Posts

Showing posts with the label Gujarati Cinema

આવતા ત્રણ મહિનામાં રિલીઝ થનારી ફિલ્મો જાણી લો

Image
કોમેડી સાથે એક્શન ડ્રામા લઈને આવ્યો છે આ મહિનો જેમાં 21 વર્ષ બાદ રી-રિલીઝ થશે એક ફિલ્મ વર્ષના શરૂઆતના છ મહિનામાં ગુજરાતી સિનેમા જગતમાં અંદાજે 50 જેટલી ફિલ્મો રિલીઝ થઈ ચૂકી છે અને હવે આવનારા છ મહિનામાં હજુ અનેક ફિલ્મો રિલીઝ થવા જઈ રહી છે.  જુલાઈ મહિનાના ચાર અઠવાડિયામાં છ ફિલ્મ રિલીઝ થવાની છે એમાં પહેલા અઠવાડિયામાં જ એટલે કે આજે ત્રીજી જુલાઈએ બે ફિલ્મ રિલીઝ થઈ ચૂકી છે. પહેલી ફિલ્મ 'કર્માનું રહસ્યમ' એ ક્રાઈમ ફિલ્મ છે જે આસિફ સિલાવતે ડિરેક્ટ કરી છે. આ ફિલ્મમાં ઉત્સવ નાયક અને સપના વ્યાસ, મુખ્ય ભૂમિકામાં જોવા મળશે જ્યારે તેમની સાથે અરવિંદ વેગડા, બંસી રાજપુત, મકરંદ શુક્લા અને ખુદ આસિફ સિલાવત અભિનય કરતા જોવા મળશે. આ ફિલ્મ સાથે 'અઘરું છે યાર' નામની ડ્રામા ફિલ્મ રિલીઝ થશે જે તપન પટેલે ડિરેકટ કરી છે. આ ફિલ્મમાં જયદીપ ગાંગાણી તથા ઉર્વશી ચૌહાણ, મેહુલ બુચ, ઓમ ભટ્ટ અને અન્ય કલાકારો જોવા મળશે. આ ઉપરાંત બીજા અઠવાડિયામાં 'રંગા' અને 'શાતિર' નામની બે ક્રાઈમ ફિલ્મ રિલીઝ થશે જે અનુક્રમે શ્રીકાંત ચૌધરી અને રૂપીન શાહે ડિરેકટ કરી છે. આ બે અઠવાડિયા બાદ થોડી હલકી ફુલકી કોમેડી ફિલ્...

ફિલ્મોની સફળતા-નિષ્ફળતાના માપદંડ કોણ નક્કી કરે છે?

Image
માત્ર બોક્સ ઓફિસ કલેક્શનના આધારે ફિલ્મની સફળતા-નિષ્ફળતા નિર્ધારીત કરવી કેટલી યોગ્ય ? ફિલ્મ કોઈપણ ભાષાની હોય, રિલીઝ થયા બાદ તેને ફ્લોપ, સુપર ફ્લોપ, હિટ, સુપરહિટ અથવા બ્લોક બસ્ટર જેવા વિશેષણ લગાડીને જગજાહેર કરવામાં આવે છે. સ્વાભાવિક છે કે આવા વિશેષણ મોટાભાગે તેના બોક્સ ઓફિસ કલેક્શન પર આધારિત હોય છે અને આ વિશેષણો જ છે, જે દર્શકોની માનસિકતાને, તેમના ગમા-અણગમાને જાહેર કરે છે. તેમ છતાં એક સવાલ સામાન્ય નાગરિકના મનમાં હંમેશા થતો હોય છે કે એક ફિલ્મની સફળતા કે નિષ્ફળતાના માપદંડ શું હોઈ શકે છે અથવા તો એ જે-તે માપદંડ નક્કી કોણ કરે છે? આપણા ગુજરાતીમાં એક કહેવત છે કે તાળી એક હાથ નથી વાગતી. ફિલ્મોની સફળતા અને નિષ્ફળતાના માપદંડનું પણ કંઈક આવું જ છે. સૌથી પાયાની વાત કરીએ તો એક ફિલ્મ જ્યારે રિલીઝ થાય છે ત્યારે શરૂઆતના કેટલાક અઠવાડિયામાં તે બોક્સ ઓફિસ પર કેટલું કલેક્શન કરે છે એના પર આપણા સૌ કોઈની નજર રહેતી હોય છે અને એ આંકડાને ધ્યાનમાં રાખીને મોટાભાગે ફિલ્મની સફળતા કે નિષ્ફળતા નક્કી કરવામાં આવતી હોય છે. જોકે આ મુદ્દામાં એક એવી વિચારધારાનો પણ સમાવેશ થાય છે જે વાસ્તવમાં એક ફિલ્મને લોકો સુધી પહ...

ઢોલીવૂડની ફિલ્મો કેટલો વકરો કરે છે?

Image
સામાન્ય પ્રેક્ષક  વિચારતો જ હોય છે કે ઢગલાબંધ ગુજરાતી ફિલ્મો થિયેટર્સમાં આવે તો છે પણ શું ખરેખર એ કંઈ કમાણી-બમાણી કરે પણ છે ?? પ્રેક્ષકવર્ગ કોઈપણ હોય, એ સમાન્યપણે વિચારતો જ હોય છે કે જે ફિલ્મ જોવા તે 300-500 રૂપિયાની ટિકીટ ખરીદે છે એ ફિલ્મ તેને મનગમતું અને પૈસાવસૂલ એન્ટરટેઇનમેન્ટ પૂરુ પાડે. આજની તારીખમાં લગભગ દર અઠવાડિયે એકાદ ગુજરાતી ફિલ્મ રિલીઝ થઈ રહી છે. એટલે કે એક વર્ષમાં ગુજરાતી પ્રજા માટે અંદાજે 50-52 જેટલી ગુજરાતી ફિલ્મ, નવા ફ્લેવર, નવા વિષય સાથે રિલીઝ થઈ રહી છે. જોકે આ વાત ઢોલીવૂડ માટે સારી છે કેમ કે આ ફિલ્મોની રિલીઝ પરથી, તેને મળેલા પ્રેક્ષકોના પ્રતિસાદ પરથી જાણવા મળે છે ફિલ્મ દર્શકોને પસંદ આવી કે નહીં. સાથે-સાથે સામાન્ય પ્રેક્ષકના મનમાં એ પ્રશ્ન પણ અહીં ઉદ્ભવે છે કે આ ગુજરાતી ફિલ્મો રિલીઝ થતાં, થઈ તો જાય છે પણ શું ખરેખર એ કંઈ કમાણી કરી પણ શકે છે કે માત્ર એન્ટરટેઇનમેન્ટના નામ પર પૈસાનું પાણી કરવામાં આવે છે ? માત્ર ઢોલીવૂડ જ નહીં પણ બોલીવૂડ, ટોલીવૂડ અને હોલીવૂડની ફિલ્મોના પ્રેક્ષકને પણ આ સવાલ થવો વાજબી છે. માટે આજે આ સવાલના નિવારણરૂપે નજર નાખીયે એવી ગુજરાતી ફિલ્મો પર જેનો...