Posts

Showing posts with the label Jhamkudi

આજની ગુજરાતી ફિલ્મોમાં કશું ખૂટે છે?

Image
એક દાયકાથી કામ કરતી આ ઇન્ડસ્ટ્રી નવા વિષયો અને નવા દ્રષ્ટિકોણ તો લાવે છે પણ લોકસંસ્કૃતિથી જાણે દૂર થઈ રહી છે આજની ગુજરાતી ફિલ્મોમાં શું કશું ખૂટે છે ખરું?? જો આવો પ્રશ્ન આજના યુવાવર્ગને પૂછવામાં આવે તો તેમના મતે એક અલગ જ જવાબ આપણને જાણવા મળશે જ્યારે આ જ પ્રશ્ન જો એ વર્ગને પૂછવામાં આવે જેમણે ઉપેન્દ્ર ત્રિવેદી, સ્નેહલતા અને અન્ય  ગુજરાતી કલાકારોની, આજની તારીખે જૂની કહેવાતી ગુજરાતી ફિલ્મો માણી છે, તો તેમના જવાબ સંપૂર્ણપણે અલગ હશે.  સૌથી પહેલા આજની ગુજરાતી ફિલ્મોની વાત કરીએ તો આજની ગુજરાતી ફિલ્મો ચાર-પાંચ દાયકા પહેલાની ગુજરાતી ફિલ્મો કરતાં સંપૂર્ણપણે અલગ છે. આ વાતનો પુરાવો આપણને ફિલ્મોની વાર્તા, પટકથા અને નવા-નવા વિષયો સાથે થઈ રહેલા અખતરાઓને જોતા જ મળી રહે છે. જે ગુજરાતી ફિલ્મો છેલ્લા દસેક વર્ષમાં બોક્સ ઓફિસ પર ઉતરી છે તેમાની ઘણી ફિલ્મોએ આ ઇન્ડસ્ટ્રીને ફરી પાછી બેઠી થવા માટે સક્ષમ કરી છે. ન માત્ર ફિલ્મના લેખક પણ ફિલ્મના ડિરેક્ટર અને પ્રોડ્યુસરો પણ નવા નવા વિષયો પર ધ્યાન કેન્દ્રિત કરી રહ્યા છે અને લોકોને નવું કોન્ટેક્ટ પીરસી રહ્યા છે.  આજની તારીખમાં જૂની કહેવતી ફિલ્મો એટલે કે ...

વર્ષ 2024 ઢોલીવૂડ માટે કેવું રહ્યું??

Image
કુલ 73 માંથી આંગણીના વેઢે ગણી શકાય એટલી ફિલ્મો સફળતાના શિખરો સર કરી શકી હતી. ઢોલીવૂડ માટે વર્ષ 2024 નું સરવૈયું કાઢવા બેસીયે તો ખબર પડશે કે આ વર્ષે ઢોલીવૂડને લગતા અનેક નવા રેકોર્ડ્સ બન્યા છે અને ખૂબ નવી વાર્તાઓ સાથે ફિલ્મો બનાવવામાં આવી છે. ફિલ્મની સફળતા અને નિષ્ફળતાને બાદ કરતા ઢોલીવૂડ માટે એ સારી વાત છે કે ન માત્ર 2024 માં પણ 2023 માં પણ અનેક નવા વિષયો સાથે ફિલ્મો બની હતી જે દર્શકોને આકર્ષવામાં સફળ રહી હતી. વર્ષ 2024 માં કુલ 73 ગુજરાતી ફિલ્મો રિલીઝ કરવામાં આવી હતી.                       જાન્યુઆરી 2024 ની શરૂઆત યશ સોનીની ‘ડેની જીગર’ નામની ફિલ્મથી થઈ હતી. આ એક સ્પૂફ ફિલ્મ હતી જે ગુજરાતી સિને જગતમાં પહેલીવાર બનાવવામાં આવી હતી. જોકે દર્શકોનો ફેવરેટ યશ સોની આ ફિલ્મમાં હોવા છતાં ફિલ્મ ફ્લોપ સાબિત થઈ હતી અને ફિલ્મમેકર્સે રાજીખુશીથી દર્શકોના આ નિર્ણયને સ્વીકાર્યો હતો. જોકે આ જ મહિનામાં માનસી પારેખ અને રોનક કામદારની સુપરહિટ ફિલ્મ ‘ઈટ્ટા-કિટ્ટા’ રિલીઝ થઈ હતી જે 2024 ની પહેલી સફળ ફિલ્મોમાં પોતાનું નામ સામેલ કરી શકી. આ ફ...

ગરબા વિનાની ગુજરાતી ફિલ્મો પાણી વિનાની માછલી જેવી છે

Image
બદલાતા સમય સાથે ફિલ્મોમાં ગરબાની રજૂઆત બદલાઈ છે ગુજરાતી ફિલ્મો નવી હોય કે જૂની એમાં ગરબાઓની રમઝટ અચૂક જોવા મળે છે. ફિલ્મ મેકર્સ પણ એ વાતનું ખાસ ધ્યાન રાખતા હોય છે કે ગરબાઓ થકી ફિલ્મનું પ્રમોશન કે ફિલ્મની માર્કેટિંગ મોટાપાયે કરવામાં આવે. બીજા શબ્દોમાં કહીયે તો ગરબા વિનાની ગુજરાતી ફિલ્મો પાણી વિનાની માછલી જેવી કહેવાય. ગુજરાતી ફિલ્મોની શરૂઆત થઈ તે સમયથી જ એ વાત જાણે ગાંઠ બાંધી લેવાઈ હતી કે ગુજરાતીઓની ઓળખ સમો કોઈપણ એક ગરબો ફિલ્મમાં હોવો જોઈએ. સમય જતા અનેક નાના-મોટા ફિલ્મ નિર્માતાઓએ પોતાની ફિલ્મોમાં કેટલાક પારંપારિક ગરબાનો ઉપયોગ કર્યો છે, તો વળી કેટલાક ફિલ્મ મેકર્સે જે-તે ગરબાની લઢણ સાચવી તેમાં પોતાની કલાનો ઉમેરો કર્યો છે.    આજની ગુજરાતી ફિલ્મોમાં આજની યુવા પેઢી અને આજની જનતાને છાજે એવા ગરબાઓ તૈયાર કરવામાં આવે છે. અમૂક મોટા શહેરોમાં આજે શેરી ગરબા કે ગરબીઓના સ્થાને પોપ-મ્યુઝિક અને બોલીવૂડ સંગીતે સ્થાન લઈ લીધું છે તો વળી ગુજરાતના અમૂક ઠેકાણા એવાય છે જ્યાં પારંપારિક ગરબાની ઉજવણી આજે પણ શ્વસી રહી છે. ગુજરાતી ફિલ્મોના સંદર્ભમાં ગરબાઓની વાત કરીયે તો 1949 માં આવેલી ફિલ્મ ‘મં...

કેટલાને પાછળ પાડશે આ ‘ઝમકુડી’

Image
માનસી પારેખની 20204ની રિલીઝ થયેલી આ બીજી ફિલ્મથી સોશ્યિલ મીડિયા ઇન્ફ્લુએન્સર વિરાજ ઘેલાણી ઢોલીવુડમાં ડેબ્યુ કરી રહ્યો છે અને એ દર્શકોને કેટલી ગમે છે એ તો આવનારા દિવસોમાં ખબર પડશે આવનારા દિવસોમાં ગુજરાતી સિનેમામાં કેટલીક ધમાકેદાર ફિલ્મો આવી રહી છે. આ ધમાકેદાર ફિલ્મોની લિસ્ટમાંની એક ફિલ્મ આજે થિયેટર્સમાં રિલીઝ થઈ ચૂકી છે જેનું નામ છે ‘ઝમકુડી’. માનસી પારેખ અને પાર્થિવ ગોહિલની માલિકીના સોલ સૂત્ર સ્ટુડિયોઝે ધવલ ઠક્કર સાથે મળીને પ્રોડ્યુસ કરેલી આ એક હોરર કોમેડી ફિલ્મ છે જેનું ડિરેક્શન ઉમંગ વ્યાસે કર્યું છે.  ‘ઝમકુડી’ ની વાત કરીયે તો આ ફિલ્મમાં મા નસી પારેખ સાથે લીડ રોલમાં સોશ્યિલ મીડિયા ઇન્ફ્લુએન્સર વિરાજ ઘેલાણીએ અભિનય કર્યો છે, જોકે વિરાજની આ ડેબ્યુ ગુજરાતી ફિલ્મ છે. માનસી અને વિરાજની સાથે ફિલ્મમાં કોમેડીનો ફ્લેવર ઉમેરવા માટે સંજય ગોરડિયા, ઓજસ રાવલ, ચેતન દૈયા, જયેશ મોરે, સંજય ગલસાર સહિત ભાવિની જાની, નિસર્ગ ત્રિવેદી અને અન્ય કલાકારો જોવા મળશે. તાજેતરમાં સ્વર્ગસ્થ થયેલા જામનગરના યુવા કલાકાર ભૌમિક આહિરની આ છેલ્લી ફિલ્મ છે. આ પહેલા તે ‘વિકીડાનો વરઘોડો’ જેવી ફિલ્મો અને અનેક નાટક...

વર્ષના પાંચમા મહિને લાગશે પાંચ ફિલ્મોનો પંચ

Image
પાંચ અલગ અલગ વિષય સાથે આવનારી ફિલ્મો દર્શકોને કેટલી આકર્ષે છે એ તો જોવા જેવું રહેશે, પણ એન્ટરટેઇમેન્ટ પૈસા વસૂલ રહેશે એની પૂરેપૂરી ગેરન્ટી  ગુજરાતી સિને જગતના ઈતિહાસની કેટલીક રોચક વાતોમાંથી વિરામ લઈને આવતા મહિને રિલીઝ થનારી ગુજરાતી ફિલ્મો પર નજર કરીયે, તો મે મહિનામાં એક નહીં પણ પાંચ-પાંચ ગુજરાતી ફિલ્મો રિલીઝ થઈ રહી છે. એપ્રિલ માસમાં ખાસ ગુજરાતી ફિલ્મો રિલીઝ નહોતી થઈ અને હવે વર્ષના પાંચમાં મહિનામાં પાંચ ગુજરાતી ફિલ્મોનો પંચ જોવા મળવાનો છે.  આ પાંચ ગુજરાતી ફિલ્મોમાં બે ફિલ્મો વચ્ચે ક્લેશ થઈ રહી છે અને એ પણ ત્રીજા અઠવાડિયામાં. સૌથી પહેલા વાત કરીયે તો મે મહિનાની શરૂઆત ધમાકેદાર રહી શકે છે. એકબાજુ સ્કૂલમાં બાળકોનું વેકેશન ચાલી રહ્યું હશે ત્યાં મે મહિનાના પહેલા અઠવાડિયામાં યશ સોની અને કૃષ્ણદેવ યાજ્ઞિકની જોડી ચાઇલ્ડ ટ્રાફિકીંગ જેવા મહત્ત્વના મુદ્દા સાથે રૂપેરી પડદે એન્ટ્રી લઈ રહી છે. ફિલ્મનું નામ છે ‘જગત’. સત્યઘટના પર આધારિત ફિલ્મ ‘જગત’માં યશ સોની સાથે ‘રાડો’ અને ‘હેલ્લારો’ જેવી સુપરહિટ ફિલ્મ્સ કરી ચૂકેલી રિદ્ધી યાદવ અને ચેતન દૈયા મુખ્ય પાત્રમાં જોવા મળશે. જોકે પ્રશાંત બા...