ફિલ્મનો પ્રચાર-પ્રસાર (માર્કેટિંગ) કરવામાં ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રી કોઈનાથી પણ પાછળ પડે એવી નથી

 ફિલ્મ હું ઈકબાલ માટે તો ઈકબાલના કોસ્ચ્યુમ પહેરાવીને કેટલાક લોકોને અમદાવાદમાં ફેરવ્યા હતા અને લોકોને લાગ્યું પણ એવું કે સાચો ઈકબાલ અહીંયા જ કશે ફરી રહ્યો છે. 



















બજારમાં જ્યારે કોઈ નવો પ્રોડક્ટ આવે ત્યારે કંપનીઓ તેના ફીચરને વારંવાર દેખાડી દેખાડીને તેનું આકર્ષક માર્કેટિંગ કરતી હોય છે, જોરદાર જાહેરાતો કરતી હોય છે. ફિલ્મોમાં પણ આવું જ કાંઈક છે. આપણે અહીં હિન્દી ફિલ્મ ઇન્ડસ્ટ્રીની વાત નથી કરી રહ્યાં પણ ગુજરાતી ફિલ્મની વાત કરી રહ્યા છે જ્યાં આજે દરેક આવનારી નવી ફિલ્મની માર્કેટિંગ ખૂબ જ ધ્યાનપૂર્વક કરવામાં આવી રહી છે.

ગુજરાતી સિને જગત આજે ઓડિયન્સને પસંદ આવે એવો કોન્ટેન્ટ આપી રહી છે. કોમેડીથી માંડીને સસ્પેન્સ સુધી અને સામાજિક મુદ્દાઓથી માંડીને સાહિત્ય સુધીના અનેક વિષયો ફિલ્મો દ્વારા રજૂ કરવામાં આવી રહ્યાં છે. એવામાં દરેક ફિલ્મ માટે એક ચોક્કસ પ્રકારની માર્કેટિંગ સ્ટ્રેટેજી બનાવવામાં આવી રહી છે, જેથી કરીને ફિલ્મને સુપરહિટ બનાવી શકાય અને ઈચ્છિત નફો મેળવી શકાય.

અહીં કેટલીક ફિલ્મની માર્કેટિંગ સ્ટ્રેટેજી વિશે વાત કરીએ તો એમાં સૌથી પહેલાં વાત કરીએ ૨૦૨૩ માં આવેલી પલ્લવ પરીખ દિગ્દર્શિત ફિલ્મ હું ઈકબાલની. આ ફિલ્મમાં આપણને મિત્ર ગઢવી, આર.જે દેવકી, સોનાલી દેસાઈ અને નીરવ વૈદ્ય મુખ્ય ભૂમિકામાં જોવા મળ્યા હતા.



ફિલ્મની વાર્તા એક એવા ચોરની આસપાસ ફરે છે જે પોતાને એક શ્રેષ્ઠ કલાકાર ગણાવે છે. ચોરી કરવામાં મહારથ મેળવવા તે છેલ્લાં કેટલાય વર્ષોથી સતત તૈયારી કરી રહ્યો હોય છે. આ ફિલ્મની સૌથી સારી અને રોચક વાત એ છે કે આખી ફિલ્મમાં ચોર ચોરી કરી જાય છે પણ ચોર કોણ છે એટલે કે ઈકબાલ કોણ છે એ જ ખબર નથી પડતી. એકસાથે ૧૦૦થી વધારે જગ્યા પર ચોરી થાય છે અને દરેકે દરેક ચોરી ઈકબાલ જ કરે છે. જ્યાં પણ ચોરી થાય છે ત્યાં એક જ પ્રકારની કોમન ટેકનીક વાપરવામાં આવે છે. ચોરી કરનાર દરેક વ્યક્તિની હાઇટથી માંડીને, તેના કપડાં, સાયકલ, ઘડિયાળ બધું એક સમાન જ રાખવામાં આવે છે. એવામાં સાચા ઈકબાલને પકડવો કઈ રીતે?

માર્કેટિંગના ભાગરૂપે રિવરફ્રન્ટ
પર ફરી રહેલા ઈકબાલ

 વાતમાં કોઈ બેમત નથી કે ફિલ્મની વાર્તા ઘણી સરસ હતી. આ ફિલ્મ જ્યારે થિયેટરમાં રિલીઝ થવાની હતી ત્યારે ફિલ્મની પબ્લિસિટી કરવા માટે અમદાવાદમાં અનેક જગ્યાએ ઈકબાલના કોસ્ચ્યુમ પહેરીને અનેક લોકોને સાયકલ પર ફેરવવામાં આવ્યા હતા, જે પ્રમાણે ફિલ્મમાં ઈકબાલ સાયકલ પર ફરી રહ્યો છે. વળી સોશિયલ મીડિયામાં પણ એવી જાહેરાત કરવામાં આવી કે અમદાવાદમાં બહુ મોટી ચોરી થવાની છે અને એ ચોરી ઈકબાલ કરવાનો છે. તેનો પહેરવેશ પણ ફલાણા ફલાણા પ્રકારનો છે અને જો તમે એવા પહેરવેશધારી કોઈ વ્યક્તિને કશે જોયો હોય તો તરત જ જાણ કરશો. માનવામાં ન આવે પણ જાહેર જનતા ખરેખર આ પ્રકારની માર્કેટિંગ સ્ટ્રેટેજીનો ભાગ બની ગઈ જ્યારે તેમણે કેટલાક રીયલ ફોટો સોશિયલ મીડિયા પર શેર કર્યા અને કહ્યું કે અમે ઈકબાલને ફલાણી ફલાણી જગ્યાએ જોયો છે. 

મિત્રો, કહેવાનો તાત્પર્ય એ કે ફિલ્મની માર્કેટિંગ પહેલા પણ થતી હતી અને આજે પણ થાય જ છે. ફરક માત્ર એટલો છે કે આજની ઓડિયન્સને ફિલ્મ સાથે જોડવા અલગ અલગ પ્રકારની તરકીબો અમલમાં મૂકવામાં આવી રહી છે. આજે સોશિયલ મીડિયાને લીધે પણ ફિલ્મનું માર્કેટિંગ મહદ અંશે સરળ થઈ જાય છે.




વિજયગીરી બાવાની ફિલ્મ કસુંબો નિર્માણાધીન છે. આ ફિલ્મનું શીર્ષક જ્યારે રિલીઝ કરવામાં આવ્યું ત્યારે એક રેલી કાઢવામાં આવી હતી અને ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં પહેલીવાર ડ્રોન દ્વારા ફિલ્મનું ટાઇટલ જાહેર કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત ફિલ્મના પ્રિમીયરથી માંડી પ્રેસ કોન્ફરન્સ, ઇન્ફલુએન્સ માર્કેટિંગ, ગિફ્ટ હેમ્પર્સ જેવી અને અનેક પદ્ધતિઓ વાપરવામાં આવે છે જેથી કરીને ફિલ્મને વધારેમાં વધારે લોકો સુધી પહોંચાડી શકાય. ફિલ્મ ચલ મન જીતવા જઈએ – 2 માટે ઇન્ફ્લુએન્સર્સનો ઉપયોગ કરવામાં આવ્યો હતો જેમાં તેમણે એમ કહ્યું હતું કે મારા રૂપિયા જે સંઘવી પરિવારે ડૂબાડ્યા હતા એ હવે મને પાછા મળવાના છે. જો તમારા રૂપિયા પણ ફસાયા હોય તો આવી જજો.

વર્ષ 2024માં આવનારી ઐતિહાસિક ફિલ્મ કસુંબોનું
ટાઇટલ આ પ્રમાણે ડ્રોન દ્વારા જાહેર કરવામાં આવ્યું હતું. 

દોસ્તો, ફિલ્મ વશ હોય, રાડો હોય કે શુભ યાત્રા હોય ફિલ્મનો પ્રચાર પ્રસાર જ ફિલ્મની એક આગવી છાપ જનમાનસ સુધી પહોંચાડે છે. ફિલ્મ કે વેબ સિરીઝના પ્રચાર પ્રસારની પ્રક્રિયા અને તેનું કામકાજ જેટલું યુનિક અને ક્રિએટિવ હશે એટલી જ વધારે ઓડિયન્સ થીયેટર સુધી ફિલ્મ જોવા જશે. આ વાતનો અનુભવ આપણે બોલીવુડ ફિલ્મ ઇન્ડસ્ટ્રી સાથે જરૂરથી કર્યો જ હશે.

  


- આર.જે. સચીન વજાણી

dhollywoodtalkies@gmail.com




 

Comments

Post a Comment

Popular posts from this blog

‘ચૂપ’કીદી રાખવાની નહીં તોડવાની વાત છે

કેટલાને પાછળ પાડશે આ ‘ઝમકુડી’

કમઠાણ : મોટા પડદે સર્જાતું અશ્વિની ભટ્ટનું હાસ્યજગત