Posts

Showing posts from January, 2024

જાણવા જેવી નહીં પણ જીવવા જેવી વાર્તા એટલે મારા પપ્પા સુપરહીરો

Image
દમદાર ડાયલોગ્સ, ડિરેક્શન અને વાસ્તવિકતાને સહજતાથી દર્શાવતી આ વાર્તા ઇન્ટરનૅશનલ લેવલે પોંખાઈ ચૂકી છે જેને એકવાર તો સહપરિવાર સાથે જરૂરથી જોવી જોઈએ કહેવાય છે કે બાળકના જીવનમાં તેનો સૌથી પહેલો દોસ્તાર તેનો ફાધર, તેના પપ્પા હોય છે. આ પિતા પોતાની સંતાન માટે જાણતા-અજાણતા કેટલીય મહેનત કરતો હોય છે. પોતાનું બાળક સમાજમાં કે દુનિયામાં કોઈનાથી પાછળ ન રહી જાય એ માટે તેને રાત-દિવસ તૈયાર કરવાની મથામણ એક પિતા જ કરતો હોય છે. બાળકની દરેક માંગણી પૂરી કરવામાં એક પિતા પોતાની જાત ન્યોછાવર કરી નાખતો હોય છે અને કદાચ એટલે જ એક પિતા પોતાની સંતાન માટે સુપરહીરો હોય છે. આવા જ એક અદ્ભૂત વિષય પર 19મી જાન્યુઆરી એક ફિલ્મ રિલીઝ થઈ જેનું નામ છે “ મારા પપ્પા સુપરહીરો ” . ફિલ્મનના કલાકાર છે અભિયન બેન્કર જેઓ આપણને ફિલ્મ “ રેવા ” માં બિત્તુ-બંગાના યાદગાર પાત્રમાં જોવા મળ્યા હતા. તેમની સાથે છે “ હેલ્લારો ” ફેમ શ્રદ્ધા ડાંગર અને બાળ કલાકાર ભવ્યા સિરોહી. આ ઉપરાંત ભૂષણ ભટ્ટ, ભરત ઠક્કર , પ્રિયંકા રાજા, જાનુશી ઓઝા અને મલ્લિકા સારાભાઈના પુત્ર તથા ભરતનાટ્યમ ડાન્સર રેવંતા સારાભાઈ મુખ્ય પાત્રમાં આપણને જોવા મળે છે. ફિલ્મ

પેરન્ટિંગના ગુણ શીખવા હોય તો એકવાર ફિલ્મ ઇટ્ટા-કિટ્ટા જરૂરથી જોવા જજો

Image
મનોરંજનના આ શંભુમેળામાં બાળકોની જીદ છે , યુવા માતા-પિતાની ઘેલછા છે અને વડીલોની સલાહ તથા ઠપકો પણ છે જેને લીધે આ ફિલ્મ સહપરિવાર ચોક્કસ માણવા લાયક બને છે ઓહોહોહો... આજે તો આપણે જે ફિલ્મની વાત કરવી છે એની શરૂઆત જ ક્યાંથી કરૂં એ ખબર નથી પડતી. 2024માં ઢોલીવુડનું શુભારંભ એક અદ્ભૂત કહી શકાય એવા વિષય સાથે આજે થયું છે. જે ફિલ્મની આપણે વાત કરવી છે એ એક એવી ફિલ્મ છે જે નાના બાળકોથી માંડી દાદા-દાદી એટલે કે આબાલવૃદ્ધ સૌ કોઈ એકસાથે બેસીને જોઈ શકે છે. આ ફેમિલી ઇન્ટરટેઇનીંગ ફિલ્મ છે ‘ ઇટ્ટા-કિટ્ટા ’ જે આજે સિનેમાઘરોમાં આવી ચૂકી છે અને જો ખરું પેરન્ટિંગ શીખવું હોય તો આ ફિલ્મ જરૂરથી જોવી જોઈએ. ફિલ્મ ઇટ્ટા-કિટ્ટામાં મુખ્ય ભૂમિકામાં છે રોનક કામદાર, માનસી પારેખ ગોહિલ, અલ્પના બુચ અને પ્રશાંત બારોટ. આ સાથે જે પ્રમાણે આઇસક્રીમ પરની ચેરી આઇસક્રીમના સ્વાદમાં ચારચાંદ લગાવે છે એ પ્રમાણે આ ફિલ્મની વાર્તામાં ચારચાંદ લગાવવાનું કામ કરે છે જીયા વૈદ્ય અને પ્રિન્સી પ્રજાપતિ. આપણો સમાજ બાળક દત્તક લેવાના મુદ્દાને ઘણી ગંભીરતાથી જોતો આવ્યો છે અને આ જ ગંભીર વિષયને ખૂબ જ સહજ, ખાટા મીઠા પ્રસંગો અને લાગણીથી તરબોળ

શું તમે સ્પૂફ ફિલ્મ વિશે કંઈ સાંભળ્યું છે?

Image
ગયા શુક્રવારે રિલીઝ થયેલી ગુજરાતી ફિલ્મ ડેની જીગર ઢોલીવુડની પહેલી વહેલી સ્પૂફ ફિલ્મ છે, જોકે આ ફિલ્મ લોકોને પંસદ આવી કે નહીં એ પ્રશ્ન ગૌણ છે પણ મહત્વની વાત એ છે કે ડિરેક્ટરે અહીં એક અનોખો અખતરો જ કર્યો છે   વર્ષ 2024ની શરૂઆતમાં કૃષ્ણદેવ યાજ્ઞિક ડેની જીગર નામની ફિલ્મ લઈને આવ્યા છે. ફિલ્મમાં ડેની જીગરના પાત્રને ન્યાય આપે છે યશ સોની અને તેની એક્ટ્રેસ છે તર્જની ભાડલા. વિલન કેટેગરીના લીડર છે પ્રેમ ગઢવી અને તેના માટે કામ કરે છે ઓમ ભટ્ટ, રાહુલ રાવલ અને હીરલ પુનીવાલા. ફિલ્મની વાર્તા એકદમ સાધારણ. ફિલ્મના ગીત ચીકીન ધા અને ટાઇટલ સોન્ગને સારી રીતે પ્રમોટ કરવામાં આવ્યું હતું. તેમ છતાં આ અતિસાધારણ એવી ફિલ્મમાં એવું તે શું છે કે ડિરેક્ટર કૃષ્ણદેવ યાજ્ઞિક આવી સામાન્ય ગણાતી સ્ટોરી બનાવવા પાછળ મહેનત કરે ? દોસ્તો, ફિલ્મ મેકિંગની પ્રોસેસ જ્યારે પણ શરૂ કરાતી હોય છે ત્યારે અનેક પરિબળો પર વિચાર વિમર્શ કરવામાં આવે છે. નફા-નુકસાનની ગણતરી કરવામાં આવે છે. કયો એક્ટર, કયા કેરેક્ટર માટે ફીટ બેસે છે , ફિલ્મની સ્ક્રીપ્ટમાં કેટલા અને કેવા ટર્ન એન્ડ ટ્વીસ્ટ છે જે ઓડિયન્સને જકડી રાખવામાં મદદ કરશે. આવા

2024માં મનોરંજનનો નવો ફ્લેવર લઈને આવી રહી છે ઢોલીવુડની ફિલ્મો

Image
ફિલ્મ નિર્માતાઓએ રિલીઝ માટે જૂન સુધીની તારીખ લગભગ નક્કી કરી લીધી છે જેમાં ડેની જીગર આજે રિલીઝ થઈ ચૂકી છે અને હવે આતુરતાથી રાહ જોવાઈ રહી છે અન્ય ફિલ્મોની ઢોલીવુડે 2023માં જે પ્રમાણે ફિલ્મો આપી મનોરંજન પૂરુ પાડ્યું છે, એ પ્રમાણેનું મનોરંજન 2024માં પણ યથાવત્ રહેશે, એ વાતની ખાતરી છે. કેમ કે વર્ષ 2024 શરૂ થતાં પહેલા જ ફિલ્મ નિર્માતાઓએ જૂન 2024 સુધીની પોતાની ફિલ્મોની તારીખો લગભગ નક્કી કરી લીધી છે. ઢોલીવુડે 2023માં અનેક એવા વિષયો પર ફિલ્મ બનાવી જેણે ઓડિયન્સને મંત્રમુગ્ધ કરી દીધા હતા. હવે 2024માં એવી અનેક ફિલ્મો હરોળબંધ આવવાની તૈયારીમાં છે, જે દર્શકોને જકડી રાખશે. આ વાત કહેવામાં કોઈ બેમત નથી કારણ કે આવનારી ફિલ્મોના જાહેર કરાયેલા ટીઝર અને ટ્રેલરને જે પ્રમાણે પ્રતિસાદ મળ્યો છે, એ ખરેખર કાબિલ-એ-તારીફ છે. સ્વાભાવિક છે કે નવા વર્ષમાં દર્શકો એવી ફિલ્મો જોવા માંગશે જે તેમને મનોરંજન પૂરુ પાડવાની સાથે કંઈક શીખવે, ટેન્શન ફ્રી કરી શકે તો વળી ક્યારેક ઈતિહાસના વીસરાઈ ગયેલા પાના ફરીથી વાંચી સંભળાવે. ચાલો એક નજર કરીયે આ નવા વર્ષમાં આવનારી ફિલ્મો પર. આજે નવા વર્ષના પહેલા શુક્રવારની સાથે કૃષ્ણદેવ