Posts

Showing posts with the label Deshi Natak Samaj

ઢોલીવૂડના પાયામાં વસેલી છે જૂની રંગભૂમિ

Image
જૂની રંગભૂમિ આજે ઈતિહાસ બની ગઈ છે પણ કેટલીક ફિલ્મોએ એ વારસાને જાળવવાનું કામ કરી બતાવ્યું છે વિશ્વ રંગભૂમિ દિવસ હોવાને લીધે આજનો દિવસ રંગકર્મીઓ દિવસ ખાસ હોવાનો જ છે પણ ન માત્ર આ રંગકર્મીઓ પણ સિનેમા, સિરીયલ્સ, વેબ સિરીઝ જેવા જે પણ એન્ટરટેઇમેન્ટના પ્રકાર છે એના પાયામાં ક્યાંકને ક્યાંક જૂની રંગભૂમિ રહેલી જ છે. ગુજરાતી સિનેમાજગત આજે નવી વાર્તા, નવા વિષયો સાથે દર્શકો સામે આવી રહ્યું છે અને એમાંથી ઘણાંય એવા આજના યુવા ગુજરાતી કલાકારો છે જે રંગમંચ સાથે સંકળાયેલા છે, પણ ગુજરાતી રંગભૂમિ અને ઢોલીવૂડનો સંબંધ વર્ષો જૂનો છે. વર્ષ 1932 માં પહેલી ગુજરાતી ફિલ્મ ‘નરસિંહ મહેતા’ રિલીઝ થઈ એ પહેલા રંગભૂમિનો ગોલ્ડન પિરીયડ ચાલી રહ્યો હતો. મુંબઈમાં દેશી નાટક સમાજ,પારસી નાટક સમાજ, નાટક ઉત્તેજક મંડળી, ભાંગવાડીના નામનો સિક્કો પડતો. માસ્ટર અશરફ ખાન, છગન રોમિયો, કાઠિયાવાડી કૂબતર, મોતીબાઈ, રસકવિ રઘુનાથ બ્રહ્મભટ્ટ, ભગવાનદાસ જેવા અનેક રંગકર્મી, ગીતકાર, સંગીતકાર તરીકે અલગ અલગ વિભાગમાં ફરજ બજાવતા. એ સમયની વાર્તા, ગીતો એવા તે ફેમસ થતાં અનેકોવાર વન્સમોરની ચિચયારીથી રાતો પસાર થતી અને પો ફાટી નીકળતો.  જોકે સમય જતા કેટલાક...