Posts

Showing posts with the label Kaushambi Bhatt

આજે થશે ‘વ્હાલી’ અને ‘ચાતર’ વચ્ચે ક્લેશ

Image
બંને ફિલ્મો ઓફબીટ છે માટે હવે દર્શકો કઈ ફિલ્મને વધારે સ્વીકારે છે એ જોવું રસપ્રદ રહેશે હજુ ગયા અઠવાડિયે એક પિતા બનવા જે રહેલી વ્યક્તિની વાત કરતી ફિલ્મ ‘ડેડા’ રિલીઝ થઈ હતી અને આજે બે ગુજરાતી ફિલ્મો વચ્ચે ફ્લેશ થવા જઈ રહ્યો છે. એક ફિલ્મ છે જેમાં પિતા અને પુત્રીના અનોખા સંબંધની વાત કરવામાં આવી છે અને એ ફિલ્મ છે ‘વ્હાલી’. બીજી બાજુ આજે બાળકોની એક ફિલ્મ રજૂ કરવામાં આવી છે જેઓ પોતાની બાલ્યાવસ્થામાં જ પોતાના ગામડામાં દારૂબંદી અંગે ઝુંબેશ ચલાવવાનું નક્કી કરે છે. આ ફિલ્મનું નામ છે ‘ચાતર’. ઢોલીવુડમાં આજે ‘વ્હાલી’ અને ‘ચાતર’ વચ્ચે ક્લેશ થવા જઈ રહ્યો છે.     સૌથી પહેલા વાત કરીએ ‘વ્હાલી’ ની તો આ ફિલ્મ ઇવેન્ટસ ઇન્ડિયા એન્ટરટેનમેન્ટ દ્વારા બનાવવામાં અને ડિરેક્ટ કરવામાં આવી છે. ‘જલસો’ ફિલ્મથી ઢોલીવુડમાં ડેબ્યૂ કરનાર ભાવિન ભાનુશાલીની આ બીજી ફિલ્મ છે જેમાં તેની સામે માઝલ વ્યાસ અભિનય કરતી જોવા મળશે. આ બંને યુવા કલાકારો ઉપરાંત ફિલ્મમાં સચિન પરીખ, અર્પિતા શેઠીયા, ભૂમિ શુક્લા, વિશાલ સોલંકી, ગાયત્રી રાવલ, વિધિ ચિતલીયા, કૃણાલ પંડિત, શેફાલી મહીડા, જય ભટ્ટ અને નિલેશ પંડ્યા જેવા કલાકારો અભિનય કરતાં જોવા...

દરેકે જોવા જેવી પણ પુરુષોએ સમજવા જેવી ફિલ્મ એટલે ‘જલેબી રૉક્સ’

Image
જીવનમાં આવતી જલેબી જેવી ગોળ ગોળ મૂંઝવણોને સરળ ભાષામાં વ્યક્ત કરતી આ ફિલ્મ દરેક પરિવારની છે ફિલ્મ જગતમાં 20-25 વર્ષની નાયિકા અને તેમના ઉછાળા મારતા યૌવન પર અનેક ફિલ્મો બને છે પણ જ્યારે એ જ સ્ત્રી 40-50 વર્ષની ઉંમરમાં પહોંચે ત્યારે તેના જીવનમાં જે ઈચ્છાઓ અધૂરી રહી ગઈ હોય અથવા તો જે સપનાઓ અધૂરા રહી ગયા હોય એ પૂરા કરવા શું તેને કોઈ મર્યાદા નડે છે અથવા તો તેને શારીરિક, માનસિક, સામાજિક અને અન્ય કેવી કેવી સમસ્યાઓનો સામનો કરવો પડે છે એ મુદ્દાને અહીં કેન્દ્રસ્થાને રાખવામાં આવ્યો છે. આ શબ્દો છે ઢોલીવૂડના નામાંકિત ડિરેક્ટર ચિન્મય પુરોહિતના જેમણે પોતાના આ વિચારને મોટા પડદા પર રજૂ કર્યા અને લઈને આવ્યા છે ફિલ્મ ‘જલેબી રૉક્સ’.  ફિલ્મનું નામ ‘જલેબી રૉક્સ’ કેમ છે એ તો ફિલ્મ જોયા પછી જ ખબર પડશે પણ થિયેટરમાંથી બહાર નીકળ્યા બાદ એટલું તો ચોક્કસ કહી શકાશે કે આ ફિલ્મ જલેબી જેવી ગોળ ગોળ વાતો નથી કરતી પણ મોટી ઉંમરે પહોંચ્યા બાદ મેનોપોઝને લઈને જે સમસ્યાઓનો, જે પીડાઓનો, ભોગ સ્ત્રીઓ બને છે એને એક અલગ દ્રષ્ટિકોણથી રજૂ કરે છે. માસિક શરૂ થતા છોકરીઓએ કઈ વાતોનું ધ્યાન રાખવું જોઈએ એ વાતો સૌ કોઈ કરે છે પણ માસિક બંધ થ...