યશ-આરોહી ફરીથી આવ્યા છે બનીને ‘મીઠડા મહેમાન’
‘ચાલ જીવી લઈએ’ બાદ રૂપેરી પડદે ફરીથી જોવા મળશે આ કલાકારોની જુગલબંદી નવા નાણાકીય વર્ષની શરૂઆત થઈ ચૂકી છે અને ગુજરાતી ફિલ્મ જગત માટે એપ્રિલ મહિનો એક એવી ફિલ્મ લઈને આવ્યો છે જેમાં ગુજરાતી ફિલ્મ જગતના એકથી એક દિગ્ગજ કલાકારો અભિનય કરવાના છે. ફિલ્મનું ટાઈટલ છે ‘મીઠડા મહેમાન’ અને આ ફિલ્મમાં યશ સોની, મિત્ર ગઢવી, આરોહી પટેલ, સોનાલી લેલે દેસાઈ અને ગુજરાતી ફિલ્મોમાં ડેબ્યૂ કરી રહેલા જાણીતા રંગમંચના કલાકાર અને લેખક મિહિર રાજડા અભિનય કરતા જોવા મળશે. આ ફિલ્મ આજે સિનેમા ઘરોમાં આવી ચૂકી છે. ફિલ્મ ‘મીઠડા મહેમાન’ ચિન્મય પરમાર દ્વારા લખવામાં આવી છે અને ડિરેક્ટ કરવામાં આવી છે. આ પહેલા ચિન્મય પરમાર બિગ બોક્સની સિરીઝની મોટાભાગની ફિલ્મો સાથે ક્રિએટિવ ડિરેક્ટર અથવા તો કાસ્ટિંગ ડિરેક્ટર તરીકે સંકળાયેલા હતા, જેમાં ‘નાડી દોષ’, ‘રાડો’, ‘ત્રિશા ઓન ધ રોક્સ’, ‘ડેની જીગર’ અને ‘જગત’ જેવી ફિલ્મોનો સમાવેશ થાય છે. ફિલ્મ ‘મીઠડા મહેમાન’ માં રાહુલ મુંજારિયાનું સંગીત છે અને આદિત્ય ગઢવી તથા જીગરદાન ગઢવીનો સ્વર ગાયક કલાકાર તરીકે માણવા મળશે. ફિલ્મ ‘મીઠડા મહેમાન’ ના ટ્રેલરને જોતા ખબર પડે છે કે આ ફિલ્મ ચાર અજાણ્યા લોકોની આસપ...