Posts

Showing posts from July, 2026

લંડનમાં શૂટ થયેલી ‘લાયક નાલાયક’ આજથી સિનેમા ઘરોમાં

Image
30 થી પણ વધારે કલાકારો લઈને આવ્યા છે કોમેડી ફિલ્મ ગુજરાતી સિનેમા જગતમાં એક બાજુ ગામડાની લોક સંસ્કૃતિને ઉજાગર કરતી 'કડકનાથ' જેવી ફિલ્મો લોકોના મન મોહી રહી છે ત્યાં આજે એ જ સિનેમાઘરોમાં અંદાજે 30 થી પણ વધારે કલાકારોને એક સાથે ચમકાવતી મલ્ટી સ્ટારર ફિલ્મ 'લાયક નાલાયક' રિલીઝ થઈ ચુકી છે. શિવમ પિક્ચર્સ લિમિટેડ (યુકે)ના બેનર હેઠળ નિર્મિત ફિલ્મ ‘લાયક નાલાયક’ નું ટીઝર, ટ્રેલર, પોસ્ટર અને સંગીતનું ભવ્ય લોન્ચિંગ અમદાવાદ ખાતે કરવામાં આવ્યું હતું, જ્યાં ફિલ્મના કલાકારો, નિર્માતાઓ, મીડિયા પ્રતિનિધિઓ અને મોટી સંખ્યામાં ફિલ્મપ્રેમીઓ ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમ દરમિયાન રજૂ થયેલા ટીઝર અને ટ્રેલરને ઉપસ્થિત મહેમાનો તરફથી ઉત્સાહજનક પ્રતિસાદ મળ્યો હતો, જેના કારણે ફિલ્મ પ્રત્યેની આતુરતા વધુ વધી છે. ‘લાયક નાલાયક’ની સૌથી વિશેષ વાત એ છે કે ફિલ્મનું અંદાજે 95 ટકા શૂટિંગ લંડનના વિવિધ આકર્ષક લોકેશન્સ પર કરવામાં આવ્યું છે. ભવ્ય દૃશ્યો અને ઉચ્ચ કક્ષાના નિર્માણ સાથે ફિલ્મ દર્શકોને એક અલગ જ સિનેમેટિક અનુભવ કરાવશે તેવી અપેક્ષા છે.  ફિલ્મમાં ગુજરાતી અને હિન્દી ફિલ્મ જગતના અનેક જાણીતા કલાકારો મહત્વપૂર્ણ ભ...

21 વર્ષે આવ્યા દેવલો અને જીવલી

Image
નવી ટેક્નોલોજીના વાઘા પહેરી રી-રિલીઝ થઈ  ‘મેં તો પાલવડે બાંધી પ્રીત’ 21 વર્ષ બાદ આજે ફરીથી એક એવી ફિલ્મ રી-રિલીઝ થવા જઈ રહી છે જેણે અને ગુજરાતી સિનેમા પ્રેમીઓની આંખ ભીની કરી દીધી હતી. હિતેન કુમાર અને રાજલક્ષ્મીને ચમકાવતી જશવંત ગાંગાણી લિખિત અને દિગ્દર્શિત આ ફિલ્મ એટલે ‘મેં તો પાલવડે બાંધી પ્રીત’.  વર્ષ 2005 માં રિલીઝ થયેલી ગુજરાતી ફિલ્મ ‘મેં તો પાલવડે બાંધી પ્રીત’ એક સફળ ફિલ્મ રહી હતી જે એક પ્રેમિકાના એના પ્રેમી સાથેના સુખી સંસારની લાગણીઓને દર્શાવતી હતી. સામાન્યપણે જશવંત ગાંગાણીની ફિલ્મોમાં આપણને પારિવારિક મૂલ્યો ખૂબ જ સારી રીતે જાણવા અને માણવા મળે છે અને આ ફિલ્મમાં પણ એ મૂલ્યો કાયમ રહ્યા છે, ફરક છે ફિલ્મની વાર્તામાં અને ખાસ કરીને તેના ક્લાઈમેક્સમાં.  જીવલી (રાજલક્ષ્મી) અને દેવલા (હિતેન કુમાર) ની આ પ્રેમ કથામાં જીવલીના કાકાનો ભાઈ ભુવન (દિનેશ લાંબા) મુખ્ય વિલનનું પાત્ર ભજવે છે. ફિલ્મ ‘મેં તો પાલવડે બાંધી પ્રીત’ અભિનેત્રીના એટલે કે સ્ત્રીપક્ષના દ્રષ્ટિકોણથી બનાવવામાં આવી છે અને એટલે જ તેના પરિવારની વાર્તા કેન્દ્રસ્થાને છે. જીવલીના મા બાપ ન હોવા છતાં તે કાકા કાકીની છત્ર છાયા...

આવતા ત્રણ મહિનામાં રિલીઝ થનારી ફિલ્મો જાણી લો

Image
કોમેડી સાથે એક્શન ડ્રામા લઈને આવ્યો છે આ મહિનો જેમાં 21 વર્ષ બાદ રી-રિલીઝ થશે એક ફિલ્મ વર્ષના શરૂઆતના છ મહિનામાં ગુજરાતી સિનેમા જગતમાં અંદાજે 50 જેટલી ફિલ્મો રિલીઝ થઈ ચૂકી છે અને હવે આવનારા છ મહિનામાં હજુ અનેક ફિલ્મો રિલીઝ થવા જઈ રહી છે.  જુલાઈ મહિનાના ચાર અઠવાડિયામાં છ ફિલ્મ રિલીઝ થવાની છે એમાં પહેલા અઠવાડિયામાં જ એટલે કે આજે ત્રીજી જુલાઈએ બે ફિલ્મ રિલીઝ થઈ ચૂકી છે. પહેલી ફિલ્મ 'કર્માનું રહસ્યમ' એ ક્રાઈમ ફિલ્મ છે જે આસિફ સિલાવતે ડિરેક્ટ કરી છે. આ ફિલ્મમાં ઉત્સવ નાયક અને સપના વ્યાસ, મુખ્ય ભૂમિકામાં જોવા મળશે જ્યારે તેમની સાથે અરવિંદ વેગડા, બંસી રાજપુત, મકરંદ શુક્લા અને ખુદ આસિફ સિલાવત અભિનય કરતા જોવા મળશે. આ ફિલ્મ સાથે 'અઘરું છે યાર' નામની ડ્રામા ફિલ્મ રિલીઝ થશે જે તપન પટેલે ડિરેકટ કરી છે. આ ફિલ્મમાં જયદીપ ગાંગાણી તથા ઉર્વશી ચૌહાણ, મેહુલ બુચ, ઓમ ભટ્ટ અને અન્ય કલાકારો જોવા મળશે. આ ઉપરાંત બીજા અઠવાડિયામાં 'રંગા' અને 'શાતિર' નામની બે ક્રાઈમ ફિલ્મ રિલીઝ થશે જે અનુક્રમે શ્રીકાંત ચૌધરી અને રૂપીન શાહે ડિરેકટ કરી છે. આ બે અઠવાડિયા બાદ થોડી હલકી ફુલકી કોમેડી ફિલ્...

સમયસર વળતર માટે કલાકાર-કસબીઓનો સંઘર્ષ યથાવત્

Image
આર્ટ ડિરેક્ટર કુંજ ઠક્કરના નિધન બાદ ઢોલીવૂડમાં કલાકાર-કસબીઓને સમયસર વળતર ન મળી રહ્યું હોવાની ચર્ચા ફરી જાગી વાદવિવાદ સાથે ચર્ચા વિચારણા એ દરેક ઇન્ડસ્ટ્રીનો એક ભાગ હોય છે. હાલમાં ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં કેટલીક ચર્ચા વિચારણાઓનો દૌર ચાલી રહ્યો છે, જેણે ફિલ્મના અનેક સ્ટેક હોલ્ડર્સને અનેક વિષયો પર વિચારવા માટે મજબૂર કરી દીધા છે.  ગુજરાતી ફિલ્મમાં આર્ટ ડિરેક્ટર તરીકે કામ કરી ચૂકેલા કુંજ ઠક્કરના નિધન બાદ ઢોલીવુડમાં કાલકારો અને ટેક્નિશ્યનોને તેમનું યોગ્ય વળતર સમયસર મળી રહે એવી પહેલ શરૂ કરવામાં આવી છે જેમાં ગુજરાતી ફિલ્મ જગતના કલાકારો પણ તેમને સપોર્ટ આપી રહ્યા છે. વાસ્તવમાં કુંજ ઠક્કરના નિધન પહેલા તેઓ શારીરિક, માનસિક અને આર્થિક સ્વાસ્થ્ય સામે પણ સંઘર્ષ કરી રહ્યા હોવાની વાત સામે આવી હતી અને ખાસ તો તેમની મહેનતના પૈસા સમયસર ન મળ્યા હોવાનું સામે આવ્યું હતું જેના લીધે ઇન્ડસ્ટ્રીમાં કામ કરી રહેલા કલાકાર કસબીઓને સમયસર મહેનતાણું ન મળી રહ્યા હોવાની ચર્ચા ફરી એકવાર જાગી હતી. કુંજ ‘પાતકી’, ‘શસ્ત્ર’, ‘ડ્રામેબાજ’, ‘તીખી મીઠી લાઇફ’ જેવી ફિલ્મોમાં આર્ટ ડિરેક્ટર તરીકે કામ કરી ચૂક્યા છે.  કુંજના સમ...