નવા વર્ષના પહેલા મહિનામાં રીલીઝ થશે સાત ગુજરાતી ફિલ્મો
મહિલા પ્રધાનથી માંડીને હોરર કોમેડી અને એક્શન થ્રિલર ફિલ્મ્સનો આનંદ માણવા મળશે આ પહેલા જ મહિનામાં વર્ષ 2024માં કુલ 73 ફિલ્મો રિલીઝ થઈ હોવાની વાત આપણે પાછલા લેખમાં કરી હતી અને હવે નવા વર્ષ 2025 ના પહેલા જ મહિનામાં બે-ત્રણ નહીં પણ કુલ સાત અલગ અલગ પ્રકારની ફિલ્મો રિલીઝ થવાની છે. આ સાત ફિલ્મોમાંથી કુલ ચાર ફિલ્મ શરૂઆતના બે અઠવાડિયામાં જ રિલીઝ થશે એટલે કે ત્રીજી અને દસમી જાન્યુઆરીએ બે-બે ફિલ્મો વચ્ચે ક્લેશ થવા જઈ રહ્યો છે. સૌથી પહેલા વાત કરીયે તો વિશાલ વાડા વાલા ગયા વર્ષે ‘સમંદર’ અને ‘રામ ભરોસે’ જેવી ફિલ્મો લઈને આવ્યા હતા તેઓ આ વર્ષે તેમની બહુચર્ચિત ફિલ્મ ‘વિક્ટર 303’ લઈને આવ્યા છે જે આજે સિનેમા ઘરોમાં આવી ચૂકી છે. આ ફિલ્મમાં જગજીતસિંહ વઢેર, અંજલી બારોટ, અલીશા પ્રજાપતિ, ચેતન ધાનાણી, બિમલ ત્રિવેદી, નક્ષરાજ, અભિનય બેન્કર, કિશન ગઢવી, મયૂર સોનેજી જેવા અનેક કલાકારો જોવા મળશે. ‘સમંદર’ ની જેમ આ ફિલ્મ પણ એક્શન થ્રિલરનો અનુભવ કરાવશે, જેમાં ફરી એકવાર સંગીતની જવાબદારી કેદાર-ભાર્ગવે સંભાળી છે. ‘વિક્ટર 303’ સાથે એક અલગ પ્રકારનો વિષય લઈને દીક્ષા જોશી અને જયેશ મોરે અભિનીત ફિલ્...