Posts

ટોમ એન્ડ જેરી જેવા પિતા-પુત્રના સંબંધને દર્શાવશે ઓલ ધ બેસ્ટ પંડ્યા

Image
 આ વર્ષની મલ્હાર ઠાકની પહેલી ફિલ્મ દર્શકોને આકર્ષે એવી છે તો ખરી   કેટલાક સમય પહેલા જ પિતા અને પુત્રીના સંબંધને દર્શાવતી ફિલ્મ ‘પર્વત’ રિલીઝ થઈ હતી અને હવે આજે પિતા અને પુત્રના ખાટા મીઠા સંબંધને દર્શાવતી ફિલ્મ ‘ઓલ ધ બેસ્ટ પંડ્યા’ રિલીઝ થઈ છે જેમાં મલ્હાર ઠાકર, દર્શન જરીવાલા, વંદના પાઠક અને યુક્તિ રાંદેરીયા મુખ્ય પાત્રમાં જોવા મળશે. આ સિવાય અર્ચન ત્રિવેદી, ફિરોઝ ઈરાની, નિસર્ગ ત્રિવેદી, કર્તવ્ય શાહ, પ્રેમ ગઢવી અને શિવાની ભટ્ટ જેવા કલાકારો પણ આ ફિલ્મમાં જોવા મળશે. ‘વિકિડાનો વરઘોડો’ અને ‘લગ્ન સ્પેશિયલ’ જેવી મલ્હાર ઠાકરની સુપરહિટ ફિલ્મોના ડિરેક્ટર રાહુલ ભોલે અને વિનીત કનોજીયાની જોડી ફરી એકવાર મલ્હાર ઠાકરને કેન્દ્રસ્થાને રાખીને ‘ઓલ ધ બેસ્ટ પંડ્યા’ ફિલ્મ લઈને આવી છે. આ ફિલ્મનો અનોખો કોન્સેપ્ટ અંકિત બ્રહ્મભટ્ટનો છે જેના થકી દર્શકોને પહેલીવાર મલ્હાર ઠાકર વકીલના રોલમાં જોવા મળશે. પ્રશાંત પટોસેના સંગીત નિર્દેશનમાં બનેલા ગીતો ફિલ્મમાં એક હળવું મનોરંજન ઉમેરે છે. ખાસ કરીને પિતા પુત્રના ખાટા મીઠા સંબંધોને દર્શાવતું ગીત ટોમ એન્ડ જેરી કૉમેડી ટચ આપે છે. કલાકારોની વાત કરીયે તો આ પહે...

સંગીતમય સરગમની અવિરત સાધના કરતી સાધના સરગમ

Image
ઘરથી મળેલી સંગીતમય તાલિમ અને વસંત દેસાઈની દૂરંદેશીએ એક બાળકીને વિશ્વફલક લઈ જવામાં પાયાની ભૂમિકા ભજવી છે ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રી એવા અનેક કલાકારોના યોગદાનથકી ઉન્નત થયેલી છે જે ગુજરાતી નથી. ગુજરાતી ન હોવા છતાં સવાયા ગુજરાતીની જેમ તેઓ અહીં દૂધમાં સાકરની જેમ ભળી ગયા. અદાકારોને પરભાષાની જેટલી તકલીફ થાય એટલી તકલીફ ગાયકને પણ થાય, તેમ છતાં ગાયક કલાકારો આ ભાષાની મર્યાદાથી આગળ વધી પોતાની અલગ છાપ ઉપજાવે છે. સંગીતની સાધના કરી સાત સૂરોનો સરગમ છેડતી એવી જ એક ગાયિકા એટલે સાધના ઘાણેકર જેને આપણે સાધના સરગમના નામથી ઓળખીયે છીએ. વસંત દેસાઈ મહારાષ્ટ્રના રત્નાગિરી જિલ્લામાં આવેલા દાભોલમાં એક સંગીત પરિવારમાં સાધનાનો જન્મ આજની તારીખે 1969 માં થયો. તેની માતા નીલા ઘાણેકર એક શાસ્ત્રીય ગાયિકા અને સંગીત શિક્ષીકા હતી. ઘરમાં જ શિક્ષીકા હોવાને લીધે સંગીતની શરૂઆતની તાલિમ તેમને પોતાની માતા પાસેથી જ મળી હતી. મજાની વાત એ છે કે તેમની માતાએ સાધનાને સંગીત શીખવાડવા સંગતમાં ઉપયોગી થવા એવું એક નાનું તાનપુરા બનાવી આપ્યું હતું, જે વગાડવા ક્યારેક સાધનાથી દોઢ વર્ષ નાનો ભાઈ બેસી જતો તો ક્યારેક તબલા પર પણ તાલની બંદિશ વ...

શું એક કલાકારનું આંકલન એવોર્ડથી જ થવું જોઈએ?

Image
એવોર્ડ એ કલાકારના જીવનમાં અલ્પવિરામ જેવું પગથિયું હોઈ શકે પણ પૂર્ણવિરામ જેવું ક્યારેય નહીં ગુજરાતી ફિલ્મો અને ટેલિવિઝન ક્ષેત્રે થતી એવોર્ડ સેરેમની, અન્ય ક્ષેત્રની એવોર્ડ સેરેમનીની સરખામણીમાં ઘણી સાદગીથી પાર પડતી જોવા મળે છે. ફિલ્મ ક્ષેત્રની એક સામાન્ય ફોર્મેટમાં જ આ એવોર્ડ સેરેમની યોજાતી આપણે જોઈ છે જેમાં વર્ષની કેટલીક ફિલ્મોમાંથી બેસ્ટ એક્ટર, બેસ્ટ એક્ટ્રેસ, બેસ્ટ સ્ટોરી, બેસ્ટ ડિરેક્ટર જેવી અનેક કેટેગરી નક્કી કરવામાં આવે છે અને એમાંથી ઓડિયન્સના વોટિંગના આધારે અને જ્યૂરીના સિલેક્શનના આધારે વિજેતા નક્કી કરાતા હોય છે. પણ પ્રશ્ન એ છે કે એક એવોર્ડથી શું કોઈ ફિલ્મની કે કોઈ કલાકારની કલાને આંકી શકાય છે ખરી? કોઈપણ ક્ષેત્રમાં શ્રેષ્ઠતા સાબિત કરવા માટે એવોર્ડ એ એક સન્માનરૂપ છે અને એક એવોર્ડ કોઈપણ કલાકાર માટે મોટી પ્રેરણા બની શકે છે. સારા અભિનય, દિગ્દર્શન, સંગીત કે કથાનક માટે મળનારા એવોર્ડ માત્ર એક ટ્રોફી જ નથી, પણ તે કલાકાર કે નિર્માતાને વધારે સારૂ કામ કરવા માટે પ્રેરિત કરે છે. એવોર્ડ મેળવનાર કલાકાર માટે તે માનસિક, વ્યાવસાયિક અને આર્થિક રીતે પણ ફાયદાકારક સાબિત થાય છે. જોકે એવોર્ડ્સ...

એક અભદ્ર કોમેન્ટને લીધે કોમેડી કોન્ટેન્ટને લાગ્યું છે ગ્રહણ

Image
કોમેડીના નામ દ્વિઅર્થી સંવાદો સ્વીકારી લેવા એ ગુજરાતી પ્રજા માટે કેટલું યોગ્ય?  પાછલા કેટલાક દિવસોમાં કોમેડી કોન્ટેન્ટના નામે જોરદાર હોબાળો જામ્યો હતો અને હવે જે પ્રકારના પગલા લેવાઈ રહ્યા છે એ જોતા લગભગ દરેક કોન્ટેન્ટ ક્રિએટર સાવચેતી જાળવી રહ્યા છે. ગુજરાતી કોન્ટેન્ટ ક્રિએટર આ દિશામાં દૂર દૂર સુધી જોડાયેલા જોવા નથી મળ્યા એ સારી વાત છે પણ જે ઘટના બની હતી એના લીધે ઘણા ખરા ગુજરાતી કોન્ટેન્ટ ક્રિએટર્સ, યુટ્યૂબર્સ પોતાના કોન્ટેન્ટમાં વધારે ધ્યાન આપવા લાગ્યા છે.  ગુજરાતી કોન્ટેન્ટ ક્રિએટર્સ કહો કે ઇન્ફ્લુએન્સર્સ કહો, આજે સોશ્યલ મિડીયા સહિત ફિલ્મોમાં પણ તેઓ પોતાનો દબદબો દાખવી રહ્યા છે. ખાનગી જીવનને જગજાહેર કરી અથવા પતિ-પત્નીના કકળાટ કે ભાઈ-બહેનની મસ્તીથી માંડી અનેકો પ્રકારના કોન્ટેન્ટ બનાવવામાં મશગુલ આ ઇન્ફ્લ્યુએન્સર્સ આજે ફિલ્મ જગત માટે કોમેડીનો એક પર્યાય બની ગયા છે. તેમને પોતાની ફિલ્મમાં કામ કરાવી ફિલ્મમેકર્સ એક તૈયાર બેઠું માર્કેટ તો આકર્ષી શકે છે પણ બોક્સ ઓફિસ કલેક્શની કોઈ ગેરન્ટી મેળવી શકતા નથી અને એમાં ફિલ્મની વાર્તા તથા અભિનયના નામે જોખમ તોડાય એ અલગ.  કોમેડીન...

ગુજરાતી ફિલ્મોનું વેલેન્ટાઇન બદલાઈ રહ્યું છે

Image
‘જીગર અને અમી’થી માંડી ‘21 મુ ટિફીન’ જેવી ફિલ્મોમાં પ્રેમની ભિન્ન ભિન્ન ભાષા જોવા અને માણવા મળી છે પ્રેમની ભાષા વ્યક્ત કરવાની દરેક સમાજ, દરેક વર્ગની એક અલગ ખાસિયત હોય છે અને સમય જતાં એમાં ફેરફાર પણ જોવા મળે છે. પહેલાની ગુજરાતી ફિલ્મોમાં પ્રેમ, પ્રણય વ્યક્ત કરવાની એક રીત, અલગ પદ્ધતિનો વપરાશ કરવામાં આવતો હતો અને આજની તારીખમાં, એ જ પ્રેમની વ્યાખ્યા બદલાઈ ચૂકી છે. વેલેન્ટાઇનને એટલે કે પ્રેમના પર્યાયવાચીને વ્યક્ત કરવા માટે ફિલ્મમેકર્સ અલગ અલગ પદ્ધતિનો ઉપયોગ કરે છે. ફિલ્મની વાર્તાને અનુરૂપ પ્રેમની વ્યાખ્યા નક્કી કરવામાં આવે છે, અને એને દર્શકો સામે મોટા પડદા પર રજૂ કરવામાં આવે છે. ફિલ્મની વાર્તાની વાત કરીયે તો હીરોઇનને મેળામાં મળતો હીરો, હીરોઇનની નાતનો ન હોવાથી કે તેના ભાઈ-બાપ સાથે બે પેઢી જૂનો કટ્ટર મતભેદ હોવાથી પોતાના પ્રેમને હાંસલ કરવા માટે લડે છે, ખૂન-ખરાબા કરે છે. તો ક્યારેક પોતાના પ્રેમીથી પતિ બનેલા પ્રિયવરના જીવને બચાવવા પ્રેમીકા પોતે જાત-જાતના ઉપવાસ, જાત-જાતના વ્રત કરે છે અને સમાજ તથા પરિવાર સામે બાથ ભીડે છે.  મધુરજની (આ શબ્દ આજની પેઢીએ ભાગ્યે જ સાંભળ્યો હશે – એટલે કે...

ફિલ્મોની સફળતા-નિષ્ફળતાના માપદંડ કોણ નક્કી કરે છે?

Image
માત્ર બોક્સ ઓફિસ કલેક્શનના આધારે ફિલ્મની સફળતા-નિષ્ફળતા નિર્ધારીત કરવી કેટલી યોગ્ય ? ફિલ્મ કોઈપણ ભાષાની હોય, રિલીઝ થયા બાદ તેને ફ્લોપ, સુપર ફ્લોપ, હિટ, સુપરહિટ અથવા બ્લોક બસ્ટર જેવા વિશેષણ લગાડીને જગજાહેર કરવામાં આવે છે. સ્વાભાવિક છે કે આવા વિશેષણ મોટાભાગે તેના બોક્સ ઓફિસ કલેક્શન પર આધારિત હોય છે અને આ વિશેષણો જ છે, જે દર્શકોની માનસિકતાને, તેમના ગમા-અણગમાને જાહેર કરે છે. તેમ છતાં એક સવાલ સામાન્ય નાગરિકના મનમાં હંમેશા થતો હોય છે કે એક ફિલ્મની સફળતા કે નિષ્ફળતાના માપદંડ શું હોઈ શકે છે અથવા તો એ જે-તે માપદંડ નક્કી કોણ કરે છે? આપણા ગુજરાતીમાં એક કહેવત છે કે તાળી એક હાથ નથી વાગતી. ફિલ્મોની સફળતા અને નિષ્ફળતાના માપદંડનું પણ કંઈક આવું જ છે. સૌથી પાયાની વાત કરીએ તો એક ફિલ્મ જ્યારે રિલીઝ થાય છે ત્યારે શરૂઆતના કેટલાક અઠવાડિયામાં તે બોક્સ ઓફિસ પર કેટલું કલેક્શન કરે છે એના પર આપણા સૌ કોઈની નજર રહેતી હોય છે અને એ આંકડાને ધ્યાનમાં રાખીને મોટાભાગે ફિલ્મની સફળતા કે નિષ્ફળતા નક્કી કરવામાં આવતી હોય છે. જોકે આ મુદ્દામાં એક એવી વિચારધારાનો પણ સમાવેશ થાય છે જે વાસ્તવમાં એક ફિલ્મને લોકો સુધી પહ...

હોરર કોમેડી ફિલ્મ 'ફાટી ને?' લોકોને ડરાવશે કે હસાવશે?

Image
ઓસ્ટ્રેલિયામાં શૂટ કરાયેલી આ ફિલ્મને ગુજરાતીઓ કેટલી આવકારશે એ જોવા જેવું રહેશે ગયા વર્ષે રિલીઝ થયેલી હોરર કોમેડી ફિલ્મ ‘ઝમકૂડી’ એ વર્ષનું સૌથી વધુ બોક્સ ઓફિસ કલેક્શન કરનારી ફિલ્મ બની હતી અને આજે હવે વર્ષ 2025ના પહેલા જ મહિનાના છેલ્લા અઠવાડિયામાં ગુજરાતી જનતાને વધુ એક હોરર કોમેડી ફિલ્મ ‘ફાટી ને?’ માણવા મળશે.  ફૈસલ હાશમી દ્વારા દિગ્દર્શીત ફિલ્મ ‘ફાટી ને?’ આજે સિનેમાઘરોમાં આવી ચૂકી છે, જેમાં હિતુ કનોડિયા પરમ લાલ અને કિશોર કાકા ફેમ કોમેડિયન અને રેડિયો જોકે સ્મિત પંડ્યા પદમ લાલના મુખ્ય પાત્રમાં જોવા મળશે. આ બે કલાકારો ઉપરાંત ફિલ્મમાં હેમીન ત્રિવેદી, આકાશ ઝાલા, ચેતન દૈયા, કૌશામ્બી ભટ્ટ, મોનાથીબા કનોડિયા અને અન્ય વિદેશી કલાકારો અભિનય કરતા જોવા મળશે. ફિલ્મની વાર્તા ફૈઝલ હાશ્મી અને ફેનિલ દવે દ્વારા તૈયાર કરવામાં આવી છે જ્યારે સોહન નાયક દ્વારા સંગીત આપવામાં આવ્યું છે.  ફિલ્મ ‘ફાટી ને?’ આ પહેલા એપ્રિલ 2023માં રિલીઝ થવાની હતી પણ કેટલાક કારણોસર તેને મોકૂફ રાખવામાં આવી હતી. જોકે ફિલ્મની રિલીઝ પહેલા અનેક પોસ્ટર્સ રિલીઝ કરી હળવી શૈલીમાં પ્રમોશન કરવામાં આવ્યું હતું.  પ્રાપ્ત ...