Posts

Showing posts with the label Priti Parekh

'દેશ રે જોયા દાદા પરદેશ જોયા' આજે પણ લોકપ્રિય છે

Image
જે જમાનામાં ફિલ્મોની ટિકિટ 10 થી 15 રૂપિયામાં મળતી હતી એ જમાનામાં આ ગુજરાતી ફિલ્મે 22 કરોડ રૂપિયાનું બોક્સ ઓફિસ કલેક્શન કર્યું હતું. જે પ્રમાણે રંગબેરંગી મોર વચ્ચે સફેદ મોર આકર્ષક દેખાઈ આવે એ જ પ્રમાણે હાલમાં રિલીઝ થઈ રહેલી નવા વિષયો ધરાવતી ગુજરાતી ફિલ્મો વચ્ચે રી-રિલીઝ થઈ રહેલી ફિલ્મો અલગ દેખાઈ આવે છે. ગયા અઠવાડિયે હજુ 'જય કનૈયા લાલ કી' ફિલ્મ રિલીઝ થઈ હતી એની સાથે જ 1998 ની સૌથી લોકપ્રિય અને સફળ એવી ફિલ્મ 'દેશ રે જોયા દાદા પરદેશ રે જોયા' રી-રિલીઝ કરવામાં આવી હતી. આ પહેલા ગયા વર્ષે હિતેન કુમારની જ સુપરહિટ ફિલ્મ 'મૈયરમાં મનડુ નથી લાગતુ'  રી-રિલીઝ કરવામાં આવી હતી. ગોવિંદભાઈ પટેલ દ્વારા ડિરેક્ટેડ આ ફિલ્મના મુખ્ય નાયક, નાયિકા હતા હિતેન કુમાર અને  રોમા માણેક  જેમને આપણે રામ અને રાધાના પાત્રમાં અભિનય કરતા જોયા હતા. આ ઉપરાંત ફિલ્મમાં અરવિંદ ત્રિવેદી, પિંકી પરીખ, રમેશ મહેતા, સમીર રાજડા, રાજદીપ , ભૂમિકા શેઠ અને દેવેન્દ્ર પંડિતે પણ અભિનય કર્યો હતો. 'દેશ રે જોયા દાદા પરદેશ જોયા' ગુજરાતી ફિલ્મ જગતમાં એક એવી ફિલ્મ છે જે માત્ર મનોરંજન પૂરતી સીમિત નથી રહી, પરંતુ સમાજના...

ઢોલીવૂડ માટે રક્ષા બંધન એટલે કોણ હલાવે લીંબડી ને કોણ ઝુલાવે પીપળી

Image
ગુજરાતી સિને જગતની પહેલી સિનેમાસ્કોપ ફિલ્મ ‘સોનબાઈની ચુંદડી’ ને આજે પણ ગુજરાતીઓ રક્ષા બંધનના તહેવારે અચૂક યાદ કરે છે ગુજરાતી સિનેમાજગત અને તહેવારોનો સંબંધ બાપ-દીકરા જેવો છે અને નવરાત્રી તો ઢોલીવૂડમાં અચૂક જોવા મળે જ. તેમ છતાં અનેક એવા તહેવારો છે જેણે આપણી ગુજરાતી ફિલ્મોમાં સ્થાન મેળવ્યું છે. રક્ષા બંધન એમાંનો જ એક તહેવાર છે અને ગુજરાતી ફિલ્મો સાથે રક્ષા બંધનની વાત કરીયે તો ફિલ્મ ‘સોનબાઈની ચુંદડી’ અચૂક યાદ આવે, જે 1976 માં રિલીઝ થઈ હતી.  1976માં રિલીઝ થયેલી ફિલ્મ ‘સોનબાઈની ચુંદડી’ ને રક્ષા બંધનના તહેવારમાં ગુજરાતીઓ ખાસ યાદ કરે. ખાસ કરીને ફિલ્મના સૌથી લોકપ્રિય ગીત ‘કોણ હલાવે લીંબડી ને કોણ ઝુલાવે પીપળી, ભઈની બેની લાડકી ને ભઈલો ઝુલાવે ડાળખી’ માટે. ફિલ્મ ‘સોનબાઈની ચુંદડી’ એ જમાનાની એક એવી ફિલ્મ હતી જેની શરૂઆત વાર્તાના નકારાત્મક પાત્ર એટલે કે વિલનથી થાય છે, તેમ છતાં આ ફિલ્મ સફળતાનો સ્વાદ ચાખવામાં સફળ રહી. ફિલ્મ ‘સોનબાઈની ચુંદડી’ ની વાત કરવી વધારે સ્પેશ્યિલ એટલા માટે પણ બની જાય છે કેમ કે એ ઢોલીવૂડની પહેલી સિનેમાસ્કોપ ફિલ્મ હતી.  આર.જે. ફિલ્મ્સ કૃત પ્રફુલ્લા મનુકાંત દ્વાર...