Posts

Showing posts with the label Bhangwadi

ઢોલીવૂડના પાયામાં વસેલી છે જૂની રંગભૂમિ

Image
જૂની રંગભૂમિ આજે ઈતિહાસ બની ગઈ છે પણ કેટલીક ફિલ્મોએ એ વારસાને જાળવવાનું કામ કરી બતાવ્યું છે વિશ્વ રંગભૂમિ દિવસ હોવાને લીધે આજનો દિવસ રંગકર્મીઓ દિવસ ખાસ હોવાનો જ છે પણ ન માત્ર આ રંગકર્મીઓ પણ સિનેમા, સિરીયલ્સ, વેબ સિરીઝ જેવા જે પણ એન્ટરટેઇમેન્ટના પ્રકાર છે એના પાયામાં ક્યાંકને ક્યાંક જૂની રંગભૂમિ રહેલી જ છે. ગુજરાતી સિનેમાજગત આજે નવી વાર્તા, નવા વિષયો સાથે દર્શકો સામે આવી રહ્યું છે અને એમાંથી ઘણાંય એવા આજના યુવા ગુજરાતી કલાકારો છે જે રંગમંચ સાથે સંકળાયેલા છે, પણ ગુજરાતી રંગભૂમિ અને ઢોલીવૂડનો સંબંધ વર્ષો જૂનો છે. વર્ષ 1932 માં પહેલી ગુજરાતી ફિલ્મ ‘નરસિંહ મહેતા’ રિલીઝ થઈ એ પહેલા રંગભૂમિનો ગોલ્ડન પિરીયડ ચાલી રહ્યો હતો. મુંબઈમાં દેશી નાટક સમાજ,પારસી નાટક સમાજ, નાટક ઉત્તેજક મંડળી, ભાંગવાડીના નામનો સિક્કો પડતો. માસ્ટર અશરફ ખાન, છગન રોમિયો, કાઠિયાવાડી કૂબતર, મોતીબાઈ, રસકવિ રઘુનાથ બ્રહ્મભટ્ટ, ભગવાનદાસ જેવા અનેક રંગકર્મી, ગીતકાર, સંગીતકાર તરીકે અલગ અલગ વિભાગમાં ફરજ બજાવતા. એ સમયની વાર્તા, ગીતો એવા તે ફેમસ થતાં અનેકોવાર વન્સમોરની ચિચયારીથી રાતો પસાર થતી અને પો ફાટી નીકળતો.  જોકે સમય જતા કેટલાક...

અભિનય ક્ષેત્રે રંગભૂમિ અને સિનેમામાં માત્ર માધ્યમનો ફરક છે

Image
અભિનય ક્ષેત્રે આગળ વધવા માંગતા વિદ્યાર્થીએ કેટલાક વર્ષ રંગભૂમિ પર પસાર કરવા જોઈએ જેથી કરીને પોતાના મનગમતા કામકાજની બારીકી શીખવા મળે બુધવારે રંગભૂમિના કલાકારો અને ચાહકવર્ગે વર્લ્ડ થિયેટર ડે ઉજવ્યો. અન્ય પ્રાદેશિક ભાષાઓની સાથે આપણે ગુજરાતી ભાષી જનતા તરીકે ખરેખર નસીબવંતા છીએ કે આપણે રંગભૂમિના પ્રયોગોને જીવંત માણી શકીયે છીએ, જોકે કોરોનાકાળ બાદ હજુ પણ રંગભૂમિ વ્યવસ્થિતપણે બેઠી થવા પ્રયાસ કરી રહી છે. એવામાં ઘણાં કલાકારો આજે રંગભૂમિથી સિરીયલ્સ અને સિનેમા તરફ વળી રહ્યા છે, જેમાંના કેટલાક કલાકારોની આજે આપણે વાત કરશું.  આમ તો અઢળક રંગભૂમિના કલાકારો એવા છે જે ગુજરાતી સિનેમા તરફ વળ્યા છે તેમ છતાં આ સ્વિચઓવર કોણે, ક્યારે શરૂ કર્યું એ કહેવું અઘરું છે. રંગભૂમિ સાથે જોડાયેલા કલાકાર અને ફક્ત સિરીયલ્સ અને ફિલ્મો કરતા કલાકારો વચ્ચેનો ફરક સામાન્યપણે જોવા મળી જ જતો હોય છે. નસીરુદ્દીન શાહ અને રાજેશ ખન્ના વચ્ચે શું ફરક છે એ કહેવાની જરૂર પડતી નથી, કેમ કે તેમના નામ અને કામ પરથી જ તેમના અભિનયનો પરચો મળી રહે છે. ગુજરાતી કલાકારોની યાદી બનાવીયે તો એમાંથી અનેક કલાકારો આપણને એવા મળશે જે રંગભૂમિ સાથે...