Posts

Showing posts from January, 2026

‘રાજા ભરથરી’ ની લોકપ્રિયતા આજે પણ યથાવત્

Image
1973 ની આ ફિલ્મ દમદાર ગીત-સંગીત અને ધારદાર સંવાદોથી ભરેલી હતી 1970-75 ના સમયમાં અનેક એવી ગુજરાતી ફિલ્મો બની જે લોકકથા પર આધારિત હતી. ‘જેસલ તોરલ’ (1971), ‘ગુણસુંદરીનો ઘરસંસાર’ (1972), ‘હોથલ પદમણી’ (1974), ‘તાના રીરી’ (1975) જેવી અનેક ફિલ્મો આ ગાળામાં રિલીઝ થઈ. આ જ સમયમાં 1973માં ઉપેન્દ્ર ત્રિવેદી, અરવિંદ ત્રિવેદી, સ્નેહલતા, રમેશ મહેતા, જય શ્રી ટી જેવા કલાકારોને ચમકાવતી ફિલ્મ ‘રાજા ભરથરી’ પણ રિલીઝ થઈ હતી.  ડિરેક્ટર રવિન્દ્ર દવે દ્વારા બનવવામાં આવેલી આ ફિલ્મ ‘રાજા ભરથરી’ માં અવિનાશ વ્યાસનું સંગીત હતું. ગાયક કલાકારોમાં સુમન કલ્યાણપૂર, આશા ભોસલે, ઉષા મંગેશકર, સુલોચના વ્યાસ અને મહેન્દ્ર કપૂરે સ્વર આપ્યો હતો. ફિલ્મની કથા અને સંવાદ રમેશ મહેતાએ લખ્યા હતા. ધારદાર સંવાદ અને સંગીતને લીધે ફિલ્મની સફળતા સોળે કળાએ ખીલી હતી. વળી સ્ટારકાસ્ટમાં એ સમયની સૌથી લોકપ્રિય ગણાતી ઉપેન્દ્ર ત્રિવેદી અને સ્નેહલતાની જોડી આકર્ષણનું કેન્દ્ર હતી. ત્રિવેદી બંધુઓએ પણ ‘જેસલ તોરલ’ (1971) ની જેમ ફરી એકવાર એકસાથે મોટા પડદે જોવા મળ્યા હતા.  ઉજ્જૈનના રાજા ગંધર્વસેનાના મોટા પુત્ર, રાજા વિક્રમાદિત્યના મોટા ભાઈ અને રૂપન...

'દેશ રે જોયા દાદા પરદેશ જોયા' આજે પણ લોકપ્રિય છે

Image
જે જમાનામાં ફિલ્મોની ટિકિટ 10 થી 15 રૂપિયામાં મળતી હતી એ જમાનામાં આ ગુજરાતી ફિલ્મે 22 કરોડ રૂપિયાનું બોક્સ ઓફિસ કલેક્શન કર્યું હતું. જે પ્રમાણે રંગબેરંગી મોર વચ્ચે સફેદ મોર આકર્ષક દેખાઈ આવે એ જ પ્રમાણે હાલમાં રિલીઝ થઈ રહેલી નવા વિષયો ધરાવતી ગુજરાતી ફિલ્મો વચ્ચે રી-રિલીઝ થઈ રહેલી ફિલ્મો અલગ દેખાઈ આવે છે. ગયા અઠવાડિયે હજુ 'જય કનૈયા લાલ કી' ફિલ્મ રિલીઝ થઈ હતી એની સાથે જ 1998 ની સૌથી લોકપ્રિય અને સફળ એવી ફિલ્મ 'દેશ રે જોયા દાદા પરદેશ રે જોયા' રી-રિલીઝ કરવામાં આવી હતી. આ પહેલા ગયા વર્ષે હિતેન કુમારની જ સુપરહિટ ફિલ્મ 'મૈયરમાં મનડુ નથી લાગતુ'  રી-રિલીઝ કરવામાં આવી હતી. ગોવિંદભાઈ પટેલ દ્વારા ડિરેક્ટેડ આ ફિલ્મના મુખ્ય નાયક, નાયિકા હતા હિતેન કુમાર અને  રોમા માણેક  જેમને આપણે રામ અને રાધાના પાત્રમાં અભિનય કરતા જોયા હતા. આ ઉપરાંત ફિલ્મમાં અરવિંદ ત્રિવેદી, પિંકી પરીખ, રમેશ મહેતા, સમીર રાજડા, રાજદીપ , ભૂમિકા શેઠ અને દેવેન્દ્ર પંડિતે પણ અભિનય કર્યો હતો. 'દેશ રે જોયા દાદા પરદેશ જોયા' ગુજરાતી ફિલ્મ જગતમાં એક એવી ફિલ્મ છે જે માત્ર મનોરંજન પૂરતી સીમિત નથી રહી, પરંતુ સમાજના...

પરિવાર માટે સિદ્ધાંતોને નેવે મૂકશે કનૈયાલાલ

Image
માત્ર 18 દિવસમાં તૈયાર થયેલી ફિલ્મ ‘જય કનૈયાલાલ કી’ આજથી સિનેમાઘરોમાં વર્ષ 2026 ના પહેલા મહિનાની પહેલી મોટી કહી શકાય એવી ફિલ્મ ‘જય કનૈયાલાલ કી’ આજે થિયેટર્સમાં રિલીઝ થઈ ચૂકી છે. ગુજજુભાઈ ફેમ સિદ્ધાર્થ રાંદેરિયા, બા બહુ ઔર બેબી ફેમ વૈશાલી ઠક્કર સહિત હિતુ કનોડિયા, શ્રેય મરડિયા અને અનેરી વજાણી આ ફિલ્મમાં અભિનય કરતા જોવા મળશે. સિદ્ધાર્થ ભાઈની છેલ્લી ફિલ્મ રત્ના પાઠક શાહ સાથેની ‘બચુની બેનપણી’ હતી જેણે ઇન્ડસ્ટ્રીમાં હાસ્યની લહેર ફેલાવી દીધી હતી અને આજની આ ફિલ્મ પણ એ જ દિશામાં આગળ વધવાની સાથે કંઈક નવું રજૂ કરવાના દ્રષ્ટિકોણથી રિલીઝ કરવામાં આવી છે.  ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ના શરૂઆતના 500 જેટલા એપિસોડના ડિરેક્ટર રહી ચૂકેલા ધર્મેશ મહેતાએ ફિલ્મ ‘જય કનૈયાલાલ કી’ ડિરેક્ટ કરી છે. આ પહેલા તેઓ ‘મોમ તને નહીં સમજાય’, ‘જયસુખ ઝડપાયો’ જેવી ફિલ્મો ઢોલીવૂડને આપી ચૂક્યા છે. વૈશાલી ઠક્કર (પુષ્પા) પણ પહેલીવાર સિદ્ધાર્થ રાંદેરિયા અને હિતુ કનોડિયા સાથે કામ કરી રહી છે. શ્રેય મરડિયા અને અનેરી વજાણી કનૈયાલાલના દીકરા-દીકરીના પાત્રમાં જોવા મળશે જ્યારે દસથી પણ વધારે ગુજરાતી ફિલ્મોમાં પોલીસ અધિકારીનું પાત્ર ભજવી ...

2026 નું શ્રીગણેશ જ ફિલ્મી ક્લેશથી

Image
જાન્યુઆરીને બાદ કરતા અન્ય કોઈપણ મહિનાની કઈ તારીખે, કઈ ફિલ્મ રિલીઝ થશે એ હજુ સુધી ફિલ્મમેકર્સ નક્કી નથી કરી શક્યા  વર્ષ 2026 ગુજરાતી સિનેમા માટે નવા કોન્ટેન્ટ અને નવા ચહેરાઓને લઈને આવનારું સાબિત થઈ શકે એમ છે. આ વર્ષમાં ગુજરાતી સિનેમા જગતના કેટલાક નવા તો કેટલાક જાણીતા ચહેરાઓ એક લાંબા સમય બાદ મોટા પડદે જોવા મળશે.  વર્ષ 2025 માં અંદાજે 75 થી પણ વધારે ગુજરાતી ફિલ્મો રિલીઝ થઈ હતી અને એમાંથી કેટલીક ફિલ્મો એવી હતી જેને 2026 માં મોકૂફ કરી દેવામાં આવી. આ નિર્ણય ‘લાલો’ ફિલ્મને લીધે આવેલા વંટોળને ધ્યાનમાં રાખીને લેવામાં આવ્યો હતો જે ક્યાંક નવી ફિલ્મો માટે યોગ્ય પણ હતો. વર્ષ 2025 નું  સમાપન મલ્હાર ઠાકરની ફિલ્મ ‘વંદે ભારત’ થી થયું હતું અને 2026ની શરૂઆત ‘તું મળે તો ઉત્સવ’ અને ‘બિચારો બેચલર’ ના ક્લેશથી થઈ રહ્યું છે.   ‘તું મળે તો ઉત્સવની’ વાત કરીયે તો આ ફિલ્મ પહેલા ડિસેમ્બર 2025ના છેલ્લાં અઠવાડિયામાં રિલીઝ થવાની હતી પણ તેને એક અઠવાડિયું મોકૂફ કરવામાં આવી હતી. આ ફિલ્મમાં સોનું ચંદ્રપાલ, સાગર પંચાલ એક સાથે જોવા મળશે જેમાં જીગર શાહ નામનો નવોદિત કલાકાર ડેબ્યુ કરી રહ્યો છે. પ્રેમની ...

1980-81ની બેસ્ટ ફિલ્મ એટલે જોગ-સંજોગ

Image
નવલકથા અને ફિલ્મ બંનેની સફળતા આ વાર્તાને વધારે લોકપ્રિય બનાવવામાં પાયાની ભૂમિકા ભજવે છે ગુજરાતી સાહિત્યની દુનિયામાં હરકિસન મહેતાનું નામ સૌકોઈ જાણે છે અને તેમના સાહિત્યસર્જનમાંનું એક સર્જન એટલે ‘જોગ સંજોગ’. આ નવલકથા પરથી વર્ષ 1980 માં આ નામથી જ ગુજરાતી ફિલ્મ રિલીઝ થઈ અને ખૂબ ચાલી.  નરેશ કનોડિયા, અરુણા ઈરાની, અરવિંદ ત્રિવેદી, પદ્મારાણી, અરવિંદ રાઠોડ, અજીત વાચ્છાની, કામિની ભાટિયા, દેવેન્દ્ર પંડિત, મેઘના રૉય અને રમેશ મહેતા મુખ્ય ભૂમિકામાં જોવા મળ્યા હતા જ્યારે અરવિંદ જોશી, હિતુ કનોડિયા, વંદના રાણે અને ક્રિષ્ણકાન્ત મહેમાન કલાકાર તરીકે જોવા મળ્યા હતા. હરકિસન મહેતાને જ આ ફિલ્મના કથા, પટકથા અને સંવાદ લેખક તરીકેની ક્રેડિટ પણ આપવામાં આવી હતી. ગીત કાંતિ અશોકે લખ્યા હતા અને ગાયક કલાકારોમાં આશા ભોસલે, મહેશ કુમાર, પ્રફુલ દવે, અનુરાધા પોડવાલ, કમલેશ અવસ્થિ, ગોવિંદજી બોરીચા અને નરેશ કનોડિયા સામેલ હતા. સંગીતકાર અને ફિલ્મના નિર્માતા હતા મહેશ-નરેશ.  નવલકથા ‘જોગ-સંજોગ’ એક કુટુંબના જીવનમાં અચાનક સર્જાતા સંજોગોને ભવનાત્મક અને ઉત્સુકતાપૂર્વક રજૂ કરે છે. કથાનું મુખ્ય પાત્ર અજય (નરેશ કનોડિયા), એક ટ્રેન...