાર વર્ષનો વનવાસ જાણે ક્ષણભરમાં ભૂલાવી દીધો મનહર રસકપૂરની 1966માં ‘કલાપી’ ફિલ્મ રિલીઝ થયા બાદ ગુજરાતી અભિનેતા તરીકે સંજીવ કુમારની છાપ વધારે વખણાવા લાગી હતી. તેમ છતાં તેમની બીજી ગુજરાતી ફિલ્મ જોવા ચાહકોએ ચાર વર્ષનો ઇંતેજાર કરવો પડ્યો હતો. સંજીવ કુમારની આ બીજી ગુજરાતી ફિલ્મની વાત કરતાં પહેલા એ જાણી લઈએ 1966થી 1970 સુધી તેમની કઈ કઈ ફિલ્મોએ રિલીઝ થઈ.    1966માં ‘કલાપી’ ફિલ્મ રિલીઝ થયા બાદ એ જ વર્ષે સંજીવ કુમારની ‘હુસ્ન ઔર ઈશ્ક’ અને ‘બાદલ’ એમ બે હિન્દી ફિલ્મો રિલીઝ થઈ હતી. 1967માં ‘આયેગા આનેવાલા’, ‘નૌનિહાલ’, ‘ગુનેહગાર’, અને ‘છોટી સી મુલાકાત’ એમ ચાર ફિલ્મો રિલીઝ થઈ હતી જ્યારે 1968માં ‘સંઘર્ષ’, ‘શિખર’, ‘રાજા ઔર રંક’, ‘અનોખી રાત’, ‘આશીર્વાદ’ સહિત કુલ 10 ફિલ્મો તેમણે આપી હતી. 1969નું વર્ષ સંજીવ કુમાર માટે વધારે સફળ રહ્યું કેમ કે એ વર્ષે તેમણે ‘બંધન’, ‘ઉસ રાત કે બાદ’, ‘સચ્ચાઈ’, ‘જીને કી રાહ’, ‘ધરતી કહે પુકાર કે’, ‘ચંદા ઔર બિજલી’ જેવી 11 ફિલ્મો કરી જેમાંની બે-એક ફિલ્મોમાં તેમણે મહે...