કરાવે ધાર્યા કામ ને અંતે ‘રમત રમાડે રામ’
સંજીવ કુમારની આ સુપરડુપર હિટ ફિલ્મે ગુજરાતી સિને જગત પર એક એવી છાપ છોડી છે જે આજની તારીખે પણ અકબંધ છે ગુજરાતી સિનેજગતમાં સંજીવ કુમારની શરૂઆતની બે ફિલ્મ એટલે કે ‘કલાપી’ (1966) અને ‘જીગર અને અમી’ (1970) માં રિલીઝ થયા બાદ તેમની ત્રીજી ગુજરાતી ફિલ્મ ‘રમત રમાડે રામ’ 1975 માં રિલીઝ થઈ હતી. આ ફિલ્મની રિલીઝ અંગે મોટાભાગે એમ કહેવામાં આવે છે કે ફિલ્મ ‘રમત રમાડે રામ’ 1975 માં નહીં પણ 1964 માં રિલીઝ થઈ હતી પણ લેખની શરૂઆતમાં આ વાતની સ્પષ્ટતા કરી દેવી ઘટે છે કે સુહાગ ચિત્ર દ્વારા રજૂ કરાયેલી ફિલ્મ ‘રમત રમાડે રામ’ 1975ની 17 મી સપ્ટેમ્બરે રિલીઝ થઈ હતી. ફિલ્મના સેન્સર બોર્ડ સર્ટિફિકેટમાં પણ આપણને આ તારીખ નોંધાયેલી જોવા મળે છે. ફિલ્મ ‘રમત રમાડે રામ’ એક ઉમદા વાર્તા અને કલાકારોથી ભરપૂર સુપરહિટ ફિલ્મ રહી હતી. સંજીવ કુમાર સાથે મુખ્ય અદાકારા હતી પદ્મારાણી જેમણે એકસાથે ‘કલાપી’ ફિલ્મમાં પણ કામ કર્યું હતું. આ ઉપરાંત ફિલ્મની મુખ્ય જોડી હતી તરલા મહેતા, મહેશ કુમાર અને અરવિંદ પંડ્યાની. આ પાંચ મુખ્ય કલાકારો ઉપરાંત ફિલ્મમાં વનલતા મહેતા, વિષ્ણુકુમાર વ્યાસ, આશુતોષ શાસ્ત્રી, ડી.એસ. મહેતા, ચંપકલાલજી, ...