57.5% દર્શકો ગુજરાતી ફિલ્મો જોવા થિયેટરે જાય છે
સાત શહેરોમાં થયેલા સર્વેમાં વાર્તા દર્શકોની પ્રથમ પસંદગી તરીકે સામે આવી; ટિકિટના ભાવ અને મનોરંજન પણ ફિલ્મ જોવાના નિર્ણયમાં મહત્ત્વનાં પરિબળો તરીકે સામે આવ્યા ગુજરાતી ફિલ્મ ઉદ્યોગ છેલ્લા કેટલાક વર્ષોમાં નવી આશાઓ સાથે આગળ વધી રહ્યો છે. નવી પેઢીના કલાકારો, આધુનિક ટેક્નોલોજી, સુધરતું નિર્માણ અને બદલાતા વિષયોએ ગુજરાતી સિનેમાને નવી ઓળખ આપી છે. તેમ છતાં, ઘણી ફિલ્મો અપેક્ષા મુજબનો બોક્સ ઑફિસ બિઝનેસ કરી શકતી નથી. ત્યારે એક મહત્ત્વનો પ્રશ્ન ઊભો થાય છે કે શું ગુજરાતીઓ પોતાની ભાષાની ફિલ્મો જોવા થિયેટર સુધી જતા નથી, કે પછી ફિલ્મો દર્શકોને આકર્ષે એટલું મનોરંજન અને ગુણવત્તા આપી શકતી નથી? આ પ્રશ્નનો જવાબ માત્ર દર્શકોને દોષ આપીને કે ફિલ્મોની ગુણવત્તા પર સવાલ ઉઠાવીને આપી શકાય તેમ નથી. તેની પાછળ વાર્તા, પ્રચાર, ટિકિટની કિંમત, થિયેટરમાં ઉપલબ્ધતા અને દર્શકોનો ફિલ્મ ઉદ્યોગ પ્રત્યેનો વિશ્વાસ જેવા અનેક પરિબળો કામ કરે છે. ગુજરાતી ફિલ્મોના દર્શકોની પસંદગી સમજવા માટે ગુજરાત યુનિવર્સિટીમાં New Wave Audience of Regional Cinema: The Gujarat Paradox નામની એક રિસર્ચ કરવામાં આવી હતી જેમાં અમદાવાદ, વડોદરા, સુરત, રાજકોટ...