Posts

Showing posts with the label Vijaygiri Bawa

ઢોલીવૂડનો ટર્નિંગ પોઇન્ટ બની રહેશે ‘કસૂંબો’

Image
જ્યાં ગુજરાતી ફિલ્મ નિર્માતા, નિર્દેશક, કોમેડી, ફેમિલી ડ્રામા જેવી ફિલ્મો બનાવી ઓડિયન્સને ગમતું પીરસે છે ત્યાં વિજયગીરી બાવાએ એ જ ઓડિયન્સને નવી ઐતિહા સિ ક વાર્તા પીરસી છે વર્ષ 2024ની મોસ્ટ અવેઇટેડ ફિલ્મ એટલે વિજયગીરી ફિલ્મોસની મલ્ટીસ્ટારર ઐતિહાસિક ફિલ્મ ‘ કસૂંબો ’ આજે સિનેમાગૃહમાં આવી ચૂકી છે. આ ફિલ્મ બનાવવા માટે નિર્માતાઓ છેલ્લા પાંચેક વર્ષથી મહેનત કરી રહ્યા હતા અને રિઝલ્ટ આજે સામે આવ્યું છે. જોકે વચમાં કોરોના કાળ આવી જતા આ ફિલ્મને થોડા સમય માટે બાજુમાં મૂકવી પડી હતી પણ ગયા વર્ષે જાન્યુઆરીમાં જાહેરાત કરવામાં આવી હતી કે વિજયગીરી બાવા ગુજરાતી સિનેમાજગતમાં એક ઐતિહાસિક વાર્તા લઈને આવી રહ્યા છે, જેની સાથે અંદાજે 1000થી પણ વધારે લોકોનું નસીબ જોડાયેલું છે. વિજયગીરી બાવાનો આ ડ્રીમ પ્રોજેક્ટ એટલે શૌર્ય , સમર્પણ અને સનાતનની વાત કરતી ફિલ્મ ‘કસૂંબો’. ફિલ્મ ‘કસૂંબો’ એક એવી શૌર્યગાથા છે જે ઈતિહાસના પાનામાં ગુમનામ થઈ ચૂકી હતી. વિમલકુમાર ધામીની નવલકથા ‘અમર બલિદાન’ પરથી તૈયાર થયેલી ફિલ્મ ‘કસૂંબો’ એ 51 બારોટોના અમર બલિદાનની અમર ગાથા છે જેમણે દાદુ બારોટની સુકાની હેઠળ સનાતનની રક્ષા કરી અલ્લાઉદ્દીન ખિલજ...