Dhollywood Talkies is a collection of information related to Gujarati movies. It includes all Gujarati movies i.e. latest Gujarati movies and best Gujarati movies.
Gujarati cinema has a very bright future. It also covers details about the upcoming Gujarati films
પ્રેમ અને વાસના વચ્ચેની પાતળી ભેદરેખા સમજાવતી વાસ્તવિક ઘટના પર આધારિત ફિલ્મ એટલે ‘31st'
Get link
Facebook
X
Pinterest
Email
Other Apps
31 મી ડિસેમ્બરની પ્લાનિંગ અમલમાં મૂકતા પહેલા આ ફિલ્મ અચૂક જોવા જેવી છે
ઢોલીવૂડ માટે વર્ષ 2014 ની શરૂઆત ‘ડેની જીગર’ ના એક નવા પ્રકારના પ્રયોગથી થઈ હતી અને આ વર્ષનો અંત પણ એક અનોખા પ્રકારની ફિલ્મથી થવા જઈ રહ્યો છે. આજે રિલીઝ થયેલી ગુજરાતી ફિલ્મ ‘31st' (થર્ટી ફસ્ટ) 2013 માં થયેલી અમદાવાદમાં 31 મી ડિસેમ્બરના રોજ બનેલી ગેંગેરપની સત્ય ઘટના પર આધારિત છે. સત્ય ઘટના પર આધારિત આ મલ્ટી સ્ટારકાસ્ટ ધરાવતી ફિલ્મને અત્યાર સુધીની ગુજરાતી સિનેમા જગતની એક અલગ પ્રકારની ફિલ્મ તરીકે જોવામાં આવી રહી છે.
પ્રાચી ઠાકર
ગુજરાતી ફિલ્મ જગતમાં અત્યાર સુધી એવી ઘણી ઓછી ફિલ્મો બની છે જે સત્ય ઘટના પર આધારિત હોય અથવા તો કોઈ એક ચોક્કસ ઘટનાને ધ્યાનમાં રાખીને બનાવવામાં આવી હોય. આ ફિલ્મના નામ, પોસ્ટર અને ટ્રેલર જોતા જ ખબર પડે છે કે ફિલ્મ ‘31st' બળાત્કાર જેવા મુદ્દા પર આધારિત ફિલ્મ છે. આ ફિલ્મ ન માત્ર બળાત્કારના મુદ્દાની વાત કરી રહી છે પણ કૃત્યનો ભોગ બનનાર વ્યક્તિ, તેના પરિવાર, તેની આજુબાજુનો સમાજ, આ હિન કૃત્ય કરનાર વ્યક્તિ, તેની માનસિકતા, પોલીસ અને કોર્ટ રૂમ જેવા કાનૂની પ્રશાસન સારી-નરસી વાત કરે છે. આપણી ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં બળાત્કાર જેવા મુદ્દા પર બનનારી કદાચ આ પહેલી ફિલ્મ છે, જે વાસ્તવિકતાને કાનૂની દાવપેચ સાથે રજૂ કરી રહી છે.
શ્રદ્ધા ડાંગર
કલાકારોની વાત કરીયે તો ફિલ્મ ‘31st' માં બળાત્કારનો ભોગ બનનાર યુવતી કિંજલનું પાત્ર ભજવી રહી છે પ્રાચી ઠાકર જે મૂળ તો અમદાવાદની વતની છે પણ સાઉથની ફિલ્મોમાં તેમણે કાઠું કાઢ્યું છે. પ્રાચી આ પહેલા આપણને ફિલ્મ 'રાડો' માં એક નાનકડું પાત્ર ભજવતા જોવા મળી હતી. પ્રાચી ઠાકર એટલે કે કિંજલની બહેન ચૈતાલીનું પાત્ર ભજવ્યું છે શ્રદ્ધા ડાંગરે, જેણે આખી ફિલ્મમાં છેલ્લે સુધી દમદાર રોલ નિભાવ્યો છે. આખા કેસની તપાસ કરી રહ્યા છે હિતુ કનોડિયા જેમના પાત્રનું નામ છે એસીપી અનિરુદ્ધ પરમાર. મોટાભાગે કોમેડી રોલમાં જોવા મળતા હેમાંગ દવે આપણને વકીલની ભૂમિકામાં પહેલીવાર જોવા મળશે. જ્યારે ચોકલેટી બૉયની હીરો ધરાવતા પરીક્ષિત તમાલિયા, સ્વપનીલના રૂપે એક અનોખા અવતારમાં જ આપણને જોવા મળશે. આ સાથે ચેતન દૈયા, અંશુ જોશી, પ્રશાંત બારોટ, આકાશ પંડ્યા, કલ્પેશ પટેલ, આશિષ રાજપુત, કિન્નરી પંચાલ, કલ્પેશ પટેલ, દીપિકા રાવલ, જંખના સોની પટેલ, વંદના વિઠલાણી, અને વિપુલ વિઠલાણી, નિકીતા શર્મા મુખ્ય ભૂમિકામાં અભિનય કરતા જોવા મળશે.
હિતુ કનોડિયા
ફિલ્મની પટકથાની વાત કરીયે તો કિંજલના પાત્ર દ્વારા પ્રાચી ઠાકરે બળાત્કાર પિડીતાની મનઃસ્થિતીને ન્યાય આપ્યો છે તો સામે શ્રદ્ધા ડાંગરે એક સ્ત્રી હોવા છતાં સમાજની પરવાહ કર્યા વિના દરેક પડકારો સામે અડગ ઊભા રહીને લડત આપતા એક સકારાત્મક છાપ છોડી છે. ચેતન દૈયા આપણને અગાઉ કેટલીક ફિલ્મોમાં નેગેટિવ રોલમાં જોવા મળ્યા છે પણ આ ફિલ્મમાં તેમના પાત્રે એ નેગેટિવિટીને ખૂબ અસરકારક રીતે નિભાવી છે એમ ચોક્કસ કહી શકાય. તેમના ભ્રષ્ટ પોલીસઅધિકારીના પાત્રને જોઈને તેમના પર ખીજ ચડે એ જ તેમના અભિનયની સફળતા છે વળી સામાપક્ષે હિતુ કનોડિયાએ એક વફાદાર એસીપી ઓફિસરના પાત્ર દ્વારા પોલીસતંત્રની વફાદારી અને ન્યાયપ્રણાલીમાં અડગ વિશ્વાસ રાખવાની શીખ આપી છે. પ્રશાંત બારોટ અને પરિક્ષીત તમાલિયા પહેલીવાર આ ફિલ્મ દ્વારા નેગેટિવ પાત્રમાં જોવા મળશે જ્યારે હેમાંગ દવે, વિપુલ વિઠલાણી, નિકીતા શર્મા અને પરમેશ્વર સિસરીકર વકીલની ભૂમિકામાં જોવા મળશે અને ન્યાયમૂર્તિરૂપે વંદના વિઠલાણી એક લાંબા સમયગાળા બાદ રૂપેરી પડદે જોવા મળશે. મધ્યાંતર પહેલાના ભાગમાં ફિલ્મની વાર્તા સારી રીતે પ્રસ્થાપિત કરવામાં આવી છે જ્યારે બીજા ભાગમાં કોર્ટની દલીલો વાર્તાને વધારે રોચક બનાવે છે. દરેક બળાત્કારના કેસની જેમ શું આરોપી નિર્દોષ જાહેર થઈ જશે કે એને સજા થશે એ જોવું રસપ્રદ છે. ફિલ્મમાં કાનૂની કાવાદાવાના જે પણ સંદર્ભો વાપરવામાં આવ્યા છે એ આ ફિલ્મ માટેની ફિલ્મમેકર્સની મહેનતને દર્શાવે છે.
પરિક્ષીત તમાલિયા
પ્રણવ પટેલ દિગ્દર્શિત આ ફિલ્મ પહેલા માર્ચ 2024 માં રિલીઝ થવાની હતી પણ કોઈક કારણસર એને મોકૂફ કરવામાં આવી હતી અને હવે આ ફિલ્મ ખરેખર 31મી ડિસેમ્બરની નજીકના સમયમાં રિલીઝ કરવામાં આવી છે. 22 નવેમ્બરની આજુબાજુ આ ફિલ્મ નું ગીત 'હા લઈ ચાલો' રિલીઝ કરવામાં આવ્યું હતું, જેના ગીતકાર ભાર્ગવ પુરોહિત છે અને સંગીત તથા ગાયક અર્જુન પિનાકીન છે. આ ઉપરાંત ફિલ્મની વાર્તાને ન્યાય આપતું ગીત ‘નારી તું સર્વસ્વ’ રિલીઝ કરવામાં આવ્યું હતું જેની ગાયિકા ભૂમિ ત્રિવેદી છે. દિવ્યેશ જોષી લીખિત આ ગીતને સંગીતબદ્ધ કર્યું છે અર્ચિતા પટાડિયાએ.
ફિલ્મની માર્કેટિંગની વાત કરીએ તો રિલીઝ થતા પહેલા કલાકારોએ અમદાવાદ, બરોડા, સુરત જેવા અનેક શહેરોમાં જઈને ફિલ્મની ઓન ગ્રાઉન્ડ માર્કેટિંગ કરી હતી. અમદાવાદમાં રોડ શો પણ આયોજિત કરવામાં આવ્યો હતો. આ ઉપરાંત સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર બળાત્કાર સંબંધિત અનેક પ્રશ્નોત્તરી દ્વારા લોકોના મત પૂછવામાં આવ્યા હતા. દિલ્હીનો નિર્ભયા કેસ, કલકત્તાનો સંદેશખાલી કેસ તથા મુંબઈના શક્તિ મિલ કેસ જેવી અનેક ચર્ચાસ્પદ બળાત્કારની ઘટના વિશે લોકોને જાણકારી આપી, આ કૃત્ય અંગે પોતાનું મૌન તોડવા માટેની પહેલ કરવામાં આવી હતી.
પ્રાચી ઠાકર
ટૂંકમાં 2003 માં અમદાવાદમાં 31 મી ડિસેમ્બરના રોજ થયેલા એ અપકૃત્યને અંદાજે 20 વર્ષ બાદ ‘31st' નામની ફિલ્મ દ્વારા લોકો સમક્ષ રજૂ કરવામાં આવી છે. આ ફિલ્મ બનાવવા માટે અંદાજે આઠેક મહિનાનું પ્રી પ્રોડક્શન કામકાજ કરવામાં આવ્યું હતું. આ ફિલ્મની રિલીઝ બાદ આવતા અઠવાડિયે વર્ષની છેલ્લી ફિલ્મ ‘ભૂમિ’ રિલીઝ થશે. પણ એ પહેલા આ ફિલ્મ ‘31st' દર્શકોને કેટલી પસંદ પડે છે, અને આ ફિલ્મને લીધે સમાજમાં કેટલા લોકો પ્રેમ અને વાસના વચ્ચેની પાતળી ભેદરેખા ખરા અર્થમાં સમજી શકે છે એ જોવાનું રહેશે. યુવાઓએ પોતાની 31st ની પાર્ટીની પ્લાનિંગ તો અત્યારથી કરી લીધી હશે પણ એ પ્લાનિંગ પહેલા ફિલ્મ ‘31st' અચૂકથી જોવી જોઈએ.
અનેક જાણીતા કલાકારોએ આ વર્ષે ડેબ્યુ કરી લીધું છે અને ઘણાં એવાય છે જે આવતા વર્ષે ડેબ્યુ કરવાના છે બોક્સ ઓફિસ કલેક્શનની દ્રષ્ટિએ વર્ષ 2025 ગુજરાતી સિનેમા જગત માટે એક મહત્ત્વનું વર્ષ રહ્યું છે. વળી આ વર્ષમાં અનેક નવા ચેહરાઓએ ગુજરાતી સિનેમામાં પદાર્પણ કર્યું છે અથવા તો કેટલાક ચહેરા એવા છે જેમણે એક લાંબા સમય પછી ગુજરાતી ફિલ્મ જગતમાં એન્ટ્રી કરી છે. શરૂઆતથી શરૂ કરીએ તો જાન્યુઆરી મહિનામાં રિલીઝ થયેલી ત્રીજી ફિલ્મ ‘મોમ તને નહીં સમજાય’ દ્વારા રશ્મિ દેસાઈ અને અમર ઉપાધ્યાય પહેલીવાર એક સાથે મોટા પડદે જોવા મળ્યા હતા. મોટાભાગે સિરિયલો કરતાં આ બંને અભિનેતાઓને ધર્મેશ મહેતાએ ડિરેક્ટ કર્યા હતા. અમરે આ પહેલાં 2017 માં ‘આવ તારું કરી નાખું’ નામે ગુજરાતી ફિલ્મ કરી હતી જ્યારે રશ્મિ ગુજરાતી રંગમંચ પર સક્રિય રહી ચૂકી હતી. આ ફિલ્મનાા અઠવાડિયા બાદ ‘તારો થયો’ નામની ફેમિલી ડ્રામા ફિલ્મ રિલીઝ થઈ હતી જેમાં જાણીતા લેખિકા કાજલ ઓઝા વૈદ્ય, હિતેન કુમારના હિરોઈન તરીકે જોવા મળ્યા હતા. આ પહેલા તેઓ ‘ચાંદલો’ (2023) જેવી ફિલ્મમાં અભિનય કરી ચૂક્યા હતા. મે મહિનાની નવમી તારીખે મલ્હાર ઠાકર અને વ્યોમા નંદીની ફિલ્મ ‘જય માતાજી લ...
જૂનાગઢથી વિસાવદર જતા બીલખા ગામે આજે પણ ચેલૈયાનો ખાંડણીયો જોવા લોકો આવી પહોંચે છે ગુજરાતી સિને જગત માટે 1960થી 1980 નો ગાળો ગોલ્ડન પિરીયડ હતો. આ સમયમાં અનેક સુપરહિટ ફિલ્મો આવી જેમાંની એક 1975 ના ઓક્ટોબર મહિનામાં રિલીઝ થઈ અને વિવાદોમાં સપડાઈ પણ. આ ફિલ્મ એટલે ‘શેઠ સગાળશા’. ગુજરાતી ફિલ્મોમાં શ્રીકૃષ્ણનો રોલ કરવા માટે અતિફેમસ એવા શ્રીકાંત સોની શેઠ સગાળશાના રોલમાં અને તેમની ધર્મપત્ની ચંગાવતીના પાત્રમાં આપણને સ્નેહલતા જોવા મળે છે. આ બંને દિગ્ગજ કલાકારો ઉપરાંત ફિલ્મમાં નારણ રાજગોર, અભય શાહ, લીલાબેન શાહ, પી. ખસરાણી, રમેશ મહેતા, મંજરી દેસાઈ અને ચેલૈયાના રોલમાં બાળ કલાકાર સમીર યાજ્ઞિક અભિનય કરતાં જોવા મળે છે. કર્ણના અવતારસમાં શેઠ સગાળશાની લોકવાર્તા આમ તો જગજાહેર છે જે પૃથ્વીલોક પર આવી અન્નદાનની નેમ સ્વીકારે છે. બીલખાને પોતાની કર્મભૂમિ બનાવનારા આ શેઠ-શેઠાણી અન્નદાન કરી લોકચાહના તો મેળવે છે પણ નિઃસંતાન હોવાને લીધે તેમની દુનિયા ઉજ્જળ વિરાન છે. સંતાનની પ્રાપ્તિ માટે શેઠ-શેઠાણી સદાવ્રતનું આચરણ કરે છે. સમય જતા તેમના ઘેર દીકરો અવતરે છે, નામ રખાય છે ચેલૈયો. દીકરો પણ મા-બાપ જેવો જ ગુણી અને જ્ઞાની....
ઇન્ડસ્ટ્રીમાં બનશે નવી ફિલ્મો, સર્જાશે રોજગાર અને દર્શકો માટે અનલિમીટેડ એન્ટરટેઇનમેન્ટની ગેરંટી જે પુષ્પમાં સુગંધ વધારે હોય ત્યાં ભમરાઓને આવતા વાર ન લાગે અને આવું જ કાંઈક હવે ઢોલીવુડ સાથે થઈ રહ્યું છે. ગયા વર્ષે 'લાલો શ્રીકૃષ્ણ સદા સહાયતે' ફિલ્મને મળેલી અભૂતપૂર્વ સફળતા બાદ ઘણા નવા પ્રોડ્યુસર્સ ઢોલીવુડમાં એન્ટ્રી કરી રહ્યાં છે અને નવા નવા પ્રોજેક્ટોની જાહેરાત કરી રહ્યાં છે, જે ગુજરાતી સિનેમા જગત માટે એક સારી ઘટના કહી શકાય એમ છે. સૌથી પહેલા વાત કરીએ તો ગયા વર્ષે એઇજેઇ - ધ ફિલ્મ ફેક્ટરી દ્વારા એક ભવ્ય શોનું આયોજન કરીને અંદાજે 27 ગુજરાતી ફિલ્મો બનાવવાની જાહેરાત કરવામાં આવી હતી. આમાંની કેટલીક ફિલ્મોના નામ કાસ્ટ સહિત જાહેર કરાયા હતા. આ 27 ફિલ્મોમાં 'ધમપછાડા', 'અંતરાલ', 'અબ્બા ડબ્બા જબ્બા' જેવી ફિલ્મોના નામ સામેલ હતા જેમાં આકાશ ઝાલા, શેખર શુક્લ, સ્મિત પંડ્યા, ચેતન દૈયા, હેમાંગ દવે જવા કલાકારોના નામ ઉમેરવામાં આવ્યા હતા. આ ઉપરાંત મહત્વની વાત એ છે કે દરેક ફિલ્મ અંદાજે એક કરોડ રૂપિયાના બજેટમાં બનાવવામાં આવશે અને આ 27 ફિલ્મો આવતા ત્રણ વર્ષમાં રિલીઝ કરવામાં આવશે જેમ...
Comments
Post a Comment