જાણવા જેવી નહીં પણ જીવવા જેવી વાર્તા એટલે મારા પપ્પા સુપરહીરો
દમદાર ડાયલોગ્સ, ડિરેક્શન અને વાસ્તવિકતાને સહજતાથી દર્શાવતી આ વાર્તા ઇન્ટરનૅશનલ લેવલે પોંખાઈ ચૂકી છે જેને એકવાર તો સહપરિવાર સાથે જરૂરથી જોવી જોઈએ કહેવાય છે કે બાળકના જીવનમાં તેનો સૌથી પહેલો દોસ્તાર તેનો ફાધર, તેના પપ્પા હોય છે. આ પિતા પોતાની સંતાન માટે જાણતા-અજાણતા કેટલીય મહેનત કરતો હોય છે. પોતાનું બાળક સમાજમાં કે દુનિયામાં કોઈનાથી પાછળ ન રહી જાય એ માટે તેને રાત-દિવસ તૈયાર કરવાની મથામણ એક પિતા જ કરતો હોય છે. બાળકની દરેક માંગણી પૂરી કરવામાં એક પિતા પોતાની જાત ન્યોછાવર કરી નાખતો હોય છે અને કદાચ એટલે જ એક પિતા પોતાની સંતાન માટે સુપરહીરો હોય છે. આવા જ એક અદ્ભૂત વિષય પર 19મી જાન્યુઆરી એક ફિલ્મ રિલીઝ થઈ જેનું નામ છે “ મારા પપ્પા સુપરહીરો ” . ફિલ્મનના કલાકાર છે અભિયન બેન્કર જેઓ આપણને ફિલ્મ “ રેવા ” માં બિત્તુ-બંગાના યાદગાર પાત્રમાં જોવા મળ્યા હતા. તેમની સાથે છે “ હેલ્લારો ” ફેમ શ્રદ્ધા ડાંગર અને બાળ કલાકાર ભવ્યા સિરોહી. આ ઉપરાંત ભૂષણ ભટ્ટ, ભરત ઠક્કર , પ્રિયંકા રાજા, જાનુશી ઓઝા અને મલ્લિકા સારાભાઈના પુત્ર તથા ભરતનાટ્યમ ડાન્સર રેવંતા સારાભાઈ મુખ્ય પાત્રમાં આપણને જોવા મળે છે. ફિલ્મ...