આ વર્ષે ઢોલીવુડમાં કોણે કોણ કરી એન્ટ્રી?
અનેક જાણીતા કલાકારોએ આ વર્ષે ડેબ્યુ કરી લીધું છે અને ઘણાં એવાય છે જે આવતા વર્ષે ડેબ્યુ કરવાના છે
બોક્સ ઓફિસ કલેક્શનની દ્રષ્ટિએ વર્ષ 2025 ગુજરાતી સિનેમા જગત માટે એક મહત્ત્વનું વર્ષ રહ્યું છે. વળી આ વર્ષમાં અનેક નવા ચેહરાઓએ ગુજરાતી સિનેમામાં પદાર્પણ કર્યું છે અથવા તો કેટલાક ચહેરા એવા છે જેમણે એક લાંબા સમય પછી ગુજરાતી ફિલ્મ જગતમાં એન્ટ્રી કરી છે.
શરૂઆતથી શરૂ કરીએ તો જાન્યુઆરી મહિનામાં રિલીઝ થયેલી ત્રીજી ફિલ્મ ‘મોમ તને નહીં સમજાય’ દ્વારા રશ્મિ દેસાઈ અને અમર ઉપાધ્યાય પહેલીવાર એક સાથે મોટા પડદે જોવા મળ્યા હતા. મોટાભાગે સિરિયલો કરતાં આ બંને અભિનેતાઓને ધર્મેશ મહેતાએ ડિરેક્ટ કર્યા હતા. અમરે આ પહેલાં 2017 માં ‘આવ તારું કરી નાખું’ નામે ગુજરાતી ફિલ્મ કરી હતી જ્યારે રશ્મિ ગુજરાતી રંગમંચ પર સક્રિય રહી ચૂકી હતી. આ ફિલ્મનાા અઠવાડિયા બાદ ‘તારો થયો’ નામની ફેમિલી ડ્રામા ફિલ્મ રિલીઝ થઈ હતી જેમાં જાણીતા લેખિકા કાજલ ઓઝા વૈદ્ય, હિતેન કુમારના હિરોઈન તરીકે જોવા મળ્યા હતા. આ પહેલા તેઓ ‘ચાંદલો’ (2023) જેવી ફિલ્મમાં અભિનય કરી ચૂક્યા હતા.
મે મહિનાની નવમી તારીખે મલ્હાર ઠાકર અને વ્યોમા નંદીની ફિલ્મ ‘જય માતાજી લેટ્સ રોક’ રિલીઝ થઈ હતી. આ ફિલ્મના મુખ્ય પાત્ર એટલે કે દાદીના પાત્રમાં નીલા મુલ્હેકરને સૌ કોઈએ વધાવી લીધા હતા. આ ફિલ્મ પહેલા નીલાજી 2019માં ‘ડ્રિમ ગર્લ’ અને 2023 માં ‘ગાંધી ગોડસે એક યુદ્ધ’ નામની હિન્દી ફિલ્મો કરી ચૂક્યા હતા. ‘જય માતાજી લેટ્સ રોક’ તેમની પહેલી ગુજરાતી ફિલ્મ હતી.
આ ફિલ્મના અઠવાડિયા પછી એટલે કે 16 મી મે ના રોજ એક એવી ફિલ્મ રિલીઝ થઈ જેની આખેઆખી સ્ટારકાસ્ટ નવી હતી. વર્ષ 2004 માં આવેલી ફિલ્મ ‘ટારઝન ધ વન્ડર કાર’માં અભિનય કરનારા વત્સલ શેઠ અને ‘દિયા ઓર બાતી હમ’ થી માંડીને ‘જ્યાદા મત ઉડ’ જેવા અનેક ડેઇલી સોપ કરનારી હેલી શાહની આ ડેબ્યુ ગુજરાતી ફિલ્મ હતી ‘સરપ્રાઇઝ’. જોકે તેમની સાથે જાનવી ચૌહાણે પણ અભિનય કર્યો હતો જેમને આ ફિલ્મ દ્વારા ઢોલીવુડમાં રીઇન્ટ્રોડ્યુસ કરવામાં આવી હતી.
‘જલસો’ નામની ફેમિલી ડ્રામા ફિલ્મમાં અરુણા ઈરાની પણ એક લાંબા સમય પછી જોવા મળ્યા હતા. આ પહેલા અરુણા ઈરાની ‘ચાલ જીવી લઈએ’ (2019) ફિલ્મમાં ડોક્ટરના પાત્રમાં દેખાયા હતાં. આ ફિલ્મ થકી સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર ભાવિન ભાનુશાલીએ પણ પોતાનું ડેબ્યૂ કર્યું હતું. ‘કહાની ઘર ઘર કી’, ‘કુસુમ’, ‘કસોટી જિંદગી કી’ અને ‘CID’ જેવી અનેકો સિરીયલોમાં કામ કરી ચૂકેલા માનવ ગોહિલ ‘જલેબી રોક્સ’ નામની ગુજરાતી ફિલ્મમાં અભિનય કરતા જોવા મળ્યા હતા. આ પહેલા તેઓ ‘ચાંદલો’ (2023) નામની ફિલ્મ અને ‘મત્સ્યવેધ’ નામે એક ગુજરાતી વેબસરીઝ કરી ચૂક્યા હતા.
‘સરપ્રાઇઝ’ નામની ફિલ્મ કર્યા બાદ હેલી શાહ આ વર્ષે જ પોતાની બીજી ગુજરાતી ફિલ્મ લઈને આવી હતી જેનું નામ હતું ‘ડેડા’ જેમાં તેના પાત્રને લોકોએ સહર્ષ વધાવ્યું હતું. ચોથી જુલાઈએ ‘ડેડા’ રિલીઝ થયા બાદ 11મી જુલાઈએ ‘વ્હાલી’ નામની ફેમિલીટ ડ્રામા ફિલ્મ આવી હતી જેમાં ભાવિન ભાનુશાલી, માઝેલ વ્યાસ અને સચિન પરીખ જેવા કલાકારોએ અભિનય કર્યો હતો. અનેક ગુજરાતી-હિન્દી સિરીયલ્સ તથા ફિલ્મો બાદ પહેલીવાર સિનીયર એક્ટર સચિન પરીખ ગુજરાતી ફિલ્મોમાં જોવા મળ્યા છે અને આ ફિલ્મમાં તેમના પિતાના પાત્રએ ફિલ્મને લાગણીસભર બનાવવામાં પાયાની ભૂમિકા ભજવી હતી જ્યારે, ભાવિન ભાનુશાલીની આ વર્ષની આ બીજી ફિલ્મ હતી.
આ તમામ કલાકારો ઉપરાંત એ વાત નોંધવી રહી કે આવતા વર્ષે પણ કેટલીક એવી ફિલ્મો રિલીઝ થવાની છે જેમાં કેટલાક નવા ચહેરાઓ ચોક્કસથી જોવા મળશે, જરૂર છે તો બસ દર્શકોએ રાહ જોવાની...
- આર.જે. સચીન વજાણી (નાચીઝ) / કાજોલ વજાણી
- dhollywoodtalkies@gmail.com
.jpg)
.jpg)
.jpg)
.jpg)
.jpg)
.jpg)
Comments
Post a Comment