Posts

જ્યારે ગરબો બન્યો ગુજરાતી સિનેમાની ભાષા

Image
ચોકના પરંપરાગત ગરબાથી ફિલ્મી પડદા સુધી, બદલાતા સમય સાથે ગરબાએ પણ બદલી પોતાની ભૂમિકા જૂના સમયનો ગરબો મુખ્યત્વે વાર્તાનો ભાગ હતો, જ્યારે નવા સમયનો ગરબો ઘણી વાર ફિલ્મનો આકર્ષણબિંદુ બની ગયો. પહેલાં ગરબામાં પાત્રો પોતાની લાગણી વ્યક્ત કરતા હતા; હવે ગરબો ટ્રેલર, ટીઝર, મ્યુઝિક વીડિયો અને સોશિયલ મીડિયા પ્રમોશન માટે પણ ઉપયોગી બન્યો છે. આ પરિવર્તન માત્ર ગરબામાં નથી આવ્યું. ગુજરાતી સિનેમાએ પોતે પણ 2000ના દાયકાના અંત પછી અને ખાસ કરીને 2010 પછી મોટું પરિવર્તન જોયું. લાંબા સમય સુધી ગ્રામ્ય પ્રેક્ષકોને ધ્યાનમાં રાખીને બનતી ફિલ્મોની સાથે શહેર, સંબંધો, યુવાનો, શિક્ષણ, રોજગાર, સ્ત્રી-પુરુષ સંબંધો, સામાજિક પ્રશ્નો અને આધુનિક જીવન જેવા વિષયો પડદા પર આવવા લાગ્યા. ગુજરાતી સિનેમાએ નવા પ્રકારના દર્શક સાથે સંવાદ શરૂ કર્યો. આ નવા દર્શક માટે ગરબો પણ બદલાયો. આજના ફિલ્મી ગરબામાં કેમેરા વધુ ગતિશીલ છે. કોરિયોગ્રાફી વધુ ચોક્કસ છે. કોસ્ચ્યુમ ડિઝાઇન ફિલ્મના બજેટ અને સ્ટારડમ પ્રમાણે તૈયાર થાય છે. લાઇટિંગ, સેટ, ડ્રોન શોટ્સ અને એડિટિંગ તેને ભવ્ય બનાવે છે. એક સમયનો ‘ચોકનો ગરબો’ હવે ક્યારેક મોટા ફિલ્મી સેટ પર જોવા મળે છે....

ગરબાથી ગ્લેમર સુધી: ગુજરાતી સિનેમામાં નવરાત્રીનું બદલાતું રૂપ

Image
પરંપરાનો અરીસો બનેલો આ તહેવાર આજે ગ્લેમર, કોરિયોગ્રાફી અને માર્કેટિંગનો એક હિસ્સો બની ગયો છે ગુજરાતી ફિલ્મ અને ગરબા વચ્ચેનો સંબંધ માત્ર એક ગીત કે એક ડાન્સ સિક્વન્સ પૂરતો નથી. દાયકાઓથી ગરબો પડદા પર ‘ગુજરાતીપણું’ ઓળખાવવાનું સૌથી સરળ અને અસરકારક પ્રતીક રહ્યો છે. પરંતુ સમયની સાથે ફિલ્મો બદલાઈ, દર્શકો બદલાયા અને ગરબો પણ બદલાયો. એક જમાનામાં જે ગરબો માટીની સુગંધ, ગામડાની સામૂહિકતા અને પરંપરાનો અરીસો હતો, તે આજે ગ્લેમર, કોરિયોગ્રાફી, ફેશન અને માર્કેટિંગનો પણ ભાગ બની ગયો છે. તો પછી પ્રશ્ન એ છે કે ગુજરાતી સિનેમામાં નવરાત્રી અને ગરબો કેટલો જૂનો છે અને તેના રૂપમાં કેટલું પરિવર્તન આવ્યું છે? ગુજરાતી સિનેમાની શરૂઆત 1932માં આવેલી ‘નરસિંહ મહેતા’ થી થઈ. શરૂઆતના દાયકાઓમાં ગુજરાતી ફિલ્મો માટે પૌરાણિક કથાઓ, સંતોના જીવન, લોકકથાઓ, ધાર્મિક પ્રસંગો અને ગ્રામ્ય જીવન મહત્વના વિષયો હતા. એટલે સ્વાભાવિક રીતે જ ગુજરાતની લોકસંસ્કૃતિ ફિલ્મોના પડદા પર આવતી ગઈ. તે સમયના સિનેમામાં ‘ગુજરાતી’ દેખાવા માટે અલગથી કોઈ વ્યાખ્યા આપવાની જરૂર નહોતી. વસ્ત્રો, ભાષા, લોકગીતો, મેળા, તહેવારો અને સામૂહિક જીવન પોતે જ એ ઓળખ ઊભી કરતા હતા....

ઢોલીવૂડની સબસિડી માટે પડાપડી કે છેતરપિંડી?

Image
ફરી એકવાર જાગેલો આ સબસિડીનો મુદ્દો 1970 ના દાયકા જેવી પરિસ્થિતી ન સર્જે તો સારુ ગુજરાતી ફિલ્મ ઉદ્યોગ અનેક તકલીફો વેઠ્યા બાદ આજે બેઠું થઈ રહ્યું છે અને એમાં પણ સબસિડીને લઈને છેલ્લા કેટલાક દિવસમાં નવા નવા મુદ્દાઓ સામે આવ્યા છે. ગુજરાતી ફિલ્મોને પ્રોત્સાહન આપવા માટે રાજ્ય સરકાર દ્વારા વર્ષોથી નાણાકીય સહાયની વ્યવસ્થા કરવામાં આવે છે. જોકે, આ સહાયની નીતિ, ફિલ્મની ગ્રેડિંગ પ્રક્રિયા અને અલગ-અલગ સમયગાળાની નીતિના અમલને લઈને ભૂતકાળમાં પણ પ્રશ્નો ઉઠ્યા છે. જોકે એમાંના કેટલાક મામલા આરટીઆઇ સુધી પહોંચ્યા હતા અને ત્યારબાદ ગુજરાત હાઈકોર્ટમાં પણ રજૂ થયા હતા. ઢોલીવૂડમાં મળતી સબસિડીના ઈતિહાસ પર નજર કરીયે તો વર્ષ 2013માં જૂની પાંચ લાખ રૂપિયાની સબસિડી યોજના બંધ કરવામાં આવી હતી જેના બાદ ફેબ્રુઆરી 2016માં નવી નીતિ જાહેર કરવામાં આવી હતી. આ નીતિમાં ફિલ્મોને A, B, C અને D ગ્રેડમાં વર્ગીકૃત કરીને અનુક્રમે ₹50 લાખ, ₹25 લાખ, ₹10 લાખ અને ₹5 લાખ સુધીની નાણાકીય સહાયની જોગવાઈ કરવામાં આવી હતી. ફિલ્મની ગ્રેડિંગ માટે સ્ક્રીનિંગ કમિટી દ્વારા ફિલ્મના વિવિધ પાસાઓનું મૂલ્યાંકન તથા ટિકિટ વેચાણ જેવા માપદંડોનો સમાવેશ કરવામાં આવ...

દોસ્તીનો નવો દાવ, ‘મિત્રતા’

Image
‘બે યાર’, ‘છેલ્લો દિવસ’, ‘શું થયું?’ બાદ શું દોસ્તીની નવી વ્યાખ્યા લખી શકશે આ ફિલ્મ?  ગુજરાતી સિનેમામાં દોસ્તી પર ફિલ્મો બનવી નવી વાત નથી. પરંતુ છેલ્લા એક દાયકામાં દોસ્તીને કેન્દ્રમાં રાખીને આવેલી કેટલીક ફિલ્મોએ ગુજરાતી સિનેમાની નવી ઓળખ ઊભી કરવામાં મહત્વની ભૂમિકા ભજવી છે. વર્ષ ૨૦૧૪માં આવેલી ‘બે યાર’, વર્ષ ૨૦૧૫ની ‘છેલ્લો દિવસ’ અને ત્યારબાદ ૨૦૧૮માં આવેલી ‘શું થયું?’ જેવી ફિલ્મોએ યુવા દર્શકોને ગુજરાતી ફિલ્મો તરફ ખેંચ્યા હતા. હવે ફરી એકવાર મિત્રતાને કેન્દ્રમાં રાખીને ‘મિત્રતા’ ફિલ્મ દર્શકો સમક્ષ આવી છે. ‘મિત્રતા : ફ્રેન્ડશિપની લવસ્ટોરી’ નું દિગ્દર્શન ઓનીલ કર્ણિકે કર્યું છે, જ્યારે માનસી પારેખ અને પાર્થિવ ગોહિલ ફિલ્મના નિર્માતા છે. ફિલ્મમાં વિરાજ ઘેલાણી, દીપ વૈદ્ય, વિશાલ પારેખ અને વિશ્વા જોશી જેવા કલાકારો જોવા મળશે, જેમણે ઇન્ફ્લુએન્સર તરીકે પોતાની અનોખી ફેન ફોલોઇંગ ઊભી કરી છે. ફિલ્મની વાર્તાના કેન્દ્રમાં ત્રણ મિત્રો—વેદ, મોક્ષ અને અભિન—છે. બાળપણથી શરૂ થયેલી તેમની મિત્રતા સમય સાથે પ્રેમ, સપનાઓ, જીવનના સંઘર્ષ અને બદલાતા સંબંધોમાંથી પસાર થાય છે. વર્ષો બાદ દીવની સફર દરમિયાન આ મિત્રો ફરી એકબ...

'ચટણી' અને ફિરકી' નો ડબલ ડોઝ એક જ દિવસમાં

Image
એક સાથે બે મોટી ફિલ્મોના આ ક્લેશમાં દર્શકોને સો ટકા મજા આવી જવાની છે ગુજરાતી સિનેમા જગતનો વ્યાપ હવે વધ્યો છે, કલાકારોની નવી પેઢી આવી છે અને દર્શકોની અપેક્ષાઓ પણ બદલાઈ છે. એવા સમયે આજની ઓડિયન્સને કંઈક નવું પીરસવા આજે થિયેટર્સમાં એક નહીં પણ બે મોટી ગુજરાતી ફિલ્મો — ‘ચટણી’ અને ‘ફિરકી’ રિલીઝ થઈ ચૂકી છે. સૌથી પહેલા ‘ચટણી’ ની વાત કરીએ તો મલ્હાર ઠાકર અને પૂજા જોશીની આ ફિલ્મ તેમની લગ્ન પછીની પહેલી ફિલ્મ છે જેમાં તેઓ એકસાથે જોવા મળશે. આ પહેલા તેઓ ‘લગ્ન સ્પેશ્યિલ’ અને ‘વીર ઈશાનું સિમંત’ જેવી ફિલ્મો સાથે કરી ચૂક્યા છે. સામાન્યપણે ફિલ્મના ટ્રેલર રિલીઝના 15-20 દિવસ પહેલા રિલીઝ થઈ જતા હોય છે પણ આ ફિલ્મનું ટ્રેલર માત્ર અઠવાડિયા પહેલા રિલીઝ કરવામાં આવ્યું હતું અને ફિલ્મનું પ્રમોશન શરૂ કરી દેવાયું હતું.  ‘લવની ભવાઈ’, ‘એમ મંગલમ સિંગલમ’ અને ‘લગન લાગી રે’ જેવી સુપરહિટ ફિલ્મો બનાવી ચૂકેલા સંદીપ પટેલના દિગ્દર્શનમાં બનેલી ‘ચટણી’ એક યુવાન એન્જિનિયરની વાત કરે છે, જે પરિવારની વર્ષો જૂની ફરસાણની પરંપરાને આગળ વધારવા માટે પોતાના કરિયરમાં જોખમો લેય છે. એટલે ફિલ્મમાં પરિવાર, પરંપરા, સંબંધો અને બદલાતા સમય વચ્ચેનો...

કોમેડીનો બૂસ્ટર ડોઝ મળશે 'પીધા પછી' માં

Image
ચાર દોસ્ત, એક ટ્રિપ અને અનેક અણધાર્યા વળાંકો વચ્ચે લાફ્ટર રાઇડની ગેરન્ટી ગુજરાતી સિનેમા જગતમાં એકબાજુ ‘અસંભાઉઉ’ દર્શકોને આકર્ષી રહી છે ત્યાં બીજી બાજુ આજે સરોવર આર્ટ્સના બેનર હેઠળ બનેલી ફિલ્મ 'પીધા પછી' સિનેમાઘરોમાં રિલીઝ થઈ ચૂકી છે, જે સંપૂર્ણપણે આજની યંગ ઓડિયન્સને ધ્યાનમાં રાખીને બનાવવામાં આવી છે.   ફિલ્મની વાર્તા ચાર દોસ્તોની આસપાસ ફરે છે, જેમાં તેઓ અચનાક જ એક ટ્રિપ પર નીકળી પડે છે. પરંતુ એક રાતના નશામાં બનેલી ઘટનાઓ પછી તેઓ સાનભાન ભૂલી જાય છે, અને ધીરે-ધીરે ભાનમાં આવતા તેમને ખબર પડે છે કે તે રાત્રે કંઈક એવું બની ગયું છે જેની તેમને કલ્પના પણ નહોતી. એ રાતના બનેલી ઘટનાઓના કોયડા ઉકેલતા ઉકેલતા તેમની સામે અનેક નવા ખુલાસા થતા જાય છે જેમાં તેમની હાલત વધુ હાસ્યાસ્પદ અને ગૂંચવણભર્યી થતી જાય છે. આ કોમેડી અને મિસ્ટ્રી-થ્રિલરનું મિશ્રણ ટ્રેલરમાં સ્પષ્ટપણે જેવા મળે છે અને ટ્રેલરને જોઈને તમને ક્યાંક વિવેક ઓબરૉય, રિતેશ દેશમુખ અને આફતાબ શિવદસાનીની ફિલ્મ ‘મસ્તી’ ની પણ યાદ આવી શકે એમ છે. ફિલ્મમાં આકાશ પંડ્યા, કિશોર કાકા ફેમ સ્મિત પંડ્યા, હેમિન ત્રિવેદી, આકાશ ત્રિવેદી, તર્જની ભાડલા, ધવલ બારભાય...

‘અસંભાઉઉઉ’: માણસ અને કૂતરાના સંબંધને આપશે વાચા

Image
ભાઉ-ભાઉની પાછળ છુપાયેલી વફાદારી અને સંબંધોની એક ભાવુક વાર્તા પ્રાણીઓને કેન્દ્રસ્થાને રાખીને બોલીવૂડમાં ‘હાથી મેરે સાથી’ (1971), ‘તેરી મહેરબાનીયાં’ (1985) જેવી અનેક ફિલ્મો બની ચૂકી છે, જ્યારે ગુજરાતી સિનેમામાં એવો કોઈક વિષય એક નવું એક્સરિમેન્ટ બની જાય છે, જે પહેલી નજરે જોવા, સાંભળવામાં સરળ લાગે, પરંતુ તેની પાછળનો વિચાર ઘણો ઊંડો હોય છે. ‘અસંભાઉઉઉ’ પણ એવી જ ફિલ્મમાં સ્થાન પામે છે. ફિલ્મના નામમાં જ કૂતરાના ‘ભાઉ’નો રમૂજી સંદર્ભ છે, પરંતુ વાર્તાનો આધાર માત્ર એક માણસ અને તેના કૂતરા વચ્ચેના પ્રેમ પૂરતો નથી. ફિલ્મ યુધિષ્ઠિર અને કૂતરાના મહાભારતના પ્રસંગને રૂપક તરીકે લઈને ધર્મ, વફાદારી અને સંબંધોની કસોટીની વાત કરે છે. ચિંતન અને તેનો કૂતરો ચિન્ટુ એકબીજાને ભાઈની જેમ પ્રેમ કરે છે અને જ્યારે સંજોગો તેમની વફાદારીની પરીક્ષા લે છે ત્યારે વાર્તા રસપ્રદ વળાંક લે છે. આ ફિલ્મની ખાસિયત એ છે કે અહીં કૂતરો માત્ર પેટ નથી, પરંતુ વાર્તાનું એક મહત્ત્વનું પાત્ર છે. રોનક કામદાર ચિંતનની ભૂમિકામાં છે, જ્યારે મિત્ર ગઢવી ‘ચિન્ટુ’ ના પાત્રમાં જોવા મળશે. હીરો-હીરોઇનની જોડી કરતા કૂતરાનું પાત્ર ભજવતો મિત્ર ગઢવી ખરેખર એક નવી...