Posts

Showing posts with the label Raunaq Kamdar

હાથી સામે ઉંદરની લડાઈ એટલે 'ગેટ સેટ ગો'

Image
વાર્તા સામાન્ય હોવા છતાં દમદાર ડિરેક્શન, સિનેમેટોગ્રાફી, આ ફિલ્મને બે ડગલા આગળ લઈ જાય છે   હાથી સામે લડવા માટે હાથી બનવું પડે પણ ક્યારેક હાથી સામે લડીને જીતવા માટે ઉંદર પણ બની શકાય છે. ટૂંકમાં તમે કોની સામે લડો છો એ મહત્વનું નથી પણ કેવી રીતે લડો છો એ મહત્વનું છે અને આ જ વાત ગુજરાતી ફિલ્મ 'ગેટ સેટ ગો' માં દર્શાવવામાં આવી છે, જે આજે થિયેટરમાં રિલીઝ થઈ ચૂકી છે અને આ ફિલ્મમાં બોલીવુડના નામાંકિત અભિનેતા દીપક તિજોરી મહત્વની ભૂમિકામાં જોવા મળશે. ભૌમિક સંપટ અને જીનલ બેલાણીના વાલ્મીકિ પ્રોડક્શન હેઠળ બનેલી ફિલ્મ 'ગેટ સેટ ગો' માં દિપક તિજોરી (અરુણ ગોહિલ) ઉપરાંત ભૌમિક સંપટ (VD) , જીનલ બેલાણી (કાવ્યા ઠક્કર), રોનક કામદાર (ઇન્સ્પેક્ટર કાર્તિક), સંવેદના સુવાલ્કા (બ્રિન્દા ગોહિલ), શરદ શર્મા (જયંતિ કાકા), ઓમ ભટ્ટ (પરેશ), ધર્મેન્દ્ર ગોહિલ (જયરાજ મહેતા), મુનિ ઝા (પોલીસ કમિશનર જાડેજા) મુખ્ય ભૂમિકામાં જોવા મળશે જ્યારે સ્મિત જોષી, ભાવિની જાની, મોરલી પટેલ, પ્રેમલ યાગ્નિક, તથા ભવ્ય ગાંધી નાની પણ મહત્વની ભૂમિકામાં જોવા મળશે. ફિલ્મની વાર્તા, સંવાદ અને પટકથા જીનલ બેલાણીએ જ તૈયાર કરી છે. જ્યા...

ઢોલીવૂડનો ટર્નિંગ પોઇન્ટ બની રહેશે ‘કસૂંબો’

Image
જ્યાં ગુજરાતી ફિલ્મ નિર્માતા, નિર્દેશક, કોમેડી, ફેમિલી ડ્રામા જેવી ફિલ્મો બનાવી ઓડિયન્સને ગમતું પીરસે છે ત્યાં વિજયગીરી બાવાએ એ જ ઓડિયન્સને નવી ઐતિહા સિ ક વાર્તા પીરસી છે વર્ષ 2024ની મોસ્ટ અવેઇટેડ ફિલ્મ એટલે વિજયગીરી ફિલ્મોસની મલ્ટીસ્ટારર ઐતિહાસિક ફિલ્મ ‘ કસૂંબો ’ આજે સિનેમાગૃહમાં આવી ચૂકી છે. આ ફિલ્મ બનાવવા માટે નિર્માતાઓ છેલ્લા પાંચેક વર્ષથી મહેનત કરી રહ્યા હતા અને રિઝલ્ટ આજે સામે આવ્યું છે. જોકે વચમાં કોરોના કાળ આવી જતા આ ફિલ્મને થોડા સમય માટે બાજુમાં મૂકવી પડી હતી પણ ગયા વર્ષે જાન્યુઆરીમાં જાહેરાત કરવામાં આવી હતી કે વિજયગીરી બાવા ગુજરાતી સિનેમાજગતમાં એક ઐતિહાસિક વાર્તા લઈને આવી રહ્યા છે, જેની સાથે અંદાજે 1000થી પણ વધારે લોકોનું નસીબ જોડાયેલું છે. વિજયગીરી બાવાનો આ ડ્રીમ પ્રોજેક્ટ એટલે શૌર્ય , સમર્પણ અને સનાતનની વાત કરતી ફિલ્મ ‘કસૂંબો’. ફિલ્મ ‘કસૂંબો’ એક એવી શૌર્યગાથા છે જે ઈતિહાસના પાનામાં ગુમનામ થઈ ચૂકી હતી. વિમલકુમાર ધામીની નવલકથા ‘અમર બલિદાન’ પરથી તૈયાર થયેલી ફિલ્મ ‘કસૂંબો’ એ 51 બારોટોના અમર બલિદાનની અમર ગાથા છે જેમણે દાદુ બારોટની સુકાની હેઠળ સનાતનની રક્ષા કરી અલ્લાઉદ્દીન ખિલજ...

પેરન્ટિંગના ગુણ શીખવા હોય તો એકવાર ફિલ્મ ઇટ્ટા-કિટ્ટા જરૂરથી જોવા જજો

Image
મનોરંજનના આ શંભુમેળામાં બાળકોની જીદ છે , યુવા માતા-પિતાની ઘેલછા છે અને વડીલોની સલાહ તથા ઠપકો પણ છે જેને લીધે આ ફિલ્મ સહપરિવાર ચોક્કસ માણવા લાયક બને છે ઓહોહોહો... આજે તો આપણે જે ફિલ્મની વાત કરવી છે એની શરૂઆત જ ક્યાંથી કરૂં એ ખબર નથી પડતી. 2024માં ઢોલીવુડનું શુભારંભ એક અદ્ભૂત કહી શકાય એવા વિષય સાથે આજે થયું છે. જે ફિલ્મની આપણે વાત કરવી છે એ એક એવી ફિલ્મ છે જે નાના બાળકોથી માંડી દાદા-દાદી એટલે કે આબાલવૃદ્ધ સૌ કોઈ એકસાથે બેસીને જોઈ શકે છે. આ ફેમિલી ઇન્ટરટેઇનીંગ ફિલ્મ છે ‘ ઇટ્ટા-કિટ્ટા ’ જે આજે સિનેમાઘરોમાં આવી ચૂકી છે અને જો ખરું પેરન્ટિંગ શીખવું હોય તો આ ફિલ્મ જરૂરથી જોવી જોઈએ. ફિલ્મ ઇટ્ટા-કિટ્ટામાં મુખ્ય ભૂમિકામાં છે રોનક કામદાર, માનસી પારેખ ગોહિલ, અલ્પના બુચ અને પ્રશાંત બારોટ. આ સાથે જે પ્રમાણે આઇસક્રીમ પરની ચેરી આઇસક્રીમના સ્વાદમાં ચારચાંદ લગાવે છે એ પ્રમાણે આ ફિલ્મની વાર્તામાં ચારચાંદ લગાવવાનું કામ કરે છે જીયા વૈદ્ય અને પ્રિન્સી પ્રજાપતિ. આપણો સમાજ બાળક દત્તક લેવાના મુદ્દાને ઘણી ગંભીરતાથી જોતો આવ્યો છે અને આ જ ગંભીર વિષયને ખૂબ જ સહજ, ખાટા મીઠા પ્રસંગો અને લાગણીથી તરબોળ ...