Posts

Showing posts with the label Valentines Day

‘લગન લાગી રે’ આજથી સિનેમાઘરોમાં

Image
મલ્હાર-આરોહીની જોડી ત્રણ વર્ષ બાદ રૂપેરી પડદે પાછી ફરી ગયા વર્ષે એવી ઘણી ફિલ્મો હતી જે રિલીઝ થવાની હતી પણ કોઈકના કોઈક કારણોસર એ રિલીઝ થઈ શકી ન હતી અને હવે એ ફિલ્મો રિલીઝ થઈ રહી છે, ‘લગન લાગી રે’ પણ એમાંની જ એક ફિલ્મ છે જે આજે સિનેમાઘરોમાં આવી ચૂકી છે.  ‘લગન લાગી રે’  ફિલ્મ દ્વારા મલ્હાર ઠાકર, આરોહી પટેલ અને તત્સત મુનશીની જોડી ફરીપાછી રૂપેરી પડદે જોવા મળશે. આ પહેલા તેઓ 2022 માં આવેલી ફિલ્મ ‘ઓમ મંગલમ સિંગલમ’ માં એકસાથે દેખાયા હતા. ‘ઓમ મંગલમ સિંગલમ’ બાદ ત્રણેય એક્ટરોની અલગ અલગ સ્વતંત્ર ફિલ્મો રિલીઝ થઈ હતી અને દર્શકોને ગમી હતી પણ ‘લગન લાગી રે’ થકી મલ્હાર-આરોહીની જોડીને મોટા પડદા પર જોવા ગુજરાતી પ્રજા ઘણી આતુર હતી. 2025 ના છેલ્લા મહિનામાં આ ફિલ્મ રિલીઝ થશે એવી સંભાવના જોવા મળી હતી પણ એ સમયે ફિલ્મનું પોસ્ટ પ્રોડક્શનનું કામ ચાલી રહ્યું હોવાને લીધે તથા ‘લાલો’ ની સફળતાને ધ્યાનમાં રાખીને ફિલ્મની રિલીઝ મોકૂફ કરવામાં આવી હતી. મલ્હાર, આરોહી અને તત્સત ઉપરાંત ફિલ્મમાં વેદિકા કૌલ વ્યાસ, આરતી પટેલ, રાગી જાની, હેમાંગ દવે, નિસર્ગ ત્રિવેદી અને મનીષા ત્રિવેદી પણ જોવા મળશે. ‘લગન લાગી રે’ ની વાત કરી...

ગુજરાતી ફિલ્મોનું વેલેન્ટાઇન બદલાઈ રહ્યું છે

Image
‘જીગર અને અમી’થી માંડી ‘21 મુ ટિફીન’ જેવી ફિલ્મોમાં પ્રેમની ભિન્ન ભિન્ન ભાષા જોવા અને માણવા મળી છે પ્રેમની ભાષા વ્યક્ત કરવાની દરેક સમાજ, દરેક વર્ગની એક અલગ ખાસિયત હોય છે અને સમય જતાં એમાં ફેરફાર પણ જોવા મળે છે. પહેલાની ગુજરાતી ફિલ્મોમાં પ્રેમ, પ્રણય વ્યક્ત કરવાની એક રીત, અલગ પદ્ધતિનો વપરાશ કરવામાં આવતો હતો અને આજની તારીખમાં, એ જ પ્રેમની વ્યાખ્યા બદલાઈ ચૂકી છે. વેલેન્ટાઇનને એટલે કે પ્રેમના પર્યાયવાચીને વ્યક્ત કરવા માટે ફિલ્મમેકર્સ અલગ અલગ પદ્ધતિનો ઉપયોગ કરે છે. ફિલ્મની વાર્તાને અનુરૂપ પ્રેમની વ્યાખ્યા નક્કી કરવામાં આવે છે, અને એને દર્શકો સામે મોટા પડદા પર રજૂ કરવામાં આવે છે. ફિલ્મની વાર્તાની વાત કરીયે તો હીરોઇનને મેળામાં મળતો હીરો, હીરોઇનની નાતનો ન હોવાથી કે તેના ભાઈ-બાપ સાથે બે પેઢી જૂનો કટ્ટર મતભેદ હોવાથી પોતાના પ્રેમને હાંસલ કરવા માટે લડે છે, ખૂન-ખરાબા કરે છે. તો ક્યારેક પોતાના પ્રેમીથી પતિ બનેલા પ્રિયવરના જીવને બચાવવા પ્રેમીકા પોતે જાત-જાતના ઉપવાસ, જાત-જાતના વ્રત કરે છે અને સમાજ તથા પરિવાર સામે બાથ ભીડે છે.  મધુરજની (આ શબ્દ આજની પેઢીએ ભાગ્યે જ સાંભળ્યો હશે – એટલે કે...