Posts

Showing posts from July, 2024

સંજીવ કુમારની છેલ્લી ગુજરાતી ફિલ્મ રહી ‘મારે જાવું પેલે પાર’

Image
આ ફિલ્મ બાદ હરિભાઈ એકપણ ગુજરાતી ફિલ્મ ન કરી શક્યા પણ તેમની આ સફળ ફિલ્મો સિવાય ગુજરાતી ફિલ્મનો ઈતિહાસ જરૂરથી અધૂરો કહેવાય ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં હાલમાં ‘શૈતાન’ (2024) ફિલ્મ રિલીઝ થઈ હતી જે 2023 માં આવેલી ગુજરાતી ફિલ્મ ‘વશ’ ની ઓફિશ્યલ રિમેક હતી. આ બંને ફિલ્મમાં વાર્તા ઉપરાંત જાનકી બોડીવાલા કોમન હતી. જાનકીએ પોતે ‘વશ’ માં જે પાત્ર ભજવ્યું હતું એ જ પાત્ર તેણે ‘શૈતાન’ માં પણ ભજવ્યું હતું. કહેવાનો ભાવાર્થ એટલો કે એક જ કલાકારે પોતાનું એકને એક પાત્ર ઓરિજીલ અને રિમેક એમ બંને ફિલ્મોમાં ભજવ્યું હોય એવા કિસ્સા આપણે ત્યાં ગણ્યાગાઠ્યા જોવા મળતા હોય છે. જોકે સંજીવ કુમાર પણ એવા જ કલાકારોમાંના એક છે જેમણે એક જ વાર્તાની ગુજરાતી અને હિન્દી ફિલ્મમાં વિસ્મૃતિ દોષવાળી વ્યક્તિનું પાત્ર ભજવ્યું હતું અને બંને ફિલ્મોએ સફળતાના તમામ શિખરો સર કર્યા હતા. બોલીવુડની એ ફિલ્મ એટલે 1970 માં આવેલી ફિલ્મ ‘ખિલૌના’ અને 1978 માં આવેલી આ જ ફિલ્મની ગુજરાતી રિમેક ‘મારે જાવું પેલે પાર’, જે હરિભાઈની છેલ્લી ગુજરાતી ફિલ્મ બની રહી. ‘મારે જાવું પેલે પાર’ ની વાત શરૂ કરતા પહેલા એ જાણી લઈએ આ ફિલ્મની વાર્તાનો દબદબો વાસ્તવમાં કેટ

કરાવે ધાર્યા કામ ને અંતે ‘રમત રમાડે રામ’

Image
સંજીવ કુમારની આ સુપરડુપર હિટ ફિલ્મે ગુજરાતી સિને જગત પર એક એવી છાપ છોડી છે જે આજની તારીખે પણ અકબંધ છે ગુજરાતી સિનેજગતમાં સંજીવ કુમારની શરૂઆતની બે ફિલ્મ એટલે કે ‘કલાપી’ (1966) અને ‘જીગર અને અમી’ (1970) માં રિલીઝ થયા બાદ તેમની ત્રીજી ગુજરાતી ફિલ્મ ‘રમત રમાડે રામ’ 1975 માં રિલીઝ થઈ હતી. આ ફિલ્મની રિલીઝ અંગે મોટાભાગે એમ કહેવામાં આવે છે કે ફિલ્મ ‘રમત રમાડે રામ’ 1975 માં નહીં પણ 1964 માં રિલીઝ થઈ હતી પણ લેખની શરૂઆતમાં આ વાતની સ્પષ્ટતા કરી દેવી ઘટે છે કે સુહાગ ચિત્ર દ્વારા રજૂ કરાયેલી ફિલ્મ ‘રમત રમાડે રામ’ 1975ની 17 મી સપ્ટેમ્બરે રિલીઝ થઈ હતી. ફિલ્મના સેન્સર બોર્ડ સર્ટિફિકેટમાં પણ આપણને આ તારીખ નોંધાયેલી જોવા મળે છે.  ફિલ્મ ‘રમત રમાડે રામ’ એક ઉમદા વાર્તા અને કલાકારોથી ભરપૂર સુપરહિટ ફિલ્મ રહી હતી. સંજીવ કુમાર સાથે મુખ્ય અદાકારા હતી પદ્મારાણી જેમણે એકસાથે ‘કલાપી’ ફિલ્મમાં પણ કામ કર્યું હતું. આ ઉપરાંત ફિલ્મની મુખ્ય જોડી હતી તરલા મહેતા, મહેશ કુમાર અને અરવિંદ પંડ્યાની. આ પાંચ મુખ્ય કલાકારો ઉપરાંત ફિલ્મમાં વનલતા મહેતા, વિષ્ણુકુમાર વ્યાસ, આશુતોષ શાસ્ત્રી, ડી.એસ. મહેતા, ચંપકલાલજી, રજની

‘જીગર અને અમી’ એટલે વાર્તા અને ગીત-સંગીતની સુપરહિટ જુગલબંદી

Image
લાગણીઓના દરિયામાં તરબતોડ કરી દેતી આ ફિલ્મે ઢોલીવુડમાં સંજીવ કુમારની ફેન ફોલોઇંગ વધારી દીધી અને ચાર વર્ષનો વનવાસ જાણે ક્ષણભરમાં ભૂલાવી દીધો મનહર રસકપૂરની 1966માં ‘કલાપી’ ફિલ્મ રિલીઝ થયા બાદ ગુજરાતી અભિનેતા તરીકે સંજીવ કુમારની છાપ વધારે વખણાવા લાગી હતી. તેમ છતાં તેમની બીજી ગુજરાતી ફિલ્મ જોવા ચાહકોએ ચાર વર્ષનો ઇંતેજાર કરવો પડ્યો હતો. સંજીવ કુમારની આ બીજી ગુજરાતી ફિલ્મની વાત કરતાં પહેલા એ જાણી લઈએ 1966થી 1970 સુધી તેમની કઈ કઈ ફિલ્મોએ રિલીઝ થઈ.    1966માં ‘કલાપી’ ફિલ્મ રિલીઝ થયા બાદ એ જ વર્ષે સંજીવ કુમારની ‘હુસ્ન ઔર ઈશ્ક’ અને ‘બાદલ’ એમ બે હિન્દી ફિલ્મો રિલીઝ થઈ હતી. 1967માં ‘આયેગા આનેવાલા’, ‘નૌનિહાલ’, ‘ગુનેહગાર’, અને ‘છોટી સી મુલાકાત’ એમ ચાર ફિલ્મો રિલીઝ થઈ હતી જ્યારે 1968માં ‘સંઘર્ષ’, ‘શિખર’, ‘રાજા ઔર રંક’, ‘અનોખી રાત’, ‘આશીર્વાદ’ સહિત કુલ 10 ફિલ્મો તેમણે આપી હતી. 1969નું વર્ષ સંજીવ કુમાર માટે વધારે સફળ રહ્યું કેમ કે એ વર્ષે તેમણે ‘બંધન’, ‘ઉસ રાત કે બાદ’, ‘સચ્ચાઈ’, ‘જીને કી રાહ’, ‘ધરતી કહે પુકાર કે’, ‘ચંદા ઔર બિજલી’ જેવી 11 ફિલ્મો કરી જેમાંની બે-એક ફિલ્મોમાં તેમણે મહેમાન કલાકા

‘કલાપી’ દ્વારા સંજીવ કુમારની થઈ હતી ઢોલીવુડમાં એન્ટ્રી

Image
બોલીવુડમાં અંદાજે પાંચ-છ વર્ષ સ્ટ્રગલ કર્યા બાદ ઢોલીવુડમાં તેમની પહેલી ફિલ્મ આવે છે ‘કલાપી’ અને આ ફિલ્મ હરિભાઈને એક અનોખી ઓળખ આપવામાં સફળ રહે છે અભિનયના ક્ષેત્રમાં અનેક એવા કલાકારો થઈ ગયા છે જેમણે અનેક ભાષાની ફિલ્મોમાં અભિનય કરી નામના મેળવી છે. હરિહર જેઠાલાલ જરીવાલા એટલે કે સંજીવ કુમાર એક એવા ગુજરાતી કલાકાર છે જેમણે બોલીવુડની સાથે ઢોલીવુડમાં પણ પોતાના અભિનયનો પરચો આપ્યો છે. નવમી જુલાઈએ તેમની જન્મજયંતિ આવી રહી છે. 1960થી 1985 એમ કુલ 25 વર્ષના સક્રિય ફિલ્મી સફરમાં અંદાજે 100થી પણ વધારે ફિલ્મોમાં અભિનય કરવાની સાથે તેમણે કેટલીક ગુજરાતી ફિલ્મો પણ કરી છે, જેમાંની તેમની સૌથી પહેલી ગુજરાતી ફિલ્મની આજે આપણે વાત કરવાના છીએ.  મૂળ સુરતના એક બ્રાહ્મણ પરિવારમાં નવમી જુલાઈએ જન્મેલા હરિહરે રંગમંચથી જ પોતાના અભિનય કરિયરની શરૂઆત કરી હતી. ઇન્ડિયન પીપલ્સ થિયેટર અસોસિએશન (ઇપ્ટા) અને ઇન્ડિયન નૅશનલ થિયેટર (આઇએનટી) સાથે જોડાયેલા હરિહરે, બોલીવુડના જાણીતા અભિનેતા અને પોતાના જીવનની અંતિમ ક્ષણોમાં કપરા દિવસો જોનારા એ.કે. હંગલના દિગ્દર્શન હેઠળ તૈયાર થયેલા નાટક ‘ડમરુ’ માં છ બાળકોના પિતા એવા 60 વર્ષના વ