Posts

Showing posts from February, 2024

ઢોલીવૂડની ફિલ્મો કેટલો વકરો કરે છે?

Image
સામાન્ય પ્રેક્ષક  વિચારતો જ હોય છે કે ઢગલાબંધ ગુજરાતી ફિલ્મો થિયેટર્સમાં આવે તો છે પણ શું ખરેખર એ કંઈ કમાણી-બમાણી કરે પણ છે ?? પ્રેક્ષકવર્ગ કોઈપણ હોય, એ સમાન્યપણે વિચારતો જ હોય છે કે જે ફિલ્મ જોવા તે 300-500 રૂપિયાની ટિકીટ ખરીદે છે એ ફિલ્મ તેને મનગમતું અને પૈસાવસૂલ એન્ટરટેઇનમેન્ટ પૂરુ પાડે. આજની તારીખમાં લગભગ દર અઠવાડિયે એકાદ ગુજરાતી ફિલ્મ રિલીઝ થઈ રહી છે. એટલે કે એક વર્ષમાં ગુજરાતી પ્રજા માટે અંદાજે 50-52 જેટલી ગુજરાતી ફિલ્મ, નવા ફ્લેવર, નવા વિષય સાથે રિલીઝ થઈ રહી છે. જોકે આ વાત ઢોલીવૂડ માટે સારી છે કેમ કે આ ફિલ્મોની રિલીઝ પરથી, તેને મળેલા પ્રેક્ષકોના પ્રતિસાદ પરથી જાણવા મળે છે ફિલ્મ દર્શકોને પસંદ આવી કે નહીં. સાથે-સાથે સામાન્ય પ્રેક્ષકના મનમાં એ પ્રશ્ન પણ અહીં ઉદ્ભવે છે કે આ ગુજરાતી ફિલ્મો રિલીઝ થતાં, થઈ તો જાય છે પણ શું ખરેખર એ કંઈ કમાણી કરી પણ શકે છે કે માત્ર એન્ટરટેઇનમેન્ટના નામ પર પૈસાનું પાણી કરવામાં આવે છે ? માત્ર ઢોલીવૂડ જ નહીં પણ બોલીવૂડ, ટોલીવૂડ અને હોલીવૂડની ફિલ્મોના પ્રેક્ષકને પણ આ સવાલ થવો વાજબી છે. માટે આજે આ સવાલના નિવારણરૂપે નજર નાખીયે એવી ગુજરાતી ફિલ્મો પર જેનો વકર

ઢોલીવૂડનો ટર્નિંગ પોઇન્ટ બની રહેશે ‘કસૂંબો’

Image
જ્યાં ગુજરાતી ફિલ્મ નિર્માતા, નિર્દેશક, કોમેડી, ફેમિલી ડ્રામા જેવી ફિલ્મો બનાવી ઓડિયન્સને ગમતું પીરસે છે ત્યાં વિજયગીરી બાવાએ એ જ ઓડિયન્સને નવી ઐતિહા સિ ક વાર્તા પીરસી છે વર્ષ 2024ની મોસ્ટ અવેઇટેડ ફિલ્મ એટલે વિજયગીરી ફિલ્મોસની મલ્ટીસ્ટારર ઐતિહાસિક ફિલ્મ ‘ કસૂંબો ’ આજે સિનેમાગૃહમાં આવી ચૂકી છે. આ ફિલ્મ બનાવવા માટે નિર્માતાઓ છેલ્લા પાંચેક વર્ષથી મહેનત કરી રહ્યા હતા અને રિઝલ્ટ આજે સામે આવ્યું છે. જોકે વચમાં કોરોના કાળ આવી જતા આ ફિલ્મને થોડા સમય માટે બાજુમાં મૂકવી પડી હતી પણ ગયા વર્ષે જાન્યુઆરીમાં જાહેરાત કરવામાં આવી હતી કે વિજયગીરી બાવા ગુજરાતી સિનેમાજગતમાં એક ઐતિહાસિક વાર્તા લઈને આવી રહ્યા છે, જેની સાથે અંદાજે 1000થી પણ વધારે લોકોનું નસીબ જોડાયેલું છે. વિજયગીરી બાવાનો આ ડ્રીમ પ્રોજેક્ટ એટલે શૌર્ય , સમર્પણ અને સનાતનની વાત કરતી ફિલ્મ ‘કસૂંબો’. ફિલ્મ ‘કસૂંબો’ એક એવી શૌર્યગાથા છે જે ઈતિહાસના પાનામાં ગુમનામ થઈ ચૂકી હતી. વિમલકુમાર ધામીની નવલકથા ‘અમર બલિદાન’ પરથી તૈયાર થયેલી ફિલ્મ ‘કસૂંબો’ એ 51 બારોટોના અમર બલિદાનની અમર ગાથા છે જેમણે દાદુ બારોટની સુકાની હેઠળ સનાતનની રક્ષા કરી અલ્લાઉદ્દીન ખિલજ

ટેક્નોલોજીના આધારે નક્કી થતા સ્પેશિયલ લગન એટલે ‘લગન સ્પેશિયલ’

Image
પ્રોડ્યુસર તરીકે મલ્હાર ઠાકરની આ પહેલી ફિલ્મમાં લગનવાળા ઘરમાં થતી માથાકૂટ, રાજીપો, ઉત્સાહ, થાક અને દરેક પ્રકારની લાગણીઓ માણવા મળશે લગનની સિઝન ચાલી રહી હોય અને એવામાં એક એવી ફિલ્મ આવે જેમાં લગનની જ વાત હોય તો એ ફિલ્મને ઓડિયન્સ વધાવી જ લેવાની. મલ્હાર ઠાકર અને પૂજા જોશીની જોડી ગુજરાતી ઓડિયન્સની મનપસંદ ઢોલીવુડ જોડીમાંની એક છે અને આ જોડીની ફિલ્મ ‘લગન સ્પેશિયલ’ આજે નવમી ફેબ્રુઆરીના રોજ સિનેમાઘરોમાં આવી ચૂકી છે. મલ્હાર ઠાકર અને પૂજા જોશી સાથે ફિલ્મ ‘ લગન સ્પેશિયલ ’ માં મિત્ર ગઢવી, રાગી જાની, કલ્પના ગાગડેકર, અર્ચન ત્રિવેદી, વૈભવી ભટ્ટ, ફિરોઝ ઈરાની, રૂપા મહેતા, નિજલ મોદી, રાહુલ રાવલ, ઉજ્જવલ દવે જેવા ખ્યાતનામ કલાકો જોવા મળશે.       ફિલ્મ ‘લગન સ્પેશિયલ’ની વાત કરીયે તો આ ફિલ્મની વાર્તા લગનની તૈયારીઓથી શરૂ થાય છે જેમાં પોતે ઘણી છોકરીઓને રિજેક્ટ કર્યા બાદ અને ઘણી છોકરીઓથી રિજેક્ટ થયા બાદ ફાઇનલી શેખર મહેતા (મલ્હાર)ના લગન સુમન પરીખ (પૂજા) સાથે નક્કી થાય છે. પોતાના લગન માટે શેખર ઘણો ઉત્સુક છે અને દુનિયાને પોતાની આ સફળતા બતાવવા બેફામ ખર્ચા કરવા પણ તૈયાર છે. જ્યારે સુમન શેખરના આ ફાલતુ ખર્ચાઓને કંટ્રોલમા

કમઠાણ : મોટા પડદે સર્જાતું અશ્વિની ભટ્ટનું હાસ્યજગત

Image
  લોકહૈયૈ સ્પર્શેલી નવલકથાને ફિલ્મનું રૂપ આપવું એક અઘરું કામ છે અને ‘ હેલ્લારો ’ ના મેકર્સે અહીં ખાસ્સી એવી મહેનત કરી પાત્ર, પરિસ્થિતી અને પ્રંસગોને રૂપેરી પડદે સજીવન કર્યા છે બોલીવુડ હોય કે ઢોલીવુડ , નવલકથા પરથી ફિલ્મો બનાવવાનો ચીલો ઘણા વર્ષોથી ચાલતો આવ્યો છે. ઢોલીવુડમાં ' પૃથિવીવલ્લભ ' , ' સરસ્વતીચંદ્ર ' થી માંડી ' જીગર અને અમી ' સુધીની આ પ્રથા ફિલ્મ ' રેવા ' સુધી આપણને જોવા મળી અને હવે વધુ એક ગુજરાતી નવલકથા પરથી ફિલ્મ બનાવવામાં આવી છે જેનું નામ છે ' કમઠાણ ' . આ ફિલ્મ બીજી ફેબ્રુઆરી એટલે કે આજના દિવસે થિયેટર્સમાં આવી ચૂકી છે. ગુજરાતી સાહિત્યપ્રેમીઓ માટે ' કમઠાણ ' અને તેના રચૈતા અશ્વિની ભટ્ટનું નામ નવું નથી. ' કમઠાણ ' ઉપરાંત તેઓ ' લજ્જા સન્યાલ ', ' શૈલજા સાગર ', ' નીરજા ભાર્ગવ ', ' આશકા માંડલ ', ' ફાંસલો ', ' અંગાર ', ' ઓથાર ', ' આખેટ ', ' કટિબંધ ', ' આયનો ', ' ધ ગેઈમ ઈઝ અપ ', ' કસબ ' અને ' કરામત ' જેવી અનેક