Posts

Showing posts with the label Komal Thacker

પારિવારિક મૂલ્યો દર્શાવતી ફિલ્મ એટલે ‘સંઘવી એન્ડ સન્સ’

Image
30 થી પણ વધારે ગુજરાતી કલાકારોનો શંભુમેળો છે આ પારિવારિક ફિલ્મમાં, જે હસાવશે અને રડાવશે પણ ખરા ઢોલીવૂડમાં મોટાભાગે જે ફિલ્મો બને છે એ પારિવારિક અથવા તો સામાજિક મુદ્દાઓને ધ્યાનમાં રાખીને બને છે. છેલ્લા કેટલાક મહિનાઓમાં ઢોલીવૂડમાં એવી અનેક ફિલ્મો રિલીઝ થઈ છે જે પરિવારને અથવા તો પરિવાર માટે સંઘર્ષ કરતી વ્યક્તિને ધ્યાનમાં રાખીને બનાવવામાં આવી હોય. આજે પણ પરિવારના નૈતિક મૂલ્યોને ધ્યાનમાં રાખીને એક સંપૂર્ણ પારિવારિક ફિલ્મ રિલીઝ થઈ છે જેનું નામ છે ‘સંઘવી એન્ડ સન્સ’.  વાસ્તવમાં આ ફિલ્મ કેટલાક મહિનાઓ પહેલા જ રિલીઝ થઈ જવાની હતી પણ કેટલાક કારણોસર એને મોકૂફ કરવામાં આવી અને આજે આ ફિલ્મ રિલીઝ થઈ રહી છે. ‘સંઘવી એન્ડ સન્સ’માં 30 થી પણ વધારે ગુજરાતી કલાકારોનો શંભુમેળો છે અને ફિલ્મની વાર્તાના કેન્દ્રસ્થાને પરિવારના મૂલ્ય તો છે જ પણ સાથે સાથે આજની તારીખમાં જવલ્લે જ જોવા મળતા સંયુક્ત પરિવારને, સંયુક્ત પરિવારની તાકાતને ઘણી સાહજિક રીતે દર્શાવવામાં આવ્યા છે.  જેમ કે નામ પરથી જાણી શકાય છે ફિલ્મની વાર્તા સંઘવી પરિવારની છે જેના મુખ્યા મનોજ જોશી એટલે કે નવનીતરાય સંઘવી અને તેમના ધર્મપત્ની સરલા સંઘવીનું પ...