Posts

Showing posts with the label Gujarati Poems in Gujarati Films

ઢોલીવૂડના દરેક ગીત એક કવિતા છે અને દરેક કવિતા એક ગીત

Image
જેમ બદલાતા સમય સાથે ફિલ્મોની વાર્તા બદલાઈ છે, એમ ગીતોનું બંધારણ અને તેની રજૂઆત પણ બદલાઈ છે, તેમ છતાં ગુજરાતી સાહિત્ય સાથે જોડાયેલા ગીતકાર-સર્જકોની અછત પણ વર્તાઈ રહી છે ગુજરાતી સિનેમા જગતમાં બનતા ગીતોએ આજે અલગ રૂપ લીધું છે. દર વખતની જેમ આજના ગીતો સાંભળવા તો ઘણા ગમતા હોય છે પણ જાજા યાદ નથી રહેતા કે ગણગણાતા નથી. આ સમસ્યા માત્ર ગુજરાતી ગીતોને નહીં પણ લગભગ દરેક પ્રાદેશિક ભાષાની ફિલ્મોની છે. વળી, આપણે આપણા વડિલોને એમ કહેતા પણ ઘણીવાર સાંભળ્યા હશે કે અમારા જમાનામાં તો એવા એવા ગીતો બનતા કે આજે પણ એ ગીતો સાંભળતા અમે નાચી પડીયે છીએ અને આખે આખા ગીત ગાતા થઈ જઈએ છીએ... ગઈ કાલનો દિવસ એટલે કે 21મી માર્ચ વર્લ્ડ પોએટ્રી ડે એટલે વિશ્વ કવિતા દિવસ તરીકે ઉજવાયો. ફિલ્મના ગીતોને જો એક અલગ દ્રષ્ટિકોણથી જોવાનો પ્રયાસ કરીએ તો તે એક પ્રકારની કવિતા જ કહી શકાય, જેમાં ગીતકાર વાર્તાને અનુરૂપ જે-તે પાત્રની લાગણીઓને વાચા આપી દર્શકો સામે રજૂ કરે છે. છંદબદ્ધ એ રચનામાં જ્યારે યોગ્ય સંગીત ઉમેરાય ત્યારે એક સુંદર ગીત, ગઝલ, અથવા તો કવિતાનું સર્જન થાય છે. આપણું સિનેમા જગત તો ગીત-સંગીત વિના અધૂરુ છે. તેમ છતાં ઘણાં ...