Posts

Showing posts with the label Audience

થિયેટર્સને જીવતા રાખવાની જવાબદારી ઓડિયન્સની

Image
સ્માર્ટ ટીવી, ઓટીટીને લીધે આળસુ બનેલી આજની પ્રજા થિયેટર સુધી જવા નથી માંગતી પણ પોતાની સુખ સુવિધા સાચવવામાં એ થિયટર્સનું નિકંદન કાઢી રહી છે ઢોલીવૂડ હોય કે બોલીવૂડ એક પ્રશ્ન દરેક પ્રાદેશિક અને વૈશ્વિક ફિલ્મમેકર્સને છેલ્લાં લાંબા સમયથી સતાવી રહ્યો છે અને એ છે થિયેટર્સ સુધી ન આવતી ઓડિયન્સ. ખરેખર આ એક એવી સમસ્યા છે જેનાથી ગુજરાતી સિનેમા જગત પણ છેટૂ રહી શક્યું નથી. ફિલ્મમેકર્સ દરેક પ્રકારના પ્રયાસ કરે છે કે તેની ટાર્ગેટ ઓડિયન્સ થિયેટર સુધી આવે અને તેણે બનાવેલી ફિલ્મ કે નાટક નિહાળે. તેમ છતાં તેમને ધાર્યી સફળતા નથી મળતી. વળી આ એક એવો મુદ્દો છે જેમાં ફિલ્મમેકર્સ ઓડિયન્સનો અને ઓડિયન્સ ફિલ્મનો વાંક કાઢતી રહે છે. માટે સમાધાનરૂપે જરૂરી બની રહે છે કે આ મુદ્દાને સમજી-વિચારીને સ્વીકારવામાં આવે અને અમલમાં મૂકવામાં આવે. જે-તે ઓડિયન્સ થિયેટર્સ સુધી નથી જતી એના માટે અનેક કારણો જવાબદાર છે. ફિલ્મમેકર્સના દ્રષ્ટિકોણથી અને ઓડિયન્સના દ્રષ્ટિકોણથી સમજવાનો પ્રયાસ કરીયે તો બંનેના લક્ષ્ય એક સરખા હોવા છતાં તેમની વિચારધારા અને તેમના માર્ગ અલગ અલગ છે. સૌથી પહેલા ફિલ્મમેકર્સના દ્રષ્ટિકોણને સમજવાનો પ્રયાસ ...