Posts

Showing posts with the label Sity Samrat

ઓ હો હો હો... શું નામ રાખ્યા છે ગોરી?

Image
આ લહેકો જ કહી આપે છે કે હાસ્ય કલાકાર રમેશ મહેતાને ઓળખની જરૂરત નથી  ઓ હો હો હો... ઢોલીવુડની ફિલ્મોમાં આ લહેકો જ્યારે પણ સાંભળો ત્યારે એક પાતળો, લાંબો, મૂછળીયો, કેડિયુ કે બંડી સાથે ધોતીયુ પહેરેલો માણસ આંખ સામે ખડો થઈ જાય. ઓળખાણ આપવાની જરૂરત ન પડે પણ એવા ગુજરાતી સિનેજગતના દિગ્ગજ હાસ્યકલાકાર, ‘સીટી સમ્રાટ’ રમેશ મહેતાની આજે મનમૂકીને વાત કરીશું જેમની આવતા રવિવારે એટલે કે 23મી જૂને 92મી જન્મજયંતિ આવી રહી છે.  ગોંડલના નવાગામ ખાતે ગિરધારલાલ ભીમજી અને મુક્તાબહેન મહેતાના ઘરે જન્મેલા રમેશ નાનપણથી ભણતરમાં ઓછો પણ ગણતરમાં વધારે રસ ધરાવતા. નિશાળે જવું ઝાઝુ ગમતું નહીં પણ ઘરમાં સાહિત્યીક વાતાવરણ હોવાને લીધે રામાયણ, ગીતા અને સંસ્કૃતના શ્લોકો વાંચવા ઘણા ગમતા. ખુદ તેમના બાપુજીને નાટકનો શોખ હતો જે રમેશમાં પણ ઉતર્યો. ઘણા ઓછાને ખ્યાલ હશે કે રાજકોટમાં બાળપણ વિતાવી રહેલા રમેશ જ્યારે છ મહિનાના હતા ત્યારે તેમના મકાનની બાજુમાં જ ચાલતી નાટક કંપનીએ તેમનાં માતા-પિતાની સંમતિથી એક નાટકમાં બાળકના રોલમાં બાળ રમેશને રજૂ કરી દીધા હતા. ગિરધરલાલજીની નાટ્યકંપનીઓ સાથે સારી એવી ઓળખાણ હતી જેનો લાભ રમેશને મળ...