Posts

Showing posts with the label 31st

વર્ષ 2024 ઢોલીવૂડ માટે કેવું રહ્યું??

Image
કુલ 73 માંથી આંગણીના વેઢે ગણી શકાય એટલી ફિલ્મો સફળતાના શિખરો સર કરી શકી હતી. ઢોલીવૂડ માટે વર્ષ 2024 નું સરવૈયું કાઢવા બેસીયે તો ખબર પડશે કે આ વર્ષે ઢોલીવૂડને લગતા અનેક નવા રેકોર્ડ્સ બન્યા છે અને ખૂબ નવી વાર્તાઓ સાથે ફિલ્મો બનાવવામાં આવી છે. ફિલ્મની સફળતા અને નિષ્ફળતાને બાદ કરતા ઢોલીવૂડ માટે એ સારી વાત છે કે ન માત્ર 2024 માં પણ 2023 માં પણ અનેક નવા વિષયો સાથે ફિલ્મો બની હતી જે દર્શકોને આકર્ષવામાં સફળ રહી હતી. વર્ષ 2024 માં કુલ 73 ગુજરાતી ફિલ્મો રિલીઝ કરવામાં આવી હતી.                       જાન્યુઆરી 2024 ની શરૂઆત યશ સોનીની ‘ડેની જીગર’ નામની ફિલ્મથી થઈ હતી. આ એક સ્પૂફ ફિલ્મ હતી જે ગુજરાતી સિને જગતમાં પહેલીવાર બનાવવામાં આવી હતી. જોકે દર્શકોનો ફેવરેટ યશ સોની આ ફિલ્મમાં હોવા છતાં ફિલ્મ ફ્લોપ સાબિત થઈ હતી અને ફિલ્મમેકર્સે રાજીખુશીથી દર્શકોના આ નિર્ણયને સ્વીકાર્યો હતો. જોકે આ જ મહિનામાં માનસી પારેખ અને રોનક કામદારની સુપરહિટ ફિલ્મ ‘ઈટ્ટા-કિટ્ટા’ રિલીઝ થઈ હતી જે 2024 ની પહેલી સફળ ફિલ્મોમાં પોતાનું નામ સામેલ કરી શકી. આ ફ...

પ્રેમ અને વાસના વચ્ચેની પાતળી ભેદરેખા સમજાવતી વાસ્તવિક ઘટના પર આધારિત ફિલ્મ એટલે ‘31st'

Image
31 મી ડિસેમ્બરની પ્લાનિંગ અમલમાં મૂકતા પહેલા આ ફિલ્મ અચૂક જોવા જેવી છે ઢોલીવૂડ માટે વર્ષ 2014 ની શરૂઆત ‘ડેની જીગર’ ના એક નવા પ્રકારના પ્રયોગથી થઈ હતી અને આ વર્ષનો અંત પણ એક અનોખા પ્રકારની ફિલ્મથી થવા જઈ રહ્યો છે. આજે રિલીઝ થયેલી ગુજરાતી ફિલ્મ ‘31st' (થર્ટી ફસ્ટ) 2013 માં થયેલી અમદાવાદમાં 31 મી ડિસેમ્બરના રોજ બનેલી ગેંગેરપની સત્ય ઘટના પર આધારિત છે. સત્ય ઘટના પર આધારિત આ મલ્ટી સ્ટારકાસ્ટ ધરાવતી ફિલ્મને અત્યાર સુધીની ગુજરાતી સિનેમા જગતની એક અલગ પ્રકારની ફિલ્મ તરીકે જોવામાં આવી રહી છે.  પ્રાચી ઠાકર ગુજરાતી ફિલ્મ જગતમાં અત્યાર સુધી એવી ઘણી ઓછી ફિલ્મો બની છે જે સત્ય ઘટના પર આધારિત હોય અથવા તો કોઈ એક ચો ક્કસ ઘટનાને ધ્યાનમાં રાખીને બનાવવામાં આવી હોય. આ ફિલ્મના નામ, પોસ્ટર અને ટ્રેલર જોતા જ ખબર પડે છે કે ફિલ્મ ‘31st' બળાત્કાર જેવા મુદ્દા પર આધારિત ફિલ્મ છે. આ ફિલ્મ ન માત્ર બળાત્કારના મુદ્દાની વાત કરી રહી છે પણ કૃત્યનો ભોગ બનનાર વ્યક્તિ, તેના પરિવાર, તેની આજુબાજુનો સમાજ, આ હિન કૃત્ય કરનાર વ્યક્તિ, તેની માનસિકતા, પોલીસ અને કોર્ટ રૂમ જેવા કાનૂની પ્રશાસન સારી-નરસી વાત કરે છે. આ...

આ મહિને સામાજીક મુદ્દાઓને લઈને આવી રહી છે ગુજરાતી ફિલ્મો

Image
જાન્યુઆરી અને ફેબ્રુઆરીમાં ટેન્શન ફ્રી એન્ટરટેઇમેન્ટ માણ્યા બાદ હવે માર્ચ મહિનામાં સામાજીક મુદ્દાઓને વ્યક્ત કરતી ફિલ્મો આવી રહી છે ગુજરાતી સિનેમા જગત માટે વર્ષ 2024ના શરૂઆતના બે મહિના સારા રહ્યા એમ કહી શકાય. આ બે મહિનામાં કુલ 10 ફિલ્મ રિલીઝ થઈ જેમાંથી સાત ફિલ્મ અર્બન કોન્ટેન્ટવાળી રહી અને ત્રણ ફિલ્મ રૂરલ કોન્ટેન્ટવાળી. હવે આજથી શરૂ થઈ રહેલા માર્ચ મહિનામાં કુલ ચાર ગુજરાતી ફિલ્મો રિલીઝ થવાની છે. આગળ વધતા પહેલા છેલ્લા બે મહિના પર નજર કરીયે તો જાન્યુઆરીમાં આવેલી યશ સોની અને તર્જની ભાડલાની ‘ ડેની જીગર ’ ધાર્યા પ્રમાણે ઓડિયન્સને આકર્ષી ન શકી અને ફ્લોપ રહી, જેનો લાભ રોનક કામદાર અને માનસી પારેખની ફિલ્મ ‘ઇટ્ટા-કિટ્ટા’ને મળ્યો. આ ફિલ્મે સફળતાના દરેક સોપાન સર કર્યા અને દર્શકોના મનમાં પણ સ્થાન મેળવ્યું. ‘ઇટ્ટા-કિટ્ટા’ સાથે ‘મારા પપ્પા સુપરહીરો’ ની ક્લેશ થઈ હતી જેમાં શ્રદ્ધા ડાંગર અને અભિનય બેન્કરે અભિનય કર્યો હતો. એક સારા વિષય સાથે આવેલી ફિલ્મ ‘મારા પપ્પા સુપરહીરો’ ‘ઇટ્ટા-કિટ્ટા’ જેટલી સફળતા નહોતી મેળવી શકી પણ ઇન્ટરનૅશનલ લેવલે ઘણી નામના મેળવી ચૂકી હતી. ફેબ્રુઆરીમાં ‘કમઠાણ’, ‘...