Posts

બોક્સઓફિસ કલેક્શનમાં ઢોલીવુડની ડબલ સેન્ચુરી

Image
લાલો, ચણિયા ટોળી, ઉંબરો અને અન્ય ફિલ્મોની સફળતાને લીધે વર્ષ 2025 ગુજરાતી સિનેમા જગત માટે સફળ રહ્યું એમ ચોક્કસ કહી શકાય થોડા સમય પહેલા એક રિપોર્ટ આવ્યો હતો જેમાં ગુજરાતી ફિલ્મ જગતે 100 કરોડનો વકરો કર્યો હોવાની વાત કહેવામાં આવી હતી અને આ રિપોર્ટ આવ્યાના થોડા દિવસ બાદ જ ‘લાલો’ ફિલ્મે એકલા હાથે 100 કરોડથી વધારાનું બોક્સ ઓફિસ કલેક્શન કરી બતાવ્યું એટલે જોવા જઈએ તો વર્ષ 2025 ઢોલવુડ માટે ડબલ સેન્ચુરી લઈને આવ્યું છે.  વર્ષ 2025ની સૌથી સફળ ગુજરાતી ફિલ્મની વાત કરીએ તો ‘લાલો :  શ્રીકૃષ્ણ સદા સહાયતે’ અત્યાર સુધી અંદાજિત 112 કરોડ રૂપિયાનું વર્લ્ડ વાઇડ બોક્સ ઓફિસ કલેક્શન કરી ચૂકી છે. ભારત સિવાય આ ફિલ્મ ઓસ્ટ્રેલિયા, યુએસએ, જર્મની જેવા દેશમાં પણ રિલીઝ કરવામાં આવી છે. લાલો રિલીઝ થયાના અઠવાડિયા પછી જ જય બોડાસ અને પાર્થ ત્રિવેદી દ્વારા ડિરેક્ટેડ અને યશ સોનીને ચમકાવતી ફિલ્મ ‘ચણિયા ટોળી’ રિલીઝ થઈ હતી.  રિલીઝ થયાના શરૂઆતી દિવસોમાં જ આ ફિલ્મે જબરદસ્ત કલેક્શન કર્યું હતું. તેમ છતાં ફિલ્મ અંદાજે 23 કરોડ રૂપિયાનો વકરો કરી શકી હતી.  જોકે સૌ કોઈને એવી આશા હતી કે દિવાળીના સમયમાં રિલીઝ થયેલી આ ફિલ્...

આ વર્ષે ઢોલીવુડમાં કોણે કોણ કરી એન્ટ્રી?

Image
અનેક જાણીતા કલાકારોએ આ વર્ષે ડેબ્યુ કરી લીધું છે અને ઘણાં એવાય છે જે આવતા વર્ષે ડેબ્યુ કરવાના છે બોક્સ ઓફિસ કલેક્શનની દ્રષ્ટિએ વર્ષ 2025 ગુજરાતી સિનેમા જગત માટે એક મહત્ત્વનું વર્ષ રહ્યું છે. વળી આ વર્ષમાં અનેક નવા ચેહરાઓએ ગુજરાતી સિનેમામાં પદાર્પણ કર્યું છે અથવા તો કેટલાક ચહેરા એવા છે જેમણે એક લાંબા સમય પછી ગુજરાતી ફિલ્મ જગતમાં એન્ટ્રી કરી છે.  શરૂઆતથી શરૂ કરીએ તો જાન્યુઆરી મહિનામાં રિલીઝ થયેલી ત્રીજી ફિલ્મ ‘મોમ તને નહીં સમજાય’ દ્વારા રશ્મિ દેસાઈ અને અમર ઉપાધ્યાય પહેલીવાર એક સાથે મોટા પડદે જોવા મળ્યા હતા. મોટાભાગે સિરિયલો કરતાં આ બંને અભિનેતાઓને ધર્મેશ મહેતાએ ડિરેક્ટ કર્યા હતા. અમરે આ પહેલાં 2017 માં ‘આવ તારું કરી નાખું’ નામે ગુજરાતી ફિલ્મ કરી હતી જ્યારે રશ્મિ ગુજરાતી રંગમંચ પર સક્રિય રહી ચૂકી હતી. આ ફિલ્મનાા અઠવાડિયા બાદ ‘તારો થયો’ નામની ફેમિલી ડ્રામા ફિલ્મ રિલીઝ થઈ હતી જેમાં જાણીતા લેખિકા કાજલ ઓઝા વૈદ્ય, હિતેન કુમારના હિરોઈન તરીકે જોવા મળ્યા હતા. આ પહેલા તેઓ ‘ચાંદલો’ (2023) જેવી ફિલ્મમાં અભિનય કરી ચૂક્યા હતા. મે મહિનાની નવમી તારીખે મલ્હાર ઠાકર અને વ્યોમા નંદીની ફિલ્મ ‘જય માતાજી લ...

14 રીલમાં સમાયેલી ‘ભવની ભવાઈ’

Image
ઓછું બજેટ હોવાથી કેટલાકે ફ્રી માં કામ કર્યું તો ગામવાસીઓને જ પ્રજા તરીકે સામેલ કરી લેવાયા હતા  લોકનાટ્ય શૈલી ભવાઈનું મૂળ તત્વ જળવાઈ રહે એ ઉદ્દેશ સાથે કેતન મહેતા 1980 માં ‘ભવની ભવાઈ’ નું નિર્માણ કરી રહ્યા હતા. પરેશ મહેતા નિર્મિત આ ફિલ્મની વાર્તા ધીરુબેન પટેલે લખી હતી. નસીરુદ્દીન શાહ, સ્મિતા પાટીલ, મોહન ગોખલે, ઓમ પુરી, સુહાસિની મુલે, દીના પાઠક, બેન્જામિન ગેલાની જેવા અનેક દિગ્ગજ કલાકારોને એક ફ્રેમમાં બેસાડવાની જવાબદારી કેતન મહેતાએ ઉપાડી લીધી હતી. આ ફિલ્મનું મોટાભાગનં શૂટિંગ ખેડા જિલ્લાના વસો ગામે દરબાર ગોપાલદાસની હવેલી ખાતે થયું હતું.  ‘ભવની ભવાઈ’ ના નિર્માણ પાછળની રોચકતા પર નજર કરીયે તો ખબર પડે છે કે ફિલ્મ ઍન્ડ ટેલિવિઝન ઇન્સ્ટીટ્યૂટમાંથી સ્નાતક થયા બાદ કેતન મહેતા અમદાવાદ ખાતે એક નોકરીમાં જોડાયા હતા. એક મુલાકાતમાં જણાવ્યા અનુસાર કેતન મહેતા ગુજરાતી સાહિત્યના પરિચયમાં ઘણાં વિલંબથી આવ્યા. જોકે પિતા ગુજરાતીના પ્રોફેસર હતા એટલે ઉમાશંકર જોષી જેવા અનેક ગુજરાતી સાહિત્યકારોના સહવાસનો લાભ મળ્યો હતો. સમય જતા તેમણે અમદાવાદ ખાતે  ઇસરો સંચાલિત સેટેલાઈટ ચેનલ માટે કામ કર્યું હતું અને એ માટે...

બે પ્રકારના એન્ડિંગ સાથે બનેલી ‘ભવની ભવાઈ’ આજે બનવી મુશ્કેલ છે

Image
રિલીઝ વખતે ન વખણાયેલી આ ફિલ્મ આજે સાડા ચાર દાયકા પછી પણ કલ્ટ ફિલ્મોની યાદીમાં શિરમોર છે ગુજરાતી સિનેમાજગતમાં કેટલીક એવી ફિલ્મો બને છે જે સમય જતા માત્ર ફિલ્મ બનીને નથી રહેતી, પણ સંસ્કૃતિ, સાહિત્ય અને કળાનું એક દસ્તાવેજ બની જાય છે. એવી જ એક ફિલ્મ છે કેતન મહેતાની ‘ભવની ભવાઈ’ જે 1980 માં રિલીઝ થઈ હતી. એક એક્સપરિમેન્ટલ કહી શકાય એવી આ ફિલ્મે રિલીઝના સમયે બહુ મોટી વ્યાપારી સફળતા નહોતી મેળવી, પરંતુ આજે વર્ષો પછી કલ્ટ-ક્લાસિક ફિલ્મોની યાદીમાં આ ફિલ્મ શિરમોર છે અને અચૂક સ્થાન પામે છે.   ધીરુબેન પટેના નાટક ‘ભવની ભવાઈ’ પરથી આ ફિલ્મ બનાવવામાં આવી હતી જે કેતન મહેતાની પણ પહેલી ફિલ્મ હતી. આ ફિલ્મમાં નસીરુદ્દીન શાહ, ઓમ પૂરી, સ્મિતા પાટિલ, દીના પાઠક, બેન્જામિન ગિલાની, મોહન ગોખલે, સુહાસિની મુલે, નિમેશ દેસાઈ અને ગોપી દેસાઈ જેવા ખ્યાતનામ કલાકારોએ અભિનય કર્યો હતો. ધીરુબેને જ આ ફિલ્મના ગીતો લખ્યા હતા જેને અવિનાશ વ્યાસના પુત્ર ગૌરાંગ વ્યાસે સંગીતબદ્ધ કર્યા હતા. ‘ખડખડ વહેતી સઘળું સહેતી, નદી વહેતી જાય, પળ પળ કહેતી જાય’, જે સૌથી લોકપ્રિય ગીત બની રહ્યું, ‘પાછું વાળીને જેને જોઈ ન જાનકી ને કરીયે કીયો રે ભર...

લાલોની સફળતામાં ઓડિયન્સ સદા સહાયતે

Image
ઓછું બજેટે દમદાર બોક્સ ઓફિસ કલેક્શન કરી આપતી ફિલ્મો એ વાતની સાબિતી છે કે કોન્ટેન્ટ જ સર્વસ્વ છે ફિલ્મજગતમાં સફળતાનું માપદંડ ફિલ્મના બોક્સ ઓફિસ કલેક્શન પરથી અંકાતું હોય છે. વળી કેટલીક ફિલ્મો એવી હોય છે જે આ બોક્સ ઓફિસ કલેક્શનથી આગળ વધીને લોકોના મનમાં ઘર જતી હોય છે. દોઢ મહિના પહેલા રિલીઝ થયેલી ગુજરાતી ફિલ્મ ‘લાલાો : શ્રીકૃષ્ણ સદા સહાયતે’ એવી જ એક ફિલ્મ બનીને આજે ઢોલીવૂડમાં છવાયેલી છે, જેણે મોટાભાગના દરેક રેકોર્ડ તોડી દીધા છે. ઓછા બજેટમાં બનેલી ફિલ્મો જ્યારે રેકોર્ડ બ્રેક કમાણી કરે ત્યારે ફિલ્મનો કોન્ટેન્ટ એકછત્રી શાસન કરતો જોવા મળે છે. લાલો જ્યારે રિલીઝ થઈ હતી ત્યારે કોઈએ સપનામાં પણ નહીં વિચાર્યું હોય કે આ ફિલ્મ સતત દોઢ મહિના સુધી મોટા પડદા પર ટકી શકશે અને 50 કરોડથી પણ વધારાનું બોક્સ ઓફિસ કલેક્શન કરી શકશે.  અંકિત સખીયા દ્વારા નિર્દેશિત આ ફિલ્મમાં તુલસીના પાત્રમાં રીવા રાચ્છ, શ્રીકૃષ્ણ એટલે કે લાલોના પાત્રમાં શ્રૃહદ ગોસ્વામી અને તુલસીના પતિ લાલોના પાત્રમાં કરણ જોષીએ મુખ્ય અભિનય કર્યો છે. કાઠિયાવાડી ભાષામાં બનેલી અને મોટાભાગે જૂનાગઢ અને તેની આસપાસના વિસ્તારમાં શૂટ થયેલી આ ફિલ્મની વાર્ત...

ઢોલીવૂડના બાળકલાકારો અને બાળફિલ્મો

Image
બાળકોના દ્રષ્ટિકોણથી ફિલ્મને રજૂ કરવાનો ફિલ્મમેકરનો કિમીયો મોટાભાગે કામ કરી જતો હોય છે, ધ લાસ્ટ શૉ એનું ઉત્તમ ઉદાહરણ છે ફિલ્મી દુનિયા ખરેખર એટલી રોમાંચક હોય છે કે નાનપણથી જ ઘણા લોકો આ ઇન્ડસ્ટ્રીમાં આવવાના સપના જોતા હોય છે. આ સિલસિલો અત્યારથી નહીં પણ વર્ષોથી ચાલતો આવ્યો છે. મીના કુમારી, નરગીસ, તબસ્સુમ, શ્રીદેવી, ડેઝી ઈરાની, નાઝથી માંડીને કમલ હસન, રિશી કપૂરથી માંડીને રિતિક રોશન સુધીના અનેક એવા કલાકારો છે જેમણે પોતાની ફિલ્મી સફર એક બાળ કલાકાર તરીકે શરૂ કરી હતી. ગુજરાતી સિનેમા જગતમાં પણ એવા ઘણા બાળ કલાકારો છે જે આજે એક નામાંકિત અને પ્રતિષ્ઠિત અભિનેતા બની ચૂક્યા છે. ભવિષ્યમાં ગુજરાતી સિનેમાના રૂપેરી પડદે સંભવિત કલાકારના રૂપે જોવા મળનારા આજના બાળ કલાકારોને આજે બાલદિનના અવસર પર ઓળખવાનો પ્રયાસ કરીએ અને સાથે કેટલીક એવી ગુજરાતી ફિલ્મો તરફ પણ દૃષ્ટિ કરીએ જેમાં બાળકોના દ્રષ્ટિકોણને કેન્દ્રસ્થાને રાખીને ફિલ્મ બનાવવામાં આવી છે. આ વર્ષમાં રિલીઝ થયેલી વંદના પાઠકની સુપરહિટ ફિલ્મ ‘જલેબી રોક્સ’ દરેક ગુજરાતીએ જોઈ હશે. આ ફિલ્મમાં વંદના પાઠકની અમેરિકામાં ભણતી દીકરી તરીકે આપણે જીયા ભટ્ટને અભિનય કરતી જોઈ શકીએ...

પ્રમોશન, સ્ટંટ અને નકામી માથાકૂટ...

Image
ફિલ્મ રિલીઝ પહેલા સર્જાતી મુસીબત ફિલ્મ મેકર માટે અણધાર્યા પડકારો ખડા કરે છે જેની અસર ક્યારેક ફિલ્મની ગુણવત્તા પર પણ પડે છે. ફિલ્મ મેકિંગનું કામ એવું હોય છે કે એમાં દરેક તબક્કે પડકારો આવતા જ હોય છે. જે કામ ફિલ્મને પ્રમોટ કરવા માટે કરવામાં આવતું હોય છે એ જ કામ ક્યારેક ફિલ્મને મુસીબતમાં પણ મૂકી દીધું હોય છે. હાલમાં જ આવો એક કિસ્સો ફિલ્મ ‘મિસરી’ સાથે થયો. 31મી ઓક્ટોબરે રિલીઝ થયેલી માનસી પારેખ અને રોનક કામદારની બીજી ફિલ્મ ‘મિસરી’ રિલીઝ થતા પહેલાં જ એક વિવાદ સર્જી બેઠી. આ ફિલ્મના કલાકારો ટીકુ તલસાણીયા, પ્રેમ ગઢવી, જેસલ જાડેજા અને માનસી પારેખ ગોહિલનો એક વીડિયો વાયરલ થયો જેમાં તેઓ અમદાવાદના રોડ પર રાતના સમયે બાઈક સ્ટંટ કરતા જોવા મળ્યા હતા. આ વીડિયોમાં ટીકુ તલસાણીયા બાઇક પર ઊભા થઈને અને માનસી તારીખે ટાઇટેનિક પોઝ આપતી જોવા મળે છે. તો કેટલાક બાઇકર્સે તો હેલ્મેટ પણ પહેરી ન હતી. આ વીડિયો વાયરલ થયા બાદ અમદાવાદ ટ્રાફિક પોલીસે એક્શન મોડમાં આવતા કાર્યવાહી હાથધરી હતી જેના બાદ ટીકુ તલસાણીયા જેવા વરિષ્ઠ કલાકારે ટ્રાફિકના નિયમોનું પાલન કરવાની અપીલ કરવાની સાથે માફી પણ માંગી હતી. ફિલ્મના પ્રોડ્યુસર સંજય સોની...