Posts

Showing posts with the label Ramat Ramade Ram

સંજીવ કુમારની છેલ્લી ગુજરાતી ફિલ્મ રહી ‘મારે જાવું પેલે પાર’

Image
આ ફિલ્મ બાદ હરિભાઈ એકપણ ગુજરાતી ફિલ્મ ન કરી શક્યા પણ તેમની આ સફળ ફિલ્મો સિવાય ગુજરાતી ફિલ્મનો ઈતિહાસ જરૂરથી અધૂરો કહેવાય ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં હાલમાં ‘શૈતાન’ (2024) ફિલ્મ રિલીઝ થઈ હતી જે 2023 માં આવેલી ગુજરાતી ફિલ્મ ‘વશ’ ની ઓફિશ્યલ રિમેક હતી. આ બંને ફિલ્મમાં વાર્તા ઉપરાંત જાનકી બોડીવાલા કોમન હતી. જાનકીએ પોતે ‘વશ’ માં જે પાત્ર ભજવ્યું હતું એ જ પાત્ર તેણે ‘શૈતાન’ માં પણ ભજવ્યું હતું. કહેવાનો ભાવાર્થ એટલો કે એક જ કલાકારે પોતાનું એકને એક પાત્ર ઓરિજીલ અને રિમેક એમ બંને ફિલ્મોમાં ભજવ્યું હોય એવા કિસ્સા આપણે ત્યાં ગણ્યાગાઠ્યા જોવા મળતા હોય છે. જોકે સંજીવ કુમાર પણ એવા જ કલાકારોમાંના એક છે જેમણે એક જ વાર્તાની ગુજરાતી અને હિન્દી ફિલ્મમાં વિસ્મૃતિ દોષવાળી વ્યક્તિનું પાત્ર ભજવ્યું હતું અને બંને ફિલ્મોએ સફળતાના તમામ શિખરો સર કર્યા હતા. બોલીવુડની એ ફિલ્મ એટલે 1970 માં આવેલી ફિલ્મ ‘ખિલૌના’ અને 1978 માં આવેલી આ જ ફિલ્મની ગુજરાતી રિમેક ‘મારે જાવું પેલે પાર’, જે હરિભાઈની છેલ્લી ગુજરાતી ફિલ્મ બની રહી. ‘મારે જાવું પેલે પાર’ ની વાત શરૂ કરતા પહેલા એ જાણી લઈએ આ ફિલ્મની વાર્તાનો દબદબો વાસ્તવમાં કેટ...

કરાવે ધાર્યા કામ ને અંતે ‘રમત રમાડે રામ’

Image
સંજીવ કુમારની આ સુપરડુપર હિટ ફિલ્મે ગુજરાતી સિને જગત પર એક એવી છાપ છોડી છે જે આજની તારીખે પણ અકબંધ છે ગુજરાતી સિનેજગતમાં સંજીવ કુમારની શરૂઆતની બે ફિલ્મ એટલે કે ‘કલાપી’ (1966) અને ‘જીગર અને અમી’ (1970) માં રિલીઝ થયા બાદ તેમની ત્રીજી ગુજરાતી ફિલ્મ ‘રમત રમાડે રામ’ 1975 માં રિલીઝ થઈ હતી. આ ફિલ્મની રિલીઝ અંગે મોટાભાગે એમ કહેવામાં આવે છે કે ફિલ્મ ‘રમત રમાડે રામ’ 1975 માં નહીં પણ 1964 માં રિલીઝ થઈ હતી પણ લેખની શરૂઆતમાં આ વાતની સ્પષ્ટતા કરી દેવી ઘટે છે કે સુહાગ ચિત્ર દ્વારા રજૂ કરાયેલી ફિલ્મ ‘રમત રમાડે રામ’ 1975ની 17 મી સપ્ટેમ્બરે રિલીઝ થઈ હતી. ફિલ્મના સેન્સર બોર્ડ સર્ટિફિકેટમાં પણ આપણને આ તારીખ નોંધાયેલી જોવા મળે છે.  ફિલ્મ ‘રમત રમાડે રામ’ એક ઉમદા વાર્તા અને કલાકારોથી ભરપૂર સુપરહિટ ફિલ્મ રહી હતી. સંજીવ કુમાર સાથે મુખ્ય અદાકારા હતી પદ્મારાણી જેમણે એકસાથે ‘કલાપી’ ફિલ્મમાં પણ કામ કર્યું હતું. આ ઉપરાંત ફિલ્મની મુખ્ય જોડી હતી તરલા મહેતા, મહેશ કુમાર અને અરવિંદ પંડ્યાની. આ પાંચ મુખ્ય કલાકારો ઉપરાંત ફિલ્મમાં વનલતા મહેતા, વિષ્ણુકુમાર વ્યાસ, આશુતોષ શાસ્ત્રી, ડી.એસ. મહેતા, ચંપકલાલજી, ...