બે પ્રકારના એન્ડિંગ સાથે બનેલી ‘ભવની ભવાઈ’ આજે બનવી મુશ્કેલ છે
રિલીઝ વખતે ન વખણાયેલી આ ફિલ્મ આજે સાડા ચાર દાયકા પછી પણ કલ્ટ ફિલ્મોની યાદીમાં શિરમોર છે
ગુજરાતી સિનેમાજગતમાં કેટલીક એવી ફિલ્મો બને છે જે સમય જતા માત્ર ફિલ્મ બનીને નથી રહેતી, પણ સંસ્કૃતિ, સાહિત્ય અને કળાનું એક દસ્તાવેજ બની જાય છે. એવી જ એક ફિલ્મ છે કેતન મહેતાની ‘ભવની ભવાઈ’ જે 1980 માં રિલીઝ થઈ હતી. એક એક્સપરિમેન્ટલ કહી શકાય એવી આ ફિલ્મે રિલીઝના સમયે બહુ મોટી વ્યાપારી સફળતા નહોતી મેળવી, પરંતુ આજે વર્ષો પછી કલ્ટ-ક્લાસિક ફિલ્મોની યાદીમાં આ ફિલ્મ શિરમોર છે અને અચૂક સ્થાન પામે છે.
ધીરુબેન પટેના નાટક ‘ભવની ભવાઈ’ પરથી આ ફિલ્મ બનાવવામાં આવી હતી જે કેતન મહેતાની પણ પહેલી ફિલ્મ હતી. આ ફિલ્મમાં નસીરુદ્દીન શાહ, ઓમ પૂરી, સ્મિતા પાટિલ, દીના પાઠક, બેન્જામિન ગિલાની, મોહન ગોખલે, સુહાસિની મુલે, નિમેશ દેસાઈ અને ગોપી દેસાઈ જેવા ખ્યાતનામ કલાકારોએ અભિનય કર્યો હતો. ધીરુબેને જ આ ફિલ્મના ગીતો લખ્યા હતા જેને અવિનાશ વ્યાસના પુત્ર ગૌરાંગ વ્યાસે સંગીતબદ્ધ કર્યા હતા. ‘ખડખડ વહેતી સઘળું સહેતી, નદી વહેતી જાય, પળ પળ કહેતી જાય’, જે સૌથી લોકપ્રિય ગીત બની રહ્યું, ‘પાછું વાળીને જેને જોઈ ન જાનકી ને કરીયે કીયો રે ભરોસો ભગવાન’, ‘હું માલાનો દીકરો જીવો, હવે તારા આ ગામનો દીવો’, ‘રંગલો આવે રાજા રંગલો આવે’ અને ‘પાતાળ પાણી તળે નીકળ્યા નીરા’ જેવા ગીતોમાં મન્ના ડે, ઉષા મંગેશકર, ભુપેન્દ્ર સિંહ, પ્રિતી સાગર, પફુલ્લ દવે અને નિમેશ દેસાઈનો સ્વર આપણને સાંભળવા મળે છે. નોંધનીય વાત એ છે કે 1980 માં જ્યાં રંગમંચની લોકપ્રિય પદ્ધતિ ભવાઈ લુપ્ત થઈ ચૂકી હતી એવા સમયમાં કેતન મહેતાએ ભવાઈશૈલીમાં ‘ભવની ભવાઈ’ જેવા વિષય પર ફિલ્મ બનાવવાનો જોરદાર અખતરો કર્યો.
આમ બે પ્રકારના અંત દર્શાવી ફિલ્મમેકરે હેપ્પી એન્ડિંગ અને વાસ્તવિકતા ધરાવતા અંત વચ્ચેનો સાચો ક્યાસ આપ્યો છે. સામાન્યપણે ફિલ્મની વાર્તાને કમર્શિયલ સક્સેસફુલ બનાવવા માટે હેપ્પી એન્ડિંગનો કિમીયો લાગુ કરવામાં આવતો હોય છે પણ અહીં ધીરુબેન પટેલ અને કેતન મહેતાની બાહોશીથી એક વાર્તાના બે અંત આપણને બતાવવામાં આવ્યા છે. આ ઉપરાંત ફિલ્મના અંતમાં માલો અને જીવો તેની ત્રીજી પેઢી સાથે આગળ વધતા દર્શાવવામાં આવ્યા છે, જે એ વાતનું પ્રતીક છે કે વાર્તાનો અંત ગમે તે હોય પણ માણસની જીવની નિરંતર ચાલતી રહેવી જોઈએ. વળી જે જગ્યાએ ક્યારેક કોઈ રાજા મહારાજાનું રાજ ચાલતું હતું એ જગ્યાએ આજે મિલો અને કારખાનાઓએ કબજો કરી લીધો છે. આ દ્રશ્ય બિમલ રૉયની ‘દો બીઘા ઝમીન’ ની યાદ અપાવી દેવા પૂરતો છે જ્યાં કળા, સાહિત્ય અને પેટ ભરવા માટેની લાચારી સામે કર્મશિયલ જરૂરિયાત વધારે મહત્ત્વની બની ગઈ છે.
- આર.જે. સચીન વજાણી (નાચીઝ) / કાજોલ વજાણી
- dhollywoodtalkies@gmail.com

.jpg)

Comments
Post a Comment