Posts

Showing posts with the label May 2026

ઢોલીવૂડને પુર્નજીવીત કરવામાં ‘જેસલ તોરલ’ મોખરે

Image
1971 માં રિલીઝ થેયલી ફિલ્મ વિશે સૌ કોઈ જાણે છે પણ 1948 ની ફિલ્મ વિશે ભાગ્યે જ કોઈ જાણે છે લોકકથાઓ પર બનતી ફિલ્મો હંમેશા સફળ રહે છે. ગુજરાતી સિનેમા જગતમાં ઉપેન્દ્ર ત્રિવેદી, અરવિંદ ત્રિવેદી અને અનુપમાને ચમકાવતી સુપરહીટ ફિલ્મ ‘જેસલ તોરલ’ સૌ કોઈને યાદ હશે પણ ભાગ્યે જ લોકોને ખબર હશે કે 1971 માં આ ફિલ્મ રિલીઝ થઈ એ પહેલા 1948 માં આ જ નામે પહેલી ‘જેસલ તોરલ’ ફિલ્મ રિલીઝ થઈ હતી. 1948 માં નિર્માતા પી.બી. ઝવેરીના કીર્તિ પીક્ચર્સ દ્વારા ‘જેસલ તોરલ’ નામની બ્લેક એન્ડ વાઈટ ફિલ્મ રિલીઝ થઈ હતી જેનું ડિરેક્શન ચતુર્ભુજ દોશીએ સંભાળ્યું હતું. આ ગીતના સંવાદો ગીતો અને તેની વાર્તા પ્રફુલ દેસાઈએ લખી હતી. ફિલ્મના મુખ્ય પાત્રમાં રાણી પ્રેમલતા સતી તોરલના પાત્રમાં જોવા મળી હતી જ્યારે છન્ના લાલ, ચીમનલાલ, અંજના, શ્યામ, ઝવેરભાઈ, ગંગારામ, દક્ષા, બકુલેશ પંડિત, પ્રમીલ અને મૂળચંદ (ખીચડી) જેવા કલાકારો અન્ય પાત્રમાં અભિનય કરતા જોવા મળ્યા હતા.  આ ઉપરાંત 1971 માં આવેલી ‘જેસલ તોરલ’ ની વાત કરીએ તો આ એક એવી ફિલ્મ હતી જેણે ઢોલીવૂડના પુર્નજન્મમાં પાયાની ભૂમિકા ભજવી. ન માત્ર એટલું જ પણ ફિલ્મના ડિરેક્ટર રવિન્દ્ર દવેને આ ફિલ્મ બ...

સુપરહિટ નાટક ‘વડિલોના વાંકે’ ની ફિલ્મ ફ્લોપ

Image
  દેશી નાટક સમાજને ફરીથી પગભર કરનારી આ વાર્તાનો દાખલો આજે પણ આપવામાં આવે છે ૧૯૪૭-૪૮ ના ગાળામાં ગુજરાતી સિનેમા જગતમાં એક એવી ફિલ્મ આવે છે જેણે નાટકરૂપે ઘણી વાહવાહી મેળવી પણ ફિલ્મરૂપે તે નિષ્ફળ સાબિત થઈ. પ્રભુલાલ દ્વિવેદી લિખિત અને રામચંદ્ર ઠાકુર દ્વારા દિગ્દર્શિત આ ફિલ્મ હતી ‘વડિલોના વાંકે’. જોકે ફિલ્મ કરતા નાટકની વાત વધારે રોચક છે કેમકે એણે દેવામાં ડૂબેલા દેશી નાટક સમાજને ફરીથી સદ્ધર થવામાં મદદ કરી. ફિલ્મ ‘વડિલોના વાંકે’ ની વાત કરીએ તો આ ફિલ્મમાં મોતીબાઈ, વસંત નાયક, પ્રતિમા દેવી, લતાબાઈ, રમેશ વ્યાસ, અનંત વિન, અમૃત, અંજના, નીલમ, ચુનીલાલ નાયક, માસ્ટર પ્રાણસુખ, બેબી સરોજ, વિજયા, કેશવ પુરોહિત, જયશંકર અને છગન રોમિયોનો અભિનય જોવા મળ્યો હતો. ૧૩૨ મિનિટની આ ફિલ્મમાં મોહન જુનિયર અને પ્રભુલાલ દ્વિવેદીએ સાથે મળીને ગીતો રચ્યા હતા. અને આ  ફિલ્મના તથા નાટકના ગીતો ખૂબ જ વખણાયા હતા અને આજે પણ વખણાય છે. ‘દિલ હોય અમીરી બિરાદર તો’ અને મોતીબાઈએ ગાયેલું ગીત ‘મીઠા લાગ્યા તે મને આજના ઉજાગરા’ આજે પણ ઈતિહાસ થઈ ગયેલા એ જૂના દિવસોને સજીવન કરવા સક્ષમ છે.  ‘વડિલોના વાંકે’ આ મેલોડ્રામેટિક ફિલ્મમાં ભારત...

100 અઠવાડિયા થિયેટરમાં ચાલી હતી ‘વણઝારી વાવ’

Image
સંગીત અને ગીતોની લોકપ્રિયતાને લીધે આ ફિલ્મ આજે પણ લોકહૈયૈ જીવંત છે 1970-80 માં મહેશ-નરેશની બેલડીનો જાદુ ગુજરાતી સિનેમા જગતમાં ચોમેર ફેલાયેલો હતો. એવામાં 1977 માં તેમની એક ફિલ્મ આવે છે ‘વણઝારી વાવ’. આ ફિલ્મ ચંદ્રકાન્ત સાંગાણી દ્વારા ડિરેક્ટ કરવામાં આવી હતી. આ ફિલ્મ પહેલા તેઓ 1968 પણ ‘મારે જેવું પેલે પાર’, 1970 માં ‘જીગર અને અમી’, 1975 માં ‘તાનારીરી’ અને 1976 માં ‘સતી જસમા ઓઢણ’ જેવી લોકપ્રિય ફિલ્મ આપી ચૂક્યા હતા.  1977 માં આવેલી ફિલ્મ ‘વણઝારી વાવ’ વાસ્તવમાં શયદાની એ જ નામથી પ્રગટ થયેલી નવલકથાનું ફિલ્મી સ્વરુપ હતું જેમાં કેટલીક છૂટ લઈને ફિલ્મ તૈયાર કરવામાં આવી હતી. 1948 માં આ જ વાર્તા ‘કરિયાવર’ નામે ફિલ્મી પડદે રજૂ થઈ હતી. ઘણા ઓછાને એ વાતનો અંદાજો હશે કે આ ફિલ્મ કનોડિયા બ્રધર્સની પહેલી રંગીન ગુજરાતી ફિલ્મ હતી જેમાં નરેશ કનોડીયા સહિત લક્ષ્મી છાયા, અરવિંદ જોશી, રમેશ મહેતા, મંજરી દેસાઈ તથા જયશ્રી તલપડે મુખ્ય કલાકાર તરીકે જોવા મળ્યા હતા. એની સાથે સહ કલાકારોમાં આપણને શેખર પુરોહિત, ઉર્મિલા ભટ્ટ, પ્રભાકર જોશી, ઈન્દુમતી રાજડા, કનુ ઠાકર, દેવેન્દ્ર પંડિત, ચીમન મારવાડી, દેવ્યાની ઠક્કર, કાંતિ પટે...

પાંચમા મહિને પાંચ ફિલ્મોનો પંચ

Image
 અલગ અલગ જોનરની આ પાંચેય ફિલ્મો એકમેકથી ચડિયાતી હોવાને લીધે તેમની વચ્ચે દર્શકોને આકર્ષવાની થઈ શકે છે સ્પર્ધા  છેલ્લા કેટલાક સમયથી ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રી જાણે અટકી ગઈ હતી. ફેબ્રુઆરીથી એપ્રિલ દરમિયાન ઘણી નાની ફિલ્મો આવીને જતી રહી જેની કોઈને જાણ પણ નહોતી. પણ હવે મે મહિનાના પાંચેય અઠવાડિયામાં અલગ અલગ જોનરની પાંચ ફિલ્મો રિલીઝ થવા જઈ રહી છે જેમની વચ્ચે દર્શકોને આકર્ષવાની સ્પર્ધા સર્જાઈ શકે છે.  24 એપ્રિલે રાજા સંજય ચોકસી દ્વારા ડિરેક્ટેડ ફિલ્મ ‘બેહરૂપિયો’ રિલીઝ થઈ હતી જેને શરૂઆતના એક અઠવાડિયામાં બોક્સ ઓફિસ પર પોતાની પકડ બનાવવા ખાસી એવી મહેનત કરવી પડી હતી. પણ મે મહિનાની શરૂઆત નૅશનલ એવોર્ડ વિજેતા ફિલ્મ ‘હેલ્લારો’ ના ડિરેક્ટર અભિષેક શાહની ફિલ્મથી થવા જઈ રહી છે જેનું ટાઈટલ છે ‘ધબકારો’. આ ફિલ્મમાં દેવેન ભોજાણી અને આર્જવ ત્રિવેદી મુખ્ય પાત્રમાં જોવા મળશે. આ વાર્તા એક એવા વ્યક્તિની આજુબાજુ ફરે છે જેને જીવનના છેલ્લા તબક્કે આવતા પોતાની ભૂલો સમજાય છે અને તેને આ તબક્કે એવી વ્યક્તિઓ મળે છે જેવો એક સમયે તેનો પોતાનો સ્વભાવ હતો. આ ફિલ્મના સ્પેશિયલ સ્ક્રીનિંગમાં આમિર ખાને દીકરા જુનૈદ ખાન સાથ...