Posts

‘હેલ્લારો’ વિના નવરાત્રી ઉજવાય ખરી?

Image
દમદાર વાર્તા, ગીતો અને સિનેમેટોગ્રાફી હોવા છતાં આ ફિલ્મ અનેકો માટે પહેલી જ ફિલ્મ હતી એ વાત માન્યમાં આવે એવી નથી તાજેતરમાં 71 મા નૅશનલ એવોર્ડ્સ આપવામાં આવ્યા હતા. શાહરુખ ખાન, વિક્રાંત મેસી, રાણી મુખર્જીના દબાદબા સાથે ગુજરાતી ફિલ્મોએ પણ દબદબો દેખાડ્યો હતો. 2023 માં આવેલી ફિલ્મ ‘વશ’ ને અને જાનકી બોડીવાલાને નૅશનલ એવોર્ડ્સ સુપરત કરવામાં આવ્યા હતા. ગુજરાતી સિનેમાજગત માટે આ એક અતિમહત્ત્વનો પ્રસંગ કહેવાય પણ આ નૅશનલ એવોર્ડ્સ મેળવવાની રેસમાં ‘હેલ્લારો’ એ વર્ષો જૂનો દુકાળ નાબૂદ કર્યો હતો એ વાત પણ વીસરવા જેવી નથી. નવરાત્રોત્સવ ચાલી રહ્યા છે અને એવામાં ખાસ ગરબાને કેન્દ્રસ્થાને રાખીને બનેલી નૅશનલ એવોર્ડ વિજેતા ગુજરાતી ફિલ્મ ‘હેલ્લારો’ ની વાત ન કરીયે તો કેમ ચાલે. 2019માં આવેલી ફિલ્મ ‘હેલ્લારો’ અનેકોની પહેલી જ ફિલ્મ હતી એ વાત ઘણા લોકો જાણે છે. અમદાવાદ આકાશવાણીમાં સ્થાયી નોકરી કરતા અને રંગકર્મી એવા અભિષેક શાહ અને તેમના સાથીમિત્રોની આ પહેલી ફૂલલેન્થ ગુજરાતી ફિલ્મ હતી જે મૂળ હરફનમૌલા ફિલ્મ્સ અને સારથી પ્રોડક્શનના બેનર હેઠળ બનાવવામાં આવી હતી. અભિષેક શાહે જ આ ફિલ્મને ડિરેક્ટ કરી છે અને વાર્તા પણ તેમણે જ તૈ...

ઢોલીવૂડ એક મહિનાના નવરાત્રી વેકેશન પર

Image
‘ ફરી એક વાર’ રિલીઝ થયાના એક મહિના બાદ હવે કોઈ ગુજરાતી ફિલ્મ રિલીઝ થશે ગુજરાતની શાળામાં નવરાત્રીનું વેકેશન એક સમયે આપવામાં આવતું જેથી કરીને નવરાત્રીનો લ્હાવો મનભરી માણી શકાય પણ ક્યારે એવું જોયું છે કે આખે આખી ઇન્ડસ્ટ્રી નવરાત્રી માણવા વેકેશન પર જતી રહે? હા, આપણી ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રી હવે એક મહિના માટે જાણે નવરાત્રીના વેકેશન પર નીકળી ગઈ છે એમ કહી શકાય કેમ કે ગયા અઠવાડિયે ‘ફરી એક વાર’ નામની ફિલ્મ રિલીઝ થયા પછી ડાયરેક્ટ આવતા મહિને કોઈ ગુજરાતી ફિલ્મ રિલીઝ થનાર છે. તાજેતરમાં ઢોલીવૂડમાં ‘વશ લેવલ ટુ’ અને ‘બચુની બેનપણી’ (બહેનપણી નહીં) આ બે ફિલ્મો વચ્ચે ક્લેશ થયો હતો, તેમ છતાં આ બંને ફિલ્મો બોક્સ ઓફિસ પર સારું એવું કલેક્શન કરવામાં સફળ રહી હતી. આ લેખ લખાઈ રહ્યો છે ત્યાર સુધીમાં પ્રાપ્ત આંકડાઓ મુજબ ‘વશ લેવલ 2’ એ હિન્દી અને ગુજરાતી ભાષામાં મળીને કુલ 13.26 કરોડ રૂપિયાનું કલેક્શન કર્યું હતું જ્યારે ‘બચુની બેનપણી’ એ 09.26 કરોડ રૂપિયા કમાયા હતા. આ બંને ફિલ્મોની રિલીઝ બાદ ‘નાનખટાઈ’ અને ‘ફરી એક વાર’ આ બે ફિલ્મો રિલીઝ થઈ હતી અને ‘મૈયરમાં મનડું નથી લાગતું’ 25 વર્ષ બાદ રિ-રીલીઝ થઈ હતી. હવે છેક એક મહિના ...

એ હાંભળો સો... રામલો અને રતન પાછા આવ્યા સે

Image
ઢોલીવૂડની સૌથી મોંઘી કહેવાતી ફિલ્મ ‘મૈયરમાં મનડું નથી લાગતું’ નવા રૂપરંગ સાથે આજથી થઈ રી-રિલીઝ જય અને વીરુની વાત કરો તો ‘શોલે’ (1975) ફિલ્મ યાદ આવે, રાજ અને સીમરનની જોડી યાદ કરો તો ‘ડીડીએલજે’ (1995) પિક્ચર યાદ આવે,  એ જ પ્રમાણે રામ અને રતનની વાત કરો તો ‘મૈયરમાં મનડું નથી લાગતું’ (2001) ફિલ્મ યાદ આવે અને આ ફિલ્મને આજે યાદ કરવાનું કારણ માત્ર એટલું કે આજે 25 વર્ષે ‘મૈયરમાં મનડું નથી લાગતું’ એક નવા રૂપરંગમાં રી-રીલીઝ થઈ રહી છે. ‘મૈયરમાં મનડું નથી લાગતું’ ફિલ્મમાં મેગાસ્ટાર હિતેન કુમાર સાથે આનંદી ત્રિપાઠી (મૂળ નામ અપેક્ષા) ની જોડી ખૂબ વખાણવામાં આવી હતી. તેમની સાથે આ ફિલ્મમાં અરવિંદ ત્રિવેદી, દેવેન્દ્ર પંડિત, જયેન્દ્ર મહેતા, જેમીની ત્રિવેદી, ચારુબેન પટેલ, દુર્ગા ભટ્ટ, રેખા પરમાર, મહેશ જોશી, ઝાકીર ખાન, નિલેશ સુખડિયા, કેસ્ટો ઈકબાલ, દિનેશ લાંબા અને મહેમાન કલાકાર તરીકે ફિરોઝ ઈરાની જોવા મળ્યા હતા જ્યારે બાળ કલાકાર તરીકે જીગ્નેશ ગાંગાણી અને તુષારિકા રાજ્યગુરૂએ અભિનય કર્યો હતો. તુષારિકા રાજ્યગુરૂ આજની તારીખમાં આપણને ગુજરાતી સિનેમા જગતમાં અનેક ફિલ્મોમાં અભિનેત્રી જોવા મળી છે જેમાં ‘ત્રણ એક્કા’ (...

સંબંધોની સોડમ મહેકાવશે નાનખટાઈ

Image
ઢોલીવૂડની આ પહેલી એન્થોલૉજી ફિલ્મમાં મૌન પણ ઘણું બધું કહી જશે ગયા વર્ષે ઢોલીવૂડમાં એક ફિલ્મ રિલીઝ થઈ હતી જે બોક્સ ઓફિસ પર ખાસ્સો કમાલ તો નહોતી કરી શકી પણ તેના ગીત-સંગીતે લોકોના મનના તાર છેડી દીધા હતા અને એ ફિલ્મ હતી ‘ધ ગ્રેટ ગુજરાતી મેટ્રીમોની’. આ ફિલ્મને ડિરેક્ટ કરી હતી પ્રીત સિંહ ગોહિલે જેમાં મિત્ર ગઢવી, હિતેન કુમાર, તત્સત મુનશી, દેવર્ષિ શાહ, સિદ્ધિ ઇદનાની, સૂચેતા ત્રિવેદી અને અન્ય કલાકારો જોવા મળ્યા હતા. આજ ડિરેક્ટર અને કેટલાક કલાકારો અન્ય એક ફિલ્મ લઈને આજે થિયેટરમાં આવ્યા છે જેનું શીર્ષક છે ‘નાનખટાઈ’.  ફિલ્મ ‘નાનખટાઈ’ ગુજરાતી સિનેમા જગતની પહેલી એન્થોલૉજી ફિલ્મ છે. એન્થોલૉજી એટલે એમાં ત્રણ જુદી જુદી કથાઓ જોવા મળશે અને એ દરેક વાર્તા એકબીજાથી અલગ હશે પણ એક સાથે મળીને તેઓ જીવનની મીઠાશ અને જીવનમાં સંબંધોની સોડમ કઈ રીતે મહેકી શકે છે એ વાત રજૂ કરશે. જે પ્રમાણે આ એન્થોલૉજી ફિલ્મ બનાવવામાં આવી છે એ પ્રમાણે ત્રણ અલગ અલગ કથાઓને વર્ણવવા માટે સ્ટારકાસ્ટ પણ દમદાર પસંદ કરવામાં આવી છે, જેમાંના મોટાભાગના કલાકારોની જોડી પહેલીવાર રૂપેરી પડદે જોવા મળશે. ત્રણ કથાઓમાંની પહેલી કથા રઘુવીર સિંહ ચુડાસમા...

બચુની બેનપણી કરાવશે બેંગકોકની સફર

Image
બેંગકોકની સુંદરતા અને બચુભાઈની મસ્તી ફિલ્મને મજેદાર બનાવે છે  ગુજરાતી સિનેમા જગત માટે 27 મી ઓગસ્ટ ખાસ દિવસ રહ્યો હતો કેમ કે આ દિવસે બે મોટી ફિલ્મો વચ્ચે ક્લેશ થયો હતો. એકબાજુ 27 મી ઓગસ્ટે નેશનલ એવોર્ડ વિજેતા ગુજરાતી ફિલ્મ 'વશ'નો પાર્ટ 2 રિલીઝ થયો હતો અને બીજીબાજુ સિદ્ધાર્થ રાંદેરિયાની ધમાકેદાર કોમેડી ફિલ્મ 'બચુની બેનપણી' પણ રિલીઝ થઈ હતી.  કોકોનટ મોશન પિક્ચર્સ દ્વારા ગણેશ ચતુર્થીના દિને 'બચુની બેનપણી' નામની ફિલ્મ રિલીઝ કરવામાં આવી હતી, જેમાં સિદ્ધાર્થ રાંદેરિયાની સાથે રત્ના પાઠક શાહ, દેવર્ષી શાહ, યુક્તિ રાંદેરિયા, ગોપી દેસાઈ અને અન્ય કલાકારોએ અભિનય કર્યો છે. ફિલ્મનું દિગ્દર્શન વિપુલ મહેતાએ કર્યું છે. ગુજરાતી સિનેમા જગતની એકમાત્ર ફિલ્મ જે 2000 અઠવાડિયાથી થિયેટર્સમાં ધૂમ મચાવી રહી છે - 'ચાલ જીવી લઈએ' - કોકોનટ મોશન પિક્ચર્સ દ્વારા જ બનાવવામાં આવી હતી અને એમાં પણ સિદ્ધાર્થભાઈ મુખ્ય ભૂમિકામાં જોવા મળ્યા હતા. 'ચાલ જીવી લઈએ' માં ઉત્તરાખંડની સુંદરતાને વાર્તામાં વણી લેવામાં આવી હતી અને અહીં 'બચુની બેનપણી' માં બેંગકોકના રમણીય દ્રશ્યોને સાંકડી લેવામા...

વશીકરણનો ડબલ ડોઝ લાવી રહી છે ‘વશ લેવલ 2’

Image
પાર્ટ 2 ને વધારે સફળ બનાવવા અને વાર્તાને ફરીથી સજીવન કરવા ‘વશ’ પાર્ટ 1  22મી ઓગસ્ટે થશે રી-રિલીઝ  તાજેતરમાં વર્ષ 2023 માં રિલીઝ થયેલી ફિલ્મને નૅશનલ એવોર્ડ મળ્યાની જાહેરાત કરવામાં આવી હતી. શ્રેષ્ઠ ગુજરાતી ફિલ્મ તરીકે ‘વશ’ ને અને શ્રેષ્ઠ સપોર્ટિંગ એક્ટ્રેસ માટે જાનકી બોડીવાળાને આ જ ફિલ્મ માટે નૅશનલ એવોર્ડ માટે પસંદ કરવામાં આવ્યા હતા. અને હવે આ જ ફિલ્મનો બીજો ભાગ એટલે કે ‘વશ લેવલ 2’ ગણેશ ચતુર્થી ના દિવસે એટલે કે 27મી ઓગસ્ટે રિલીઝ થવા જઈ રહ્યો છે.  ગણેશ ચતુર્થીના શુભ દિવસે ‘વશ લેવલ 2’ સાથે ‘બચુની બેનપણી’ નામની ફિલ્મ પણ રિલીઝ થવાની છે જેની વાત આપણે આવતા લેખમાં કરીશું પણ આજે આપણે ‘વશ લેવલ 2’ ની વાત કરીશું. સૌથી પહેલા તો એ જાણીયે કે વર્ષ 2023 માં રિલીઝ થયેલી ફિલ્મ ‘વશ’ બોક્સ ઓફિસ પર ખાસ્સો એવો કોઈ કમાલ કરી શકી ન હતી, પણ આ ફિલ્મ ઓટીટી પર રિલીઝ થયા પહેલા જ માઉથ પબ્લિસિટીના લીધે દર્શકોને ગમવા લાગી હતી. ખાસ કરીને હિતેન કુમાર અને જાનકી બોડીવાલાની ઘણી પ્રશંસા પણ કરવામાં આવી હતી. બોક્સ ઓફિસના આંકડા પર નજર કરીયે તો અંદાજે ત્રણ-સાડા ત્રણ કરોડ રૂપિયાના બજેટ સાથે બનેલી આ સુપર નેચરલ સાયકોલો...

દેશભક્તિ અને કૃષ્ણભક્તિ માટે રેડી છો ને?

Image
આ બંને પ્રકારના ગીતોની સંખ્યા ફિલ્મો કરતાં સુગમ સંગીત અને ભક્તિ સંગીતમાં અઢળક છે આપણા છેલ્લા લેખમાં આપણે મહાદેવ અને તેમના ગુજરાતી ગીતોની વાત કરી હતી અને આજે એ જ ગીતોનો ઝોન પકડીને વાત કરીશું શ્રીકૃષ્ણ અને દેશભક્તિના ગીતોની. આજે આખો દેશ સ્વતંત્રતા દિવસ ઉજવી રહ્યો છે અને આવતીકાલે જન્માષ્ટમીનો તહેવાર ઉજવશે. આ બંને તહેવારોના ઉપલક્ષમાં ગુજરાતી સંગીતની જો વાત કરીએ તો એ એક સામાન્ય માણસને ઝૂમતા કરી દે એવી તાકાત ધરાવે છે. સૌથી પહેલા દેશભક્તિ ગીતોની જ વાત કરીએ તો આપણે સૌ જાણીએ છીએ કે ગુજરાતી ફિલ્મોમાં દેશભક્તિ ગીતો ભાગ્યે જ આપણને જોવા અને સાંભળવા મળે છે. વળી એક સ્પષ્ટતા કરી લેવી જરૂરી પણ છે કે દેશભક્તિ એટલે માત્ર 15મી ઑગસ્ટે કે 26મી જાન્યુઆરીએ દેશના ગુણગાણ ગાઓ એમાં નથી પણ ફિલ્મોના માધ્યમે એ દેશભક્તિ છે જેમાં રાજા-રજવાડા પોતાની મા ભોમ માટે કુર્બાની આપતા ખચકાતા નથી. કહેવાતી દેશભક્તિ પ્રત્યે જાગૃતતા ફેલાવતી હોય એવી ગુજરાતી ફિલ્મો ઘણી ઓછી બનાવવામાં આવી છે. તેમ છતાં કેટલીક ફિલ્મોની વાત કરીએ તો 1975 માં એક ફિલ્મ આવી હતી જેનું શીર્ષક હતું ‘વીર ચાંપરાજ વાળો’. મહેન્દ્ર કપૂર તથા સુલોચના વ્યાસના સ્વરમાં...