Posts

Showing posts with the label JOJO

ઓટીટી પ્લેટફોર્મ ઢોલીવૂડ માટે ગળાનો હાર કે ફાંસો?

Image
બોક્સ ઓફિસ કલેક્શનમાં સપોર્ટ નથી કરતું પણ નિર્માતાઓ માટે કોસ્ટ રિકવરીનું એક ઓપ્શન બની ગયું છે  ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રી આજે એક એવા વળાંક પર ઊભી છે, જ્યાં ડિજિટલ મનોરંજનની દુનિયા તેના માટે નવી તકો પણ લઈને આવી છે અને નવા પડકારો પણ. એક તરફ ઓટીટી પ્લેટફોર્મ ગુજરાતી ફિલ્મો અને વેબ સિરીઝને ગુજરાતની બહારના દર્શકો સુધી પહોંચાડવાનું માધ્યમ બન્યું છે, તો બીજી તરફ ફિલ્મ નિર્માતાઓના માટે બોક્સ ઓફિસ કરે છે પર અસર કરનારો માથાના દુખાવો બન્યું છે. એવામાં સવાલ એ થાય કે ઓટીટી ઢોલીવૂડ માટે ગળાનો હાર સાબિત થઈ શકે છે કે ગળાનો ફાંસો? મે 2026માં પ્રકાશિત થયેલા એક અહેવાલ મુજબ, ગુજરાતી કન્ટેન્ટની ડિજિટલ વપરાશની સંભાવના હજી સંપૂર્ણપણે વિકસેલી નથી. એટલે કે આ દિશામાં એક-બે ઓટીટીને બાદ કરતા કોઈ મોટા એવા પ્લેટફોર્મ નથી જે ગુજરાતી ફિલ્મના થિયેટરમાંથી ઉતરી ગયા પછી એને દર્શકો સુધી પહોંચાડતા હોય.  ન માત્ર ગુજરાતી સિનેમા જગત પણ વિશ્વ આખાના ફિલ્મી જગત સાથે જોડાયેલા લોકો દર્શકોને સૌથી પહેલા એ જ અપીલ કરતા હોય છે કે તેઓ થિયેટરમાં આવીને ફિલ્મ જુએ, એ ફિલ્મની ઓટીટી પર આવવાની રાહ ન જુએ. જોકે આ વાત સો ટકા સાચી પણ છે કાર...