Posts

Showing posts with the label Pallav Parikh

મર્ડર મિસ્ટ્રી ‘ભ્રમ’ આજથી સિનેમાઘરોમાં

Image
આ ફિલ્મ ‘હું ઈકબાલ’ નો પાર્ટ 2 નથી પણ સંપૂર્ણપણે નવી વાર્તા છે પણ હા આ ફિલ્મમાં ‘હું ઈકબાલ’ ના ચાહકો માટે સરપ્રાઇઝ છે ખરુ... વર્ષ 2023 ના ફેબ્રુઆરી મહિનામાં ડિરેક્ટર પલ્લવ પરીખ ‘હું ઈકબાલ’ નામની એક થ્રીલર ફિલ્મ લઈને આવ્યા હતા. આ ફિલ્મનો કોન્સેપ્ટ એટલો જબરદસ્ત હતો કે આ ફિલ્મનો બીજો પાર્ટ ક્યારે આવશે એની ચર્ચાએ ‘હું ઈકબાલ’ ની રિલીઝના પહેલા દિવસથી જોર પકડ્યું હતું. ફિલ્મની એ જ સ્ટારકાસ્ટ અને એ જ ટીમ લઈને પલ્લવ પરીખ આજે બીજી એક મર્ડર મિસ્ટ્રી ફિલ્મ લઈને આવ્યા છે જેનું નામ છે ‘ભ્રમ’. થિયેટરમાં આવતા પહેલા જ ‘ભ્રમ’ લોકોના માટે ચર્ચાનો અને આકર્ષણનો વિષય બની ચૂકી હતી અને એનું એકમાત્ર કારણ હતું ‘હું ઈકબાલ’ ની સફળતા. આ ફિલ્મનું શૂટિંગ જ્યારથી શરૂ થયું હતું ત્યારથી સૌ કોઈને એમ જ લાગતું હતું કે આ ફિલ્મ ‘હું ઈકબાલ’ નો પાર્ટ 2 હશે પણ એવું જરાય નથી. ‘હું ઈકબાલ’ અને ‘ભ્રમ’ બંને અલગ અલગ વિષયો પર બનેલી ફિલ્મો છે અને આ બંને ફિલ્મો વચ્ચે કોઈ સામ્યતા નથી. હા, બંને ફિલ્મો બનાવનારી ટીમ એક જ છે અને એ જ એમાં એકમાત્ર સામ્યતા છે.  ફિલ્મ ‘ભ્રમ’ ની વાત કરીએ તો આ ફિલ્મ એક ડિમેન્શિયાની દર્દી માયા (સોનાની લેલે દેસ...