અમારા વિશે

 નમસ્કાર. 


ઢોલીવૂડ ટોકિઝ - એક ઉદ્દેશ છે ગુજરાતી સિનેમાને જન-જન સુધી પહોંચાડવાનો. આજની ગુજરાતી ફિલ્મો, આજના વિષયવસ્તુને અનુરૂપ બની રહી છે અને ઓડિયન્સને તેમનું મનગમતું મનોરંજન પૂરુ પારી રહી છે.

ગુજરાતી પ્રેક્ષકોને ગુજરાતી ડાયરા, કવિતાઓ, શાયરી, મુશાયરા તો ગમે જ છે પણ એમાં જ્યારે ફિલ્મોની વાત આવે ત્યારે ગુજરાતી સિનેમાનો એ સુવર્ણયુગ યાદ આવે જેનાથી આજની યુવાપેઢી લગભગ અજાણ છે. સાહિત્યિક વિષયો પર કે ધર્મ, ઐતિહાસિક વિષયો પર બનતી ગુજરાતી ફિલ્મો ગુજરાતી જનમાનસને આકર્ષતી અને આજે નવા યુગના નવા વાઘા પહેરીને આવતી ગુજરાતી ફિલ્મો નવી યુવા ઓડિયન્સને આકર્ષે છે. 

અમારો પ્રયાસ એ જ ગુજરાતી સિનેમાના યાત્રામાં જોડાવાનો છે. ગુજરાતી સિનેજગતને પોતાના અલગ ચશમાથી જોવાનો એક પ્રયાસ અમે અહીં શરૂ કર્યો છે. અમને વિશ્વાસ છે કે આપણી ગુજરાતી પ્રજા અમને જરૂરથી સ્વીકારશે અને આવકારશે. 

Comments

Popular posts from this blog

‘ચૂપ’કીદી રાખવાની નહીં તોડવાની વાત છે

કેટલાને પાછળ પાડશે આ ‘ઝમકુડી’

કમઠાણ : મોટા પડદે સર્જાતું અશ્વિની ભટ્ટનું હાસ્યજગત