Posts

Showing posts with the label Review of Itta Kitta

પેરન્ટિંગના ગુણ શીખવા હોય તો એકવાર ફિલ્મ ઇટ્ટા-કિટ્ટા જરૂરથી જોવા જજો

Image
મનોરંજનના આ શંભુમેળામાં બાળકોની જીદ છે , યુવા માતા-પિતાની ઘેલછા છે અને વડીલોની સલાહ તથા ઠપકો પણ છે જેને લીધે આ ફિલ્મ સહપરિવાર ચોક્કસ માણવા લાયક બને છે ઓહોહોહો... આજે તો આપણે જે ફિલ્મની વાત કરવી છે એની શરૂઆત જ ક્યાંથી કરૂં એ ખબર નથી પડતી. 2024માં ઢોલીવુડનું શુભારંભ એક અદ્ભૂત કહી શકાય એવા વિષય સાથે આજે થયું છે. જે ફિલ્મની આપણે વાત કરવી છે એ એક એવી ફિલ્મ છે જે નાના બાળકોથી માંડી દાદા-દાદી એટલે કે આબાલવૃદ્ધ સૌ કોઈ એકસાથે બેસીને જોઈ શકે છે. આ ફેમિલી ઇન્ટરટેઇનીંગ ફિલ્મ છે ‘ ઇટ્ટા-કિટ્ટા ’ જે આજે સિનેમાઘરોમાં આવી ચૂકી છે અને જો ખરું પેરન્ટિંગ શીખવું હોય તો આ ફિલ્મ જરૂરથી જોવી જોઈએ. ફિલ્મ ઇટ્ટા-કિટ્ટામાં મુખ્ય ભૂમિકામાં છે રોનક કામદાર, માનસી પારેખ ગોહિલ, અલ્પના બુચ અને પ્રશાંત બારોટ. આ સાથે જે પ્રમાણે આઇસક્રીમ પરની ચેરી આઇસક્રીમના સ્વાદમાં ચારચાંદ લગાવે છે એ પ્રમાણે આ ફિલ્મની વાર્તામાં ચારચાંદ લગાવવાનું કામ કરે છે જીયા વૈદ્ય અને પ્રિન્સી પ્રજાપતિ. આપણો સમાજ બાળક દત્તક લેવાના મુદ્દાને ઘણી ગંભીરતાથી જોતો આવ્યો છે અને આ જ ગંભીર વિષયને ખૂબ જ સહજ, ખાટા મીઠા પ્રસંગો અને લાગણીથી તરબોળ ...