નવા વર્ષના પહેલા મહિનામાં રીલીઝ થશે સાત ગુજરાતી ફિલ્મો
મહિલા પ્રધાનથી માંડીને હોરર કોમેડી અને એક્શન થ્રિલર ફિલ્મ્સનો આનંદ માણવા મળશે આ પહેલા જ મહિનામાં
વર્ષ 2024માં કુલ 73 ફિલ્મો રિલીઝ થઈ હોવાની વાત આપણે પાછલા લેખમાં કરી હતી અને હવે નવા વર્ષ 2025 ના પહેલા જ મહિનામાં બે-ત્રણ નહીં પણ કુલ સાત અલગ અલગ પ્રકારની ફિલ્મો રિલીઝ થવાની છે. આ સાત ફિલ્મોમાંથી કુલ ચાર ફિલ્મ શરૂઆતના બે અઠવાડિયામાં જ રિલીઝ થશે એટલે કે ત્રીજી અને દસમી જાન્યુઆરીએ બે-બે ફિલ્મો વચ્ચે ક્લેશ થવા જઈ રહ્યો છે.
સૌથી પહેલા વાત કરીયે તો વિશાલ વાડા વાલા ગયા વર્ષે ‘સમંદર’ અને ‘રામ ભરોસે’ જેવી ફિલ્મો લઈને આવ્યા હતા તેઓ આ વર્ષે તેમની બહુચર્ચિત ફિલ્મ ‘વિક્ટર 303’ લઈને આવ્યા છે જે આજે સિનેમા ઘરોમાં આવી ચૂકી છે. આ ફિલ્મમાં જગજીતસિંહ વઢેર, અંજલી બારોટ, અલીશા પ્રજાપતિ, ચેતન ધાનાણી, બિમલ ત્રિવેદી, નક્ષરાજ, અભિનય બેન્કર, કિશન ગઢવી, મયૂર સોનેજી જેવા અનેક કલાકારો જોવા મળશે. ‘સમંદર’ ની જેમ આ ફિલ્મ પણ એક્શન થ્રિલરનો અનુભવ કરાવશે, જેમાં ફરી એકવાર સંગીતની જવાબદારી કેદાર-ભાર્ગવે સંભાળી છે. ‘વિક્ટર 303’ સાથે એક અલગ પ્રકારનો વિષય લઈને દીક્ષા જોશી અને જયેશ મોરે અભિનીત ફિલ્મ ‘કાશી રાઘવ’ રિલીઝ થઈ છે. આ ફિલ્મ કલકત્તાના રેડ લાઇટ એરિયામાં જીવતી સ્ત્રીની વાર્તા છે જેની આઠ વર્ષની દીકરી છુપાછુપી રમતા એક ટ્રકમાં જઈ ચડે છે અને એ ટ્રક નીકળી પડતા તેની દીકરી ક્યાંક ખોવાઈ જાય છે. એ સ્ત્રીની પોતાની ખોવાયેલી દીકરીને શોધવાની વાર્તા એટલે ‘કાશી રાઘવ’. દીક્ષા જોશી અને જયેશ મોરે સહિત ફિલ્મમાં શ્રુહદ ગોસ્વામી, ભરત ઠક્કર, કલ્પના ગાગડેકર, બાળ કલાકાર પિહુ અને વિશાલ ઠક્કર જેવા અનેક કલાકારો જોવા મળશે. ફિલ્મની વાર્તા અને ડિરેક્શન ધ્રુવ ગોસ્વામીના છે. આ ફિલ્મ એટલા માટે પણ ખાસ બની જાય છે કે કેમકે ફિલ્મમાં બાંગલા ભાષી અનેક સંવાદો અને ગીતો સામેલ કરવામાં આવ્યા છે જે ફિલ્મને વધારે રોચક બનાવે છે.
ઉતરાણ બાદ 24 મી જાન્યુઆરીએ ‘ઉંબરો’ ઓળંગવાનો છે, કેમ કે ‘હેલ્લારો’ અને ‘કમઠાણ’ જેવી ફિલ્મો આપ્યા બાદ અભિષેક શાહ ‘ઉંબરો’ નામની મહિલાપ્રધાન ફિલ્મ લઈને આવી રહ્યા છે જે સાત સ્ત્રીઓની લંડન ટૂર પર આધારિત છે. આ ફિલ્મમાં વંદના પાઠક, કાજલ ઓઝા વૈદ્ય, તેજલ પંચાસરા, સુચેતા ત્રિવેદી, દીક્ષા જોશી, તર્જની ભાડલા અને વિનીતા જોશી જોવા મળશે જેમને લંડનની ટૂર કરાવશે આર્જવ ત્રિવેદી અને સંજય ગલસાર. આ ફિલ્મની વાર્તા સાત એવી સ્ત્રીઓની આસપાસ ફરે છે જે પોતાના જીવનમાં કોઈના કોઈ પ્રકારનો ઉંબરો વટાવી વેકેશન માણવા લંડન ઉપડે છે. નોંધનીય છે કે કાજલ ઓઝા વૈદ્ય અને દીક્ષા જોશીની જાન્યુઆરીમાં જ રિલીઝ થનાર આ બીજી ફિલ્મ છે.
- આર.જે. સચીન વજાણી (નાચીઝ) / કાજોલ વજાણી
- dhollywoodtalkies@gmail.com
.jpg)





Comments
Post a Comment