Posts

Showing posts from November, 2024

સંગીત વિનાની ગુજરાતી ફિલ્મ કલ્પી શકાય?

Image
માત્ર સંગીત જ નહીં બેકગ્રાઉન્ડ મ્યુઝિક પણ ફિલ્મને એક વેંત ઉંચી લઈ જવામાં પાયાની ભૂમિકા ભજવે છે શું તમે ક્યારેય ગીત સંગીત વિનાની ફિલ્મ કલ્પી શકો છો? જવાબ આપણે સૌ જાણીયે છીએ.. ના, એ શક્ય નથી. શક્યતા અને અશક્યતાની વાતને બાજુમાં મૂકી કહેવાનું તાત્પર્ય માત્ર એટલું કે આજની તારીખમાં બનતી દરેકે દરેક ફિલ્મ ગીત સંગીત વગર બનવી શક્ય નથી. ઢોલીવૂડમાં હાલમાં એવી ઘણી ફિલ્મો બની છે જે માત્ર ગીત-સંગીતને લીધે લોકોનું ધ્યાન આકર્ષી શકી છે.  વાસ્તવમાં ફિલ્મની વાર્તાને કેન્દ્રસ્થાને રાખીને ગીતકાર ગીતોનું નિર્માણ કરતા હોય છે અને ત્યાર બાદ સંગીતકાર એને સંગીતના બીબામાં ઢાળવાનો પ્રયાસ કરે છે. એમાં પણ સંગીતના સૂર, તાલ, લય, વાંજિત્રોનો જોઈએ એટલો ઉપયોગ જેવા મુદ્દાઓને પણ ધ્યાનમાં રાખવા પડે છે. ભારતીય અને એમાં પણ ખાસ ગુજરાતી પ્રજા સંગીતઘેલી ખરી એટલે ગીત-સંગીત વિનાની ગુજરાતી ફિલ્મ કલ્પી શકાય એમ નથી. તેમ છતાં કૃષ્ણદેવ યાજ્ઞિકની ફિલ્મ ‘વશ’ અને ‘રાડો’ એકપણ ગીત વગર બનેલી એવી ફિલ્મો છે જે સફળતા પામી છે. આ બંને ફિલ્મોમાં કોઈ ઓફિશ્યલ ગીત ન હોવા છતાં માત્ર ફિલ્મના થીમ મ્યુઝિકને લીધે ફિલ્મની વાર્તાને ન્યાય આપવ...

ઢોલીવૂડના રિલ કપલ જે બન્યા રિયલ કપલ

Image
સરિતા-પ્રવિણ જોશી, અલ્પના-મેહુલ બુચથી માંડી પ્રતિક-ભામિની ગાંધી અને મલ્હાર-પૂજાની જોડીને પ્રેક્ષકોએ ખૂબ વ્હાલ કર્યો છે   ન માત્ર બોલીવૂડ, ટોલીવૂડ, હોલીવૂડ પણ ઢોલીવૂડમાં પણ આપણને અનેક વાસ્તવિક કપલ કામ કરતા જોવા મળે છે. જોકે એવામાં હવે વધારો પણ થઈ રહ્યો છે. વિગતવાર વાત શરૂ કરીયે એ પહેલા દાખલો આપીને કહું તો હિન્દી ફિલ્મોની શરૂઆત અને તેનો ઈતિહાસ આપણે સૌ ઓછા વત્તા પ્રમાણમાં જાણીયે જ છીએ પણ ઘણા ઓછા લોકોને એ વાત ખબર છે કે મુંબઈના મલાડ વિસ્તારમાં આવેલા સ્ટુડિયો ‘બોમ્બે ટૉકિઝ’ ની શરૂઆત કરનાર દેવિકા રાની અને હિમાંશુ રૉય પતિ-પત્ની જ હતા. દેવિકા રાનીના પહેલા પતિ એટલે હિમાંશુ રૉય જ્યારે હિમાંશુ રૉય માટે દેવિકા રાની બીજા પત્ની હતા. જોકે ઘણીવાર એવું પણ બનતું હોય છે કે જે-તે કલાકારના લાઇફ પાર્ટનર ભલે ફિલ્મો સાથે સીધી રીતે જોડાયેલા ન હોય પણ તેમનું કોઈ સંબંધી કે પરિવારનો સભ્ય ફિલ્મો સાથે જોડાયેલું હોય. દાદામુની એટલે કે અશોક કુમારના પત્ની શોભા દેવી ભલે ફિલ્મોમાં ન દેખાયા હોય પણ તેઓ એ જમાનાના ફેમસ હિન્દી અને બંગાળી અભિનેત્રી છાયા દેવીના કઝીન બહેન એવા શોભા દેવીને પરણ્યા હતા.  ગુજરાતી ...

એક રાતમાં બનતી બે ઘટનાની કહાણી એટલે ‘અજબ રાતની ગજબ વાત’

Image
આરોહી પટેલના વનલાઇનર્સ અને ભવ્ય ગાંધીના રોમાન્સથી ભરપૂર છે નવોદિત ડિરેક્ટર પ્રેમ ગઢવીની આ ફિલ્મ  દરેક ફિલ્મમેકર એમ ઈચ્છતો હોય છે કે એ પોતે એવી ફિલ્મ બનાવે જે લોકોને આકર્ષે અને ગમે. આ માટે તેઓ નીતનવા પ્રકાર શોધતા રહે છે. ક્યારેક કોઈ ફેમસ લોકેશન પર શૂટિંગ કરી આવે, તો ક્યારેક કોઈક મોટા આર્ટિસ્ટનો કેમિયો કરાવી આપે. ઢોલીવૂડમાં આજે એવી જ એક ફિલ્મ રિલીઝ થઈ છે જેમાં સ્ટોરી તો સારી છે જ, સાથે સાથે સારી સિનેમેટોગ્રાફી, એડિટીંગ પણ છે અને કેટલાક કલાકારોનો કેમિયો પણ છે. આ ફિલ્મના મૂળ અભિનેતા-અભિનેત્રીની જોડી પણ પહેલી જ વાર રૂપેરી પડદે જોવા મળી રહી છે. પાવરા એન્ટરટેઇનમેન્ટ નિર્મીત આ ફિલ્મનું નામ છે ‘અજબ રાતની ગજબ વાત’. ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ નો ઓરિજીલ ટપુ એટલે કે ભવ્ય ગાંધી અને આરોહી પટેલની જોડી પહેલીવાર એક સાથે આ ફિલ્મ થકી જોવા મળી રહી છે. તેમના ઉપરાંત ફિલ્મમાં કોમેડીયન દીપ વૈદ્ય, આર.જે. રાધિકા બારોટ અને આર.જે. હર્ષ ઠક્કર, નિસર્ગ ત્રિવેદી, મોરલી પટેલ, ભરત ઠક્કર અને દિપીકા રાવલ, યશ્વી મહેતા મુખ્ય ભૂમિકામાં જોવા મળશે. મૂળત: આ ફિલ્મ પહેલા મે મહિનાના ત્રીજા અઠવાડિયામાં રિલીઝ થવાની...

‘કાલે લગન છે?!’ કે આજે?

Image
પૂજા જોશી અને પરિક્ષીત તમાલિયાની જોડીને બીજીવાર મોટા પડદે જોવી લોકોને ગમશે લગનની સિઝન લગભગ શરૂ થઈ ગઈ છે. અનેક ગુજરાતી ઘરોમાં લગન માટેની તૈયારીઓ પણ શરૂ થઈ ગઈ હશે અને અનેક  લોકો તૈયારી શરૂ કરવાના હશે. જોકે ગુજરાતી ફિલ્મ જગતમાં પણ લગનનો વરતારો છવાયેલો છે. ‘હું અને તું’, ‘વાર તહેવાર’, ‘ઉડન છૂ’, ‘લગન સ્પેશિયલ’ જેવી અનેક ગુજરાતી ફિલ્મોમાં લગનની તૈયારીઓ થતી અને લગન થતાં આપણે જોયા છે. આ સિરીઝમાં વધુ એક ફિલ્મ આજે જોડાઈ છે જેનું  નામ છે ‘કાલે લગન છે?!’    પરિક્ષીત તમાલિયા અને પૂજા જોશીને લીડ રોલમાં ચમકાવતી આ ફિલ્મ આજે રિલીઝ થઈ ચૂકી છે. આ ફિલ્મમાં પરિક્ષીત અને પૂજા ઉપરાંત અનુરાગ પ્રપન્ન, દીપિકા રાવલ, પૂજા મિસ્ત્રી, મીર હનીફ, મેહુલ વ્યાસ, મૌલિક પાઠક ઊપરાંત ઉમેશ બારોટ નાનકડો કેમિયો કરતા જોવા મળશે. ફિલ્મની વાર્તા, ડાયલૉગ્સ, સ્ક્રીનપ્લે હુમાયુ મકરાણીએ તૈયાર કરી છે. 2023 ના સપ્ટેમ્બર મહિનામાં રિલીઝ થયેલી ફિલ્મ ‘હું અને તું’ માં પહેલીવાર પરિક્ષીત અને પૂજાની જોડી મોટા પડદે જોવા મળી હતી અને આ તેઓની બીજી ફિલ્મ છે. ફિલ્મની વાર્તા આયૂષ નામના યુવાનની આજુબાજુ ફરે છે જેના આવતીકા...

મહેનતુ નરેશ કનોડિયાની આજે ખોટ વર્તાય છે

Image
જીવવના દરેક તબક્કાનો અનુભવ કરનારા આ કલાકાર સેટ પર ક્રૂ મેમ્બરોનું ધ્યાન પરિવારની જેમ રાખતા ગુજરાતી ફિલ્મ જગતમાં સંખ્યાબંધ સફળ અભિનેતાઓ થઈ ગયા છે તેમ છતાં દર્શકોના દ્રષ્ટિકોણથી બે કલાકારોના નામ લીધા વિના ગુજરાતી ફિલ્મ જગતનો ઈતિહાસ કદાચ અધૂરો કહેવાશે. એક ઉપેન્દ્ર ત્રિવેદી અને બીજા નરેશ કનોડિયા. નરેશ કનોડિયાએ ગુજરાતી ફિલ્મ જગતમાં જે ફિલ્મો કરી છે એની એક અલગ જ ઓળખ છે.    મહેશ-નરેશની જોડીમાંના નરેશ કનોડિયાનો જન્મ ગુજરાતના કનોડા ગામે 20 મી ઑગસ્ટ 1943 ના રોજ થયો હતો જે ગુજરાતી ગાયક અને સંગીતકાર મહેશ કનોડિયાના નાનાભાઈ છે. પોતાના મોટાભાઈ મહેશની જેમ નાનપણથી જ નરેશે ઘણો સંઘર્ષ કર્યો હતો અને તેમને જે પણ સફળતા મળી છે એ તમામે તમામ સફળતાનો શ્રેય તેમણે પોતાના મોટા ભાઈ મહેશ કનોડિયાને જ આપ્યો છે. નરેશ કનોડિયા જ્યારે છ માસના હતા ત્યારે તેમની માતાનું અવસાન થયું હતું. ફિલ્મોમાં આવતા પહેલા નરેશ કુમાર બુટપૉલિશ કરતા, એટલું જ નહીં ઘરેઘરે જઈને કચરો વીણતા. સવારે લોકો દાતણ કરતા હોય અને જે દાતણમાંથી ઊલિયું બનાવતા એની ચીરીઓ વીણી લેતા અને પછી એને તડકામાં સૂકવતા અને તે ચૂલામાં નાખતા અને પછી ચા બ...