Posts

Showing posts from August, 2024

ઢોલીવૂડ જ નહીં બોલીવૂડના પાયામાં પણ છે ગુજરાતીઓ

Image
ભારતીય ફિલ્મ ઉદ્યોગના શરૂઆતના દિવસોથી લઈને આજ સુધી ફિલ્મ મેકર્સથી માંડીને ફાઇનૅન્સર સુધીની અનેક પડદા પાછળની જવાબદારીઓમાં ગુજરાતીઓ જ વસેલા છે ‘સહુ ચલો જીવતા જંગ, બ્યૂગલો વાગે; યા હોમ કરીને પડો ફતેહ છે આગે’, ‘જય જય ગરવી ગુજરાત’ જેવા લોકપ્રિય કાવ્ય ગુજરાતી ભાષાને આપનાર અર્વાચીન ગુજરાતી કવિતાના આદ્ય કવિ એવા નર્મદાશંકર લાલશંકર દવેની આવતી કાલે એટલે કે 24 મી ઑગસ્ટે જન્મજયંતિ છે જેને આપણે વિશ્વ ગુજરાતી ભાષા દિવસ તરીકે ઉજવીયે છીએ. ગુજરાતી ભાષા, ગુજરાતી ફિલ્મો એટલે કે ઢોલીવૂડ સાથે બોલીવૂડને સાંકળીને વાત કરીયે ગુજરાતીઓનો દબદબો ફિલ્મ ક્ષેત્રના શરૂઆતી દિવસોથી રહ્યો છે.  ઢોલીવૂડ અને બોલીવૂડને સાંકળીને વાત કરીયે તો 1913માં જ્યારે ફિલ્મોનો સૂર્યોદય થઈ રહ્યો હતો ત્યારે ભવિષ્યમાં આ ઇન્ડસ્ટ્રીમાં ખ્યાતિ મેળવનારા ગુજરાતીઓ પણ જન્મી ચૂક્યા હતા જેમણે આગળ જતા ન માત્ર ઢોલીવૂડમાં પણ બોલીવૂડમાં અનેક સફળ ફિલ્મોનું સર્જન કર્યું. ચિમનલાલ દેસાઈ, મનમોહન દેસાઈ, વિજય ભટ્ટ, બાબુભાઈ મિસ્ત્રી, ચંદુલાલ શાહ જેવા અનેક નિર્માતા-નિર્દેશકો ન માત્ર ગુજરાતી સિનેમાને અપિતુ હિન્દી ફિલ્મ જગતને પણ એકથી એક યાદગાર ફિલ્મો આ

ઢોલીવૂડ માટે રક્ષા બંધન એટલે કોણ હલાવે લીંબડી ને કોણ ઝુલાવે પીપળી

Image
ગુજરાતી સિને જગતની પહેલી સિનેમાસ્કોપ ફિલ્મ ‘સોનબાઈની ચુંદડી’ ને આજે પણ ગુજરાતીઓ રક્ષા બંધનના તહેવારે અચૂક યાદ કરે છે ગુજરાતી સિનેમાજગત અને તહેવારોનો સંબંધ બાપ-દીકરા જેવો છે અને નવરાત્રી તો ઢોલીવૂડમાં અચૂક જોવા મળે જ. તેમ છતાં અનેક એવા તહેવારો છે જેણે આપણી ગુજરાતી ફિલ્મોમાં સ્થાન મેળવ્યું છે. રક્ષા બંધન એમાંનો જ એક તહેવાર છે અને ગુજરાતી ફિલ્મો સાથે રક્ષા બંધનની વાત કરીયે તો ફિલ્મ ‘સોનબાઈની ચુંદડી’ અચૂક યાદ આવે, જે 1976 માં રિલીઝ થઈ હતી.  1976માં રિલીઝ થયેલી ફિલ્મ ‘સોનબાઈની ચુંદડી’ ને રક્ષા બંધનના તહેવારમાં ગુજરાતીઓ ખાસ યાદ કરે. ખાસ કરીને ફિલ્મના સૌથી લોકપ્રિય ગીત ‘કોણ હલાવે લીંબડી ને કોણ ઝુલાવે પીપળી, ભઈની બેની લાડકી ને ભઈલો ઝુલાવે ડાળખી’ માટે. ફિલ્મ ‘સોનબાઈની ચુંદડી’ એ જમાનાની એક એવી ફિલ્મ હતી જેની શરૂઆત વાર્તાના નકારાત્મક પાત્ર એટલે કે વિલનથી થાય છે, તેમ છતાં આ ફિલ્મ સફળતાનો સ્વાદ ચાખવામાં સફળ રહી. ફિલ્મ ‘સોનબાઈની ચુંદડી’ ની વાત કરવી વધારે સ્પેશ્યિલ એટલા માટે પણ બની જાય છે કેમ કે એ ઢોલીવૂડની પહેલી સિનેમાસ્કોપ ફિલ્મ હતી.  આર.જે. ફિલ્મ્સ કૃત પ્રફુલ્લા મનુકાંત દ્વારા ફિલ્મ ‘

ફિલ્મને સફળ બનાવે છે ટેક્નોલોજી અને સ્વીકારવૃત્તિ

Image
એક સમયે પુરૂષ પ્રધાન સમાજની માન્યતાઓ તોડી ‘કંકુ’ વિશ્વકક્ષાએ ખ્યાતિ મેળવવામાં સફળ રહી અને બીજી બાજુ ‘ડેની જીગર’ જેવી સ્પૂફ ફિલ્મ લેટેસ્ટ ટેક્નોલોજી હોવા છતાં ગુજરાતી પ્રજાને હજમ ન થઈ સ્વાભાવિકપણે ગુજરાતી સિનેજગત આજે એવી ફિલ્મો બની રહી છે જે આજના યુવાવર્ગને આકર્ષે. હીરોની બે બાઇક પર પગ રાખીને એન્ટ્રી કરવાના કિસ્સા 90ના દાયકામાં ગયા. આજે ફિલ્મની વાર્તા મુજબ ફિલ્મના નાયકની મોટા પડદા પર એન્ટ્રી નક્કી થાય છે અને જો ‘ડેની જીગર’ જેવી કોઈ સ્પૂફ ફિલ્મ હોય કે એક્શન ફિલ્મ હોય તો ટેક્નોલોજી વિના હીરો કે વિલનની ભવ્ય એન્ટ્રી કે અન્ય કોઈપણ સિકવન્સ બતાવવા સંભવ જ નથી.  આપણે હોલીવુડની ફિલ્મોમાં આર્નોલ્ડ શ્વાર્ઝેનેગર, જેકી ચેન, વિન ડીઝલ જેવા અનેક એક્ટરને એક મોટી બિલ્ડીંગથી બીજી બિલ્ડીંગ પર કૂદતા, મહાસાગરોમાં તરતા, જ્વાળામુખીથી કે ડાયનાસોન, એનાકોન્ડા જેવા વિકરાળ જીવથી બચીને ભાગતા જોયા છે. દેખાવમાં આપણને આ તમામ ફિલ્મો રોચક લાગે છે પણ એ માટે એની પાછળ ડિરેક્ટરની દૂરંદેશી, એડિટિંગ અને ખાસ તો ટેક્નોલોજીનો કમાલ હોય છે. વળી, ત્યાંની ફિલ્મોનું બજેટ પણ આપણી બોલીવૂડની ફિલ્મોના બોક્સ ઓફિસ કલેક્શન કરતાં

રફી વિના ગુજરાતી સિનેમા અધૂરો છે

Image
ગુજરાતી સિનેમામાં તેમણે એ સમયે પોતાનું સ્થાન બનાવ્યું જ્યારે મુકેશ, મન્ના ડે, મહેન્દ્ર કપૂર છવાયેલા હતા ગુજરાતી સિનેજગતમાં ગુજરાતીઓ સહિત અનેક નોન-ગુજરાતી કલાકારો અઢળક યોગદાન આપતા આવ્યા છે. આ યોગદાન એવું તો અદ્ભૂત હતું કે જે-તે કલાકાર ગુજરાતી ન હોવા છતાં ગુજરાતી તરીકે જ ઓળખાઈ આવે. ગુજરાતી સિનેજગતના સંગીતના પાસાને ધ્યાનમાં રાખીને વાત કરીયે તો મોહમ્મદ રફી એવા જ એક અવ્વલ કક્ષાના ગાયક કલાકાર તરીકે ઉભરાઈ આવે છે, જેમને આમ તો કોઈ ઓળખની જરૂરત નથી પણ તેમના વિના ગુજરાતી સિનેમાજગત જરૂરથી અધૂરુ કહી શકાય.  ગાયકીના બાદશાહ કહી શકાય એવા મહમ્મદ રફીની હાલમાં 31 મી જુલાઈના રોજ પુણ્યતિથી હતી. 1941માં પોતાની ગાયકીની શરૂઆત કરનાર ‘ફીકો’ (આ તેમનું પેટ નેમ હતું) એટલે કે રફીએ 1945માં કે. અમરનાથ દ્વારા દિગ્દર્શીત અને નૂરજહાં, દુર્ગા ખોટે તેમ જ નાઝીર અભિનીત ફિલ્મ ‘ગાંવ કી ગોરી’ થી પ્લેબેક સિંગીંગ શરૂ કરી હતી અને આ ગીતને રફીનું પહેલું હિન્દીભાષી ગીત ગણવામાં આવે છે. આ ફિલ્મના સંગીતકાર શ્યામ સુંદર હતા. આ પહેલા 1944 માં નૌશાદના નેજા હેઠળ રફી ફિલ્મ ‘પહેલે આપ’ ફિલ્મ માટે શ્યામ સુંદર, અલ્લાઉદ્દીન અને અન્ય ગા