Posts

મહેશકુમાર એન્ડ પાર્ટીને ઓળખ જરૂરત છે ખરી?

Image
સંઘર્ષથી સફળતા સુધીની સુંદર સફરનો શહેનશાહ એટલે મહેશ કુમાર જે 30થી પણ વધારે અવાજોમાં ગીતો ગાઈ શકતા ગુજરાતી ફિલ્મ જગતમાં આમ તો અનેક વાસ્તવિક પિતા-પુત્ર, મા-દીકરીની જોડી આપણને જોવા મળે છે પણ ભાઈ-ભાઈ કે બહેન-બહેનની જોડી ભાગ્યે જ જોવા મળે છે. ત્રિવેદી ભાઈઓ એટલે કે અરિવંદ ત્રિવેદી અને ઉપેન્દ્ર ત્રિવેદી જે પ્રમાણે ગુજરાતી અભિનેતાની પ્રથમ પંક્તિમાં પોંખાતા આવે એવી જ રીતે કનોડિયા બ્રધર્સ એટલે કે મહેશ કુમાર અને નરેશ કુમારને પણ કોઈ ખાસ ઓળખની જરૂરત રહેતી નથી. સંગીતકાર તરીકે મહેશ કુમારે જે ગીતોનું સર્જન કર્યું છે એ આજે પણ માણવા ગમે એવા છે જ્યારે નરેશ કુમારના અભિનયને જરા પણ ઓછું આંકી શકાય એવું નથી.  આજે (25મી ઑક્ટોબર) મહેશ કુમારની પુણ્યતિથી હોવાથી ફક્ત મહેશ કુમાર અને તેમના ફિલ્મ ક્ષેત્રમાં યોગદાનને યાદી કરીયે તો આજે ‘મહેશકુમાર એન્ડ પાર્ટી’ ને કોઈ ઓળખની જરૂરત નથી, પણ આ ક્ષેત્રમાં તેમની શરૂઆત જરાય સરળ નહોતી. મહેસાણા જિલ્લામાં આવેલા કનોડા ગામે 27 જાન્યુઆરી 1937 ના રોજ જન્મેલા મહેશ કનોડિયા અને તેમના પરિવારનું જીવન અનેક સંઘર્ષો બાદ સફળતાના શિખરે પહોંચ્યું હતું. પિતા હતા મીઠાલાલ રૂપાભાઈ પ...

આજના સમયને અનુરૂપ છે ‘ગુણસુંદરી’ ની વાર્તા

Image
1948 સુધીમાં ત્રણ વાર એક જ શીર્ષક સાથે બની ચૂકેલી આ ત્રણેય ફિલ્મોએ સફળતાનો સ્વાદ ચાખ્યો હતો ગુજરાતી સાહિત્ય જગતને ‘સરસ્વતીચંદ્ર’ જેવી મહાનવલકથા આપનાર ગોવર્ધનરામ ત્રિપાઠીની આ રચના અનેક કૃતિઓના સર્જનમાં મહત્ત્વનો ફાળો આપશે એ કોઈએ વિચાર્યું પણ નહીં હોય. આજથી લગભગ સવા સો વર્ષ પહેલા એટલે કે 1887 માં ‘સરસ્વતીચંદ્ર’ નો પહેલો ભાગ અને 1901 માં છેલ્લો ભાગ પ્રકાશિત થયો હતો. 15 વર્ષના ગાળામાં રચાયેલી આ મહાનવલકથાનો બીજો ભાગ ‘ગુણસુંદરીનું કુટુંબજાળ’ તરીકે પ્રકાશિત થયો હતો અને આ જ ભાગને ધ્યાનમાં રાખીને ગુજરાતી ફિલ્મમેકરોએ ‘ગુણસુંદરી’ નામની ફિલ્મોનું નિર્માણ કર્યું.  મોટાભાગે જ્યારે પણ આપણે ‘ગુણસુંદરી’ ફિલ્મની વાત કરીયે છીએ ત્યારે 1948 માં આવેલી નિરૂપા રૉય અભિનીત ફિલ્મને જ કેન્દ્રસ્થાને રાખવામાં આવે છે. તેમ છતાં એ વાતથી મોટાભાગની જનતા અજાણ છે કે 1948 માં આવેલી ગુજરાતી ફિલ્મ ‘ગુણસુંદરી’ પહેલા એક નહીં પણ બે વાર ‘ગુણસુંદરી’ ફિલ્મ નિર્માણ પામી ચૂકી હતી. બોલપટ ફિલ્મો શરૂ થઈ એ પહેલા 1927 માં ‘ગુણસુંદરી’ નામની ફિલ્મ બની હતી અને જ્યારે ફિલ્મોમાં વાચા ઉમેરાઈ ત્યારે એટલે કે સવાક્ ફિલ્મકાળમાં એ ...

‘અચકો મચકો કાં રે લી’ કે ‘અચકો મચકો કાં રે અલી’?

Image
1948 થી 1999 સુધી પાંચ ફિલ્મોમાં આ શબ્દોનો ઉપયોગ કરવામાં આવ્યો છે અને એ તમામે તમામ ગીતે અને ફિલ્મે સફળતા મેળવી છે સામાન્યપણે જોઈએ તો ગુજરાતી સાહિત્યમાં ઘણાં એવા શબ્દો છે જેનું અપભ્રંશ થઈને એક નવો જ શબ્દ બની ગયો હોય. ઘણી વખત એવું પણ બનતું હોય છે કે એ નવા ઉદ્ભવેલા શબ્દનો કોઈ અર્થ પણ ન નીકળતો હોય અથવા જે મૂળ કૃતિ છે, એનો ભાવાર્થ જ ફેરવાઈ જતો હોય છે. ગુજરાતી સાહિત્યને ધ્યાનમાં રાખીને અનેક ગુજરાતી ફિલ્મો બની અને અનેક ગીતો પણ સર્જાયા. સાહિત્ય આધારિત ફિલ્મોમાં તો જાજી સમસ્યા ન હોય પણ સંગીતના દ્રષ્ટિકોણથી જ્યારે કોઈ લોકગીત કે ગરબાને નવા સંગીતના બીબામાં ઢાળવામાં આવે ત્યારે જાણતા-અજાણતા શબ્દો સાથે રમત થઈ જાય છે અને મૂળ કૃતિ વીખેરાઈ જાય છે.    ‘તમે કીયા તે ગામના ગોરી રાજ, અચકો મચકો કારેલી’ આ લોકગીત, ગીત કે ગરબો આપણે સૌ એ અનેકવાર સાંભળ્યો છે. આ ગીતમાં આવતા શબ્દો ‘અચકો મચકો કારેલી’ ને લઈને અનેક સાહિત્યકારોએ અનેકવાર સ્પષ્ટતા આપી છે. જો ગીતના શબ્દોને સમજીયે તો ગીતમાં નાયક નાયિકાને પ્રશ્ન કરે છે કે તમે કયા ગામના ગોરી છો અને આવી રીતે લચક-મચક કેમ ચાલો છો? જેના જવાબમાં નાયિકા ...

ગરબા વિનાની ગુજરાતી ફિલ્મો પાણી વિનાની માછલી જેવી છે

Image
બદલાતા સમય સાથે ફિલ્મોમાં ગરબાની રજૂઆત બદલાઈ છે ગુજરાતી ફિલ્મો નવી હોય કે જૂની એમાં ગરબાઓની રમઝટ અચૂક જોવા મળે છે. ફિલ્મ મેકર્સ પણ એ વાતનું ખાસ ધ્યાન રાખતા હોય છે કે ગરબાઓ થકી ફિલ્મનું પ્રમોશન કે ફિલ્મની માર્કેટિંગ મોટાપાયે કરવામાં આવે. બીજા શબ્દોમાં કહીયે તો ગરબા વિનાની ગુજરાતી ફિલ્મો પાણી વિનાની માછલી જેવી કહેવાય. ગુજરાતી ફિલ્મોની શરૂઆત થઈ તે સમયથી જ એ વાત જાણે ગાંઠ બાંધી લેવાઈ હતી કે ગુજરાતીઓની ઓળખ સમો કોઈપણ એક ગરબો ફિલ્મમાં હોવો જોઈએ. સમય જતા અનેક નાના-મોટા ફિલ્મ નિર્માતાઓએ પોતાની ફિલ્મોમાં કેટલાક પારંપારિક ગરબાનો ઉપયોગ કર્યો છે, તો વળી કેટલાક ફિલ્મ મેકર્સે જે-તે ગરબાની લઢણ સાચવી તેમાં પોતાની કલાનો ઉમેરો કર્યો છે.    આજની ગુજરાતી ફિલ્મોમાં આજની યુવા પેઢી અને આજની જનતાને છાજે એવા ગરબાઓ તૈયાર કરવામાં આવે છે. અમૂક મોટા શહેરોમાં આજે શેરી ગરબા કે ગરબીઓના સ્થાને પોપ-મ્યુઝિક અને બોલીવૂડ સંગીતે સ્થાન લઈ લીધું છે તો વળી ગુજરાતના અમૂક ઠેકાણા એવાય છે જ્યાં પારંપારિક ગરબાની ઉજવણી આજે પણ શ્વસી રહી છે. ગુજરાતી ફિલ્મોના સંદર્ભમાં ગરબાઓની વાત કરીયે તો 1949 માં આવેલી ફિલ્મ ‘મં...

વિજ્ઞાનથી પરિપૂર્ણ છે ફિલ્મ મેકિંગની પ્રક્રિયા

Image
સાઉન્ડ રેકોર્ડિંગ, ક્રોમા, સ્પેશ્યલ ઇફેક્ટ્સની મદદથી ફિલ્મની સુંદરતામાં વધારો કરવામાં મદદ મળી રહે છે દર્શકોને ફિલ્મ જોવામાં અને માણવામાં જેટલો આનંદ આવે છે એટલો જ આનંદ એક ફિલ્મ મેકરને ફિલ્મ બનાવવામાં અને એની તમામ પ્રક્રિયામાં સામેલ થવાથી આવે છે. ફિલ્મ મેકિંગની પ્રક્રિયા જટિલ તો છે પણ સાથે સાથે કંઈક નવીનતમ કાર્ય કરવા માટે પણ પ્રેરે છે. એક જ વાર્તાને અલગ અલગ દ્રષ્ટિકોણથી કહેવાની દરેક વાર્તાકાર અને ડિરેક્ટરની ખાસિયત હોય છે. વળી, ફિલ્મ મેકિંગમાં એવી ઘણી નાની-નાની કાર્યપ્રણાલી આવરેલી હોય છે જેને સામાન્ય દર્શકવર્ગ જાણતું સુદ્ધા નથી. ટૂંકમાં કહીયે તો ફિલ્મ મેકિંગની પ્રક્રિયા વિજ્ઞાનથી પરિપૂર્ણ છે.   ઢોલીવૂડના પરિપ્રેક્ષ્યમાંથી બહાર નીકળી ભારતીય ફિલ્મ મેકિંગની વાત કરીયે તો આઝાદી પહેલાની ખાસ કરીને ફિલ્મ ક્ષેત્રની શરૂઆત થઈ ત્યારની ફિલ્મો પર નજર કરતા માલૂમ થાય છે કે હીરો-હીરોઇન એક જ જગ્યાએ ઊભા રહી ગીત ગાતા. અથવા એવા ગીતો જોવા મળે છે જેમાં કલાકારોની ગીત દરમ્યાન ઓછી હલનચલન હોય. વાસ્તવમાં એ સમયે ગીત રેકોર્ડ કરવાની પ્રક્રિયા ઘણી મુશ્કેલ હોવાને લીધે આ કિમીયો ઉપયોગમાં લેવામાં આવતો....